________________ તા . 5 - ક શ્રી હેમચંદ્ર સુરિચરિત્ર ( 20 ) ત્યારે આચાર્ય બોલ્યા કે–પુરોહિતનું વચન વિચાર વિનાનું હોવાથી તે વિદ્વાનોને ઉચિત નથી. કારણ કે જગતમાં પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે, જ્યારે પશુઓમાં પણ તેવી ભિન્નતા જોવામાં આવે છે, તો ચૈતન્યયુકત મનુષ્યની શી વાત કરવી કારણ કે - “હિં પરાશૂમાંસમની, संवत्सरेण रतिमेति किलैकवारम् / पारापतः खरशिलाकणभोजनोऽपि कामी અવયનિં પત વડત્ર હેતુ? I ? A બલિષ્ઠ સિંહ હરિણ, ડુક્કરનું માંસ ખાનાર છતાં વરસમાં એકવાર રતિસુખ ભોગવે છે અને કબૂતર શુષ્ક ધાન્ય ખાનાર છતાં પ્રતિદિન કામી બને છે. તેમાં શું કારણ હશે? એ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ છે કે - સભામાં જે ઉત્તર આપવાને સમર્થ ન હોય અને બોલવા જાય, એ ખરેખર ! પુરૂષનું અતિસાહસ કહેવાય.” એમ રાજાને સન્માન્ય અને સુકૃતાથી જનેમાં અગ્રેસર એવા શ્રી હેમસૂરિ સંઘને ઉદ્ધાર કરવામાં ધુરંધર થઈ પડ્યા. હવે એકદા મહાવિદ્વાન દેવબોધ નામે ભાગવતદર્શની કે જે ક્રમથી શાસ્ત્રાર્થ કરનાર અને બુદ્ધિને ભંડાર હતા, તે અણુહિલપુરમાં આવી ચડે. એટલે નિયુકત પુરૂષાએ સિદ્ધરાજને તેના આગમનની વાત નિવેદન કરી. ત્યારે રાજાએ સહોદર સમાન માનેલ શ્રીપાલ કવિરાજને બોલાવીને એકાંતમાં વિચાર ચલાવ્યું કે–એ મહાવિદ્વાન દેવબોધ શી રીતે આપણું જોવામાં આવે? તે નિઃસ્પૃહ અને તપથી બલિષ્ઠ છે, તેથી રાજસભામાં આવનાર નથી. વળી આપણા દેશમાં આવેલ આ સમર્થ વિદ્વાન જે સન્માન ન પામે, તે એ આપણી અપકીર્તિ અને લઘુતા કેમ ટળી શકે?” એટલે કવીશ્વર કહેવા લાગ્યું કે–જે વિદ્વાન આડંબરી હોય, તે નિઃસ્પૃહ કેમ હોઈ શકે? અને લક્ષ્મી વિના પરિવારને પણ તે કેમ રાખી શકે? લક્ષમી તે વિદ્વાનોને વલ્લભ આ૫ જેવા રાજાઓથી જ પામી શકાય. એ લક્ષ્મી મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. પરંતુ ભારતીની ભકિતને લીધે આપની જે તીવ્ર ઈચ્છા હોય, તે ઈદ્રસભા સમાન આપણુ રાજસભામાં એને બોલાવો.” ત્યારે રાજાએ “ભલે, એમ થાઓ એ પ્રમાણે કહીને તેણે પિતાના પ્રધાન પુરૂષ મોકલ્યા. ત્યાં મદથી ઉદ્ધત બનેલ તેણે તેમને જણાવ્યું કે તમે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust