________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. ( 293) આઠ વ્યાકરણનો અભ્યાસી અને પોતાની પ્રજ્ઞાથી શેષનાગને જીતનાર હતું, તેને જોતાં જ આચાર્ય એ શાસ્ત્રના તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરત અધ્યાપક બનાવ્યું. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતો અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થયેલા વિદ્યાર્થીઓને રાજા કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્પન્ન તૈયાર થયેલા જનેને રાજા રેશમી વસ્ત્ર, કનકભૂષણે સુખસન અને આતપત્રથી અલંકૃત કરતો હતો. - એવામાં એકદા ઈદ્રસભા સમાન વિદ્વાનેથી શોભાયમાન રાજસભામાં એક ચારણ આવ્યું. એટલે રસ્તે જોતાં જેમ તૃણને કોઈ ન જુએ તેમ અવજ્ઞાથી કેઈએ તેની સન્મુખ પણ જોયું નહિ, ત્યારે જાણે પોતાના પુણ્યને દેહદ અથવા સરસ્વતીને પ્રસાદ હોય તેવી એક અપભ્રંશ ભાષામાં તે ગાથા બે - हेमसरिअच्छाणिते ईसरजे पंडिया / / સંગિજીવા મદુwા સાંપ મા ખુદ મeણ છે ?" એ ગાથાના પૂર્વાર્ધમાં સૂરિનું નામ તે ઉચ્ચ સ્વરે બોલે, જેથી સભાસદોની દષ્ટિ કેપથી અવજ્ઞાયુકત થઈ ગઈ. એટલે તેણે જણાવ્યું કે તમે કોપાયમાન ન થાઓ” આથી તેઓ બધા સાવધાન થતાં ચારણે તેના ત્રણ પદ કહી સંભળાવ્યાં. જે સાંભળતાં તે રોમાંચિત થઈ ગયા અને ચિંતવવા લાગ્યા કે-એની વાણું ચમત્કારી અને ઉન્નત છે. જ્યાં પંડિતની સ્થિતિ હોય, ત્યાંજ ગુરૂને મહિમા થવાનો છે. એમ ધારી તે આનંદથી એકત્ર થઈને કહેવા લાગ્યા કે-“હે ભદ્ર! એ ગાથા તું પુનઃ પુનઃ બેલ” એટલે ચારણ તે પ્રમાણે બેલ્યો ત્યારે ગુરૂ બોલ્યા કે-ક્ષોભ વિના પુન: ત્રણવાર બેલ, પછી ત્યાં સુજ્ઞોએ ચારવાર બોલવાને માટે આદરથી જણાવ્યું ત્યારે જાણે કૃત્રિમ કેપ ધરાવતો હોય તેમ વિચાર કરતે ચારણ કહેવા લાગ્યો કે-, તમે જે યથેષ્ટ દાતાર છે તે પણ મજુર દુર્વહ ભારને જેમ પ્રમાણમાં ઉપાડે તેમ હું મારા અનુમાનથી જ એ દુર્વહ ભાર ગ્રહણ કરવાનો છું. એ ગાથા ત્રણ વાર બેલતાં મને જે પ્રાપ્ત થયું છે તેટલેથી જ મને સંતોષ છે, તે કરતાં અધિકની મારે ઈચ્છા નથી, કારણકે હૃદય અને ભુજાને તે ઈષ્ટ નથી; આથી ગુરૂ મહારાજે સભ્ય પાસેથી તેને ત્રીશ હજાર દ્રવ્ય અપાવ્યું. એટલે તે બોલ્યો કે-આ ધન મને સંપૂર્ણ છે, તે સાત પેઢી સુધી મને ચાલે તેટલું છે. હું પ્રમાણ પૂરતું જ લઉં છું, તે કરતાં અધિક કંઈ પણ લેતે નથી” એમ કહીને તે ચારણ પોતાના ઈષ્ટ સ્થાને ચાલ્યો ગયો. - હવે એક વખતે સિદ્ધરાજ રાજાએ ગુરૂ મહારાજ ને પૂછયું કે-“હે ભગવાન તમારા પટ્ટને યોગ્ય અધિક ગુણવાન કયે શિષ્ય છે, તે મારી જેમ ચિત્તના ઉત્કર્ષ ' - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust