________________ (286) શ્રી પ્રભાવક ચરિત્ર. , એકદા પિમ્પલવાટક નામના અરણ્યમાં જતાં ગુરૂરાજે શાલને રેખા માત્રથી નિષેધ કર્યો અર્થાત તેને અટકાવી દીધે, ત્યાં વનભૂમિમાં વિહાર કરતાં બાલ વૃદ્ધાદિ સાધુઓ ક્ષુધાદિની બાધાથી વ્યાકુળ થવા લાગ્યા. કારણ કે તે વખતે અન્ય કાંઈ ઉપાય ન હતો. એવામાં આચાર્યે ગચ્છની ચિંતામાત્ર કરતાં એકમાત્ ત્યાં કોઈ સાથે આવી ચડયો, તેણે સાધુઓને પ્રાસુક ભક્ત પાનાદિક વહેરાવ્યા. પૂર્વે અગત્યઋષિએ સમુદ્રનું પાન કરેલ જેઈને પરવાદિરૂપ અગત્યને અગમ્ય એવું સ્યાદ્વાદરત્નાકર નામે નવું શાસ્ત્ર તેમણે બનાવ્યું કે જે સ્વાદિષ્ટ વચનામૃતયુકત તથા પ્રમેયરૂપ સેંકડે રત્ન સહિત અને લક્ષ્મી (અભુત રચના)થી વિભૂષિત છે. એ પ્રમાણે અનેક અતિશયયુક્ત અને સદા જ્ઞાન ધ્યાનમાં તત્પર એવા શ્રી દેવસૂરિ મહારાજે મ્યાશી વર્ષ વ્યતીત કર્યા. પછી શ્રી ભદ્રેશ્વરસુરિને ગચ્છને ભાર સેંપીને પોતે જૈનપ્રભાવનાથી સ્થિર એવા આત્મકલ્યાણુમાં નિમગ્ન થયા, એટલે વિક્રમ સંવત્ 1226 ના શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં સપ્તમી અને ગુરૂવારના દિવસે પાછલા પહેરે મનુષ્ય લેકના ભવ્યને પ્રતિબંધ પમાડીને જાણે ઇંદ્રને બાધ કરવાની ઈચ્છા થઈ હોય એમ સમજીને શ્રીદેવસૂરિ સ્વર્ગે ગયા. સંવત્ 1143 માં તેમનો જન્મ થયે, 1552 માં તેમણે દીક્ષા લીધી અને 1174 માં તેઓ આચાર્ય પદ પામ્યા એમ નવમે વર્ષે તેમણે દીક્ષા લીધી અને તે પછી એકવીશમે વર્ષે આચાર્યપદે આવ્યા. બધું મળીને તેમણે ત્યાશી વર્ષનું આયુષ્ય ભેગવ્યું. ; ' એ રીતે ક્ષુદ્ર વાદીઓના પ્રવાદને હઠાવનાર, સત્વહીન જનેને અલભ્ય તથા જિનશાસન અને ભવ્યાત્માઓને વિકાસ પમાડનાર શ્રીદેવસૂરિનું શ્રેષ્ઠ ચરિત્ર આજ કાલના ભવ્ય જનેને કલ્યાણકારી થાઓ તથા સેંકડો પંડિત જનના અભ્યાસમાં આવતાં તે યાવચંદ્રદિવાકરે જયવંત વર્તે. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રી રામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાવચંદ્રસૂરિએ પિતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યો સંશોધન કરીને શુદ્ધ કરેલ, શ્રીપૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી દેવ સૂરિના ચરિત્રરૂપ આ એકવીસમું શિખર થયું. - જે ગુરૂ સંસારી પ્રાણીઓને, દુઃખને દૂર કરવા સમર્થ તથા કલ્પવૃક્ષ અને ચિંતામણિરન કરતાં પણ અભુત અર્થ (દ્રવ્ય) ને આપે છે, તથા જેમના નામરૂપ મંત્રના સ્મરણથી પ્રદ્યુમ્ન મુનિ આચાર્યપદના અધિકારી થયા, એવા શ્રીમાન કનક પ્રભસૂરિનું મારાથી યથાર્થ વર્ણન શી રીતે થઈ શકે? ઇતિશ્રી દેવસૂરિપ્રબંધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust