________________ શ્રી દેવરિચરિત્ર (283) બાળકને માટે જે તે લક્ષણ બાંધ્યું, તે પણ અતિમુક્તક સાધુના દષ્ટાંતથી સદેષિત થયેલ પૂર્વ સિદ્ધાંતથી એને ઉપનય અસિદ્ધ છે, અને તેથી નિગમન પણ દૂષિત છે, કારણ કે તે અનુમાનથી જ સાબીત થાય છે.” એ પ્રમાણે પરપક્ષને દૂષિત કરી પોતાના પક્ષને સ્થાપન કરતાં સ્ત્રી નિવણને સિદ્ધ કરવા માટે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે-“પ્રાણીઓ સત્વની વિશિષ્ટતાથી સ્ત્રીભવમાં પણ નિવૃતિ પામી શકે. કુંતી, સુભદ્રા વિગેરે સર્વાધિક સ્ત્રી મારા જેવામાં આવી છે અને આગમમાં તેમના દષ્ટાંત મોજુદ છે. એટલે સ્ત્રીઓ પણ મહાસત્ત્વયુક્ત હોય છે અને તેથી તેઓ મેક્ષે પણ અવશ્ય જાય છે” એમ કહી દેવસૂરિ વિરામ પામ્યા ત્યારે દિગંબર વાદી બોલ્યા કે–એ યુક્તિઓ તમે ફરી બેલી જાઓ, એટલે આચાર્ય તે ફરીવાર બેલ્યા. એમ ત્રણ વાર બોલી ગયા, છતાં એ વાત પર તેણે લય ન દીધું. એમ ન જાણવાથી તે તેમને દૂષિત ન કરી શક્યા. ત્યારે પ્રતિવાદીએ જણાવ્યું કે –“આ વાણમાં અબે એજ તારો પ્રગટ ઉત્તર છે.” એટલે દિગંબર કહેવા લાગ્યું કે–આ જલ્પ (વાદ) વસ્ત્રપર લખી લે.” ત્યારે મહષિ બોલ્યો કે –“વાદ મુદ્રા સંપૂર્ણ થઈ લાગે છે. અહીં દિગં. બર જીતાયો અને વેતાંબર વિજય પામ્યા.” એમ રાજાએ કબુલ કરતાં એ પ્રયોગ કેશવે લખી લીધે, ત્યારે તેને દૂષિત થયેલ જાણી દૂષણ ભેદીને પોતાના પક્ષને સ્થાપન કરતા બોલ્યા, તેમાં દૂષણરહિત કેટકટિ શબ્દનો તેમણે પ્રયોગ કર્યો. આથી વાદીએ જણાવ્યું કે-એ અપશબ્દ છે.” એટલે પ્રધાન સભાસદ ઉત્સાહ કહેવા લાગ્યો કે–પાણિનિએ સૂચન કરેલ એ શુદ્ધ શબ્દ છે. કારણ કે કેટાકેટિ, કટિકેટ અને કટિકેટિ એ ત્રણ શબ્દો પાણિનિએ બરાધર સિદ્ધ કર્યા છે અને તે આહંત મતને માન્ય છે, માટે એ પ્રયોગ નિવારવા લાયક નથી. આથી તે તેને પોતાને જ બંધાઈ જવાનો વખત આવ્યો. તે હવે કદાગ્રહથી નિવૃત્ત થા. " ત્યારે દેવસૂરિને પ્રત્યુત્તર આપવામાં અસમર્થ એવો વાદી દિગંબર વિલક્ષ અને અનુત્તર બનીને કહેવા લાગ્ય–હે મહારાજ ! શું કહેવું, દેવાચાર્ય મહા– વાદી છે.” - ત્યાં રાજાએ કહ્યું–‘તું પ્રમત્ત ન બનીને કહે કે હું એજ પ્રમાણે કહીશ.” ત્યારે વાદી કંઈ પણ મુખથી બેલી ન શકે. એટલે અન્ય સભાસદે તાળીઓ પાડવા લાગ્યા. પછી રાજાએ પોતાના પુરૂષો પાસે સંબંધવિધિ લખાવીને શ્રી દેવસૂરિને જ્યપત્ર અર્પણ કર્યું. - ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે–અમારે કાંઈક કહેવાનું છે. શાસ્ત્રીય વાદમુદ્રામાં વાદીને જે નિગ્રહ અને પરાજય થયે, તેથી તેને તિરસ્કાર કઈ કરશો નહિ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust