________________ શ્રી દેવસૂરિ–ચરિત્ર. (285) સાધુઓને જણાવી દીધું કે “તમે કંઈ પણ ખેદ કરશો નહિ. આ તમે એક મોટું કતક જોયા કરે એમને પોતાના દુર્વિનયનું ફલ મળવાનું છે. પછી એક પ્રહરના ત્રણ ભાગ વ્યતીત થતાં દિગંબરના શ્રાવકો આવ્યા અને વિનયથી કહેવા લાગ્યા કે અમારા પર પ્રસાદ લાવીને એને તમે મૂકી ઘો.” એટલે ગુરૂ બેલ્યા–“મારા બંધુને શી બાધા થાય છે, તે અમે કંઇ સમજી શકતા નથી. ત્યાં અજ્ઞ જનેને બોલતાં તેમણે સર્વ પ્રકારે અટકાવ્યા. એવામાં અર્ધ પહોર સંપૂર્ણ થતાં પ્રશંસાને પ્રગટ કરતો દિગંબરાચાર્ય પોતે આવ્યો. તેને ભેટીને અર્ધાસન પર બેસારતાં દેવસૂરિ કહેવા લાગ્યા કે “હે બંધો! તને શી પીડા છે, મારાથી તે તે બધું અજ્ઞાત છે. - ત્યારે તેણે જણાવ્યું કે મને તમે મારો નહિ અને આટલો બધો રાષ ન લાવે મારે નિરાધ મૂકાવી છે, જે તે નિરોધ રહેશે, તે અવશ્ય મારૂ મરણ થશે.” - એ પ્રમાણે તેનું દીન વચન સાંભળતાં આચાર્ય બોલ્યા કે—તમે પરિવાર સહિત મારી વસતિથી બહાર નીકળી જાઓ.” હવે તેમના આદેશથી ત્યાં દ્વાર આગળ મોટી તબક રાખવામાં આવી હતી. એટલે આચાર્યો સાધુ પાસે તે કુંભ મંગાવીને તે તબકના મુખપર તેમાંની કાંજી છાંટી જેથી અવાજ થયે કે –“નિરોધ હોય કે અનિષેધ હોય, છતાં તારે અહીં રહેવું લજજાસ્પદ છે. એવામાં કુંભમાંથી નીકળતા નરમૂત્રના પ્રવાહથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પછી સત્કાર પામ્યા છતાં તે પરાભવને લીધે શોકથી ભારે તપ્ત થયેલ કુમુદચંદ્ર કયાંક ચાલ્યો ગયો. પછી રાજાએ આચાર્યને તુષ્ટિદાન આપતાં તેમણે તે લીધું નહિ. ત્યાં રાજા અને મંત્રી બગીચામાં જતાં ભાતના કોઠારપર બેઠેલ શુક કહેવા લાગ્યો “હે દેવ! એ નિઃસ્પૃહ યતિઓને ધનની ઈચ્છા ન હોય માટે જે જિનાલય કરાવવામાં આવે તે એમને અને તને પુણ્ય પ્રાપ્ત થાય.” એમ સાંભળતાં રાજાએ જણાવ્યું કે–ભલે એમ થાઓ” એટલે મંત્રીએ રાજાની આજ્ઞાથી તેમાં બીજા દ્રવ્યને ઉમેરો કરીને અ૫ દિવસમાં મેરુની યુલિકા સમાન ઉન્નત અને મહાન પ્રાસાદ તૈયાર કરાવ્યું, જે સુવર્ણ અને રત્નના કુંભ તથા ધ્વજાઓથી ભારે શોભવા લાગે, તેમજ શ્રી આદિનાથ પ્રભુનું પીતળનું અદ્ભુત બિંબ કે જે કાંતિના સમૂહથી સૂર્ય બિંબની જેમ દષ્ટિને આંજી દેતું હતું. પછી વિક્રમ સંવત 1183 ના વૈશાખ માસની દ્વાદશીના દિવસે ચાર આચાર્યોએ તેની પ્રતિષ્ઠા કરી. એ પ્રમાણે પ્રભાવનાના પૂરથી ભીંજાયેલ ધમી જનેના હદયરૂપ ક્ષેત્રમાં બેલિબીજને આરોપતા એવા શ્રી દેવસૂરિ ચિરકાળ વિચારવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust