________________ (284) શ્રી પ્રભાવક ચરિત્ર. રાજાએ કહ્યું– આપના વચનથી ભલે એમ થાઓ. આડંબર તજીને તે ભલે દર્શનીપણાને પામે. એવામાં શ્રીકામદેવીએ અવજ્ઞાગલા નામે સિદ્ધગિનીને મોકલી તેણે ગરવ વિના દિગંબરના ભાલપર મસીને કુચે માર્યો અને શ્રી દેવસૂરિને આશિષથી અભિનંદન આપતાં જણાવ્યું કે –“હે મહાત્મન ! તું સિદ્ધાધીશ અને અક્ષત વંશવાળા થા.” પછી બધાના દેખતાં તે આકાશમાર્ગે ચાલી ગઈ. - ત્યારે રાજાએ તુષ્ટિદાનમાં એક લક્ષ દ્રવ્ય આપવા માંડયું. પણ નિ:સ્પૃહ અને નિગ્રંથ એવા આચાર્યો તેને નિષેધ કર્યો, એટલે ગણુ ગંધર્વ અને સિદ્ધાદિક દેએ પૂર્વે પણ જોયેલ એ પ્રવેશ-મહત્સવ રાજાના આદેશથી પ્રવૃર્તમાન થયો ત્યારે સમસ્ત વાજિંત્રોના નાદપૂર્વક કુલીન કાંતાઓના સંગીત મંગલ થતાં શ્રીદેવસૂરિએ વસતિમાં પ્રવેશ કર્યો. એવામાં રાજાના ચારણે સદા ઔચિત્ય કૃત્યને જાણનાર એવા શ્રીદેવાચાઈને ઉચ્ચ સ્વરે આશિષ આપતાં જણાવ્યું કે–અત્યંત સંતોષ અને નિસ્પૃહ વચનથી જેમણે કામ, હિંસાદિકથકી નિવૃત્ત કરીને દિગંબર વાદીને શમાદિકમાં સ્થાપન કર્યો અને રાજ તરફથી અપમાન પામતાં વાદીને જેણે પુણ્યમાર્ગે વાળ્યો તથા પવિત્ર મતિથી જેને વિભૂષિત કર્યો, એવા શ્રીદેવસૂરિ આનંદ પામેજયવંત વૉ.” * * વળી શ્રીસિદ્ધહેમ નામના શબ્દનુશાસનમાં સૂત્રધાર શ્રીમાન હેમચંદ્ર પ્રભુએ કહ્યું છે કે-“જે દેવસૂરિરૂપ સૂર્ય કુદચંદ્રને ન જીત્યા હતા, તે જગતમાં કયો વેતાંબર કટિપર વસ્ત્ર ધારણ કરત ?" ત્યાં જાણે સિદ્ધાંતની મૂર્તિ હોય એવા શ્રી ચંદ્રસૂરિએ શાસન-ઉદ્ધારમાં ફર્મ સમાન એવા શ્રી દેવસૂરિને શાસનની ધુરા સેંપી. એટલે શ્રી દેવસૂરિરૂપ સૂર્ય સિંહાસન પર આરૂઢ થતાં મહાત્માઓના ચરિત્ર પણ તેમની પ્રતિષ્ઠામાં ન આવી શક્યા. તે વખતે ગચ્છમાં રહેલ સમસ્ત શ્રી સંઘને પ્રકાશમાન તે રાત્રિ હર્ષને લીધે નિદ્રા વિના ક્ષણવારમાં વ્યતીત થઈ ગઈ, એવામાં પ્રભાત થતાં સાધુઓએ પડિલેહણ માટે ઉપધિ જોઈ, તે ઉંદરેએ ઉપદ્રવ કરીને તેના કટકેકટકા કરી નાખ્યા હતા, એટલે પ્રવર્તકે ગુરૂ મહારાજને તે નિવેદન કરતાં તેમણે જણાવ્યું કે –“દિગંબરે મને પણ પોતાની સમાન વેષધારી (નગ્ન) કરવા ઈચ્છે છે, પરંતુ ગુરૂના પ્રસાદથી તેને પ્રતીકાર કરવાની મારામાં શક્તિ છે.” પછી તેમણે એક શિષ્ય પાસે કાંજીથી ભરેલ એક કુંભ મગાવ્યો. તેનું મુખ લોટના પિંડથી બાંધીને તે અંદર મૂકાવ્યો. તેને મંત્રીને સાહસી એવા તેમણે સર્વત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust