________________ શ્રી દેવરિચરિત્ર. ( ર૭૯) બરના પરાજયમાં તમારી ઈચ્છાનુસાર ધન અપાવે કારણ કે આ ધન તેટલા માટે જ ઉપાર્જન કરેલ છે.” - ત્યારે શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે “કદાચ ભારતીની પ્રસાદથી જય ન થાય, તે સત્યજ્ઞાનીઓને સંકોચ કે ઉલ્લાસ પામવાનું શું કારણ છે?” એટલે થાહડ બોલ્યો–“હે નાથ! ત્યાં રહેલ શાંબરે ધનનો વ્યય કરતાં કેશાધ્યક્ષથી ગાંગિલાદિકને વશ કર્યા છે. ગુરૂએ જણાવ્યું–‘હજી દેવગુરૂ જાગ્રત છે, માટે તમારે અસ્થાને દ્રવ્યને વ્યય ન કરવો.’ એવામાં નગરની અંદર આવેલ કુમુદચંદ્ર વેતાંબરનો જય કરવાની પિતાની ઉન્નતિ બતાવવા માટે પત્ર લટકાવી દીધાં. એટલે યતિઓના દરેક ઉપાશ્રયે વશ દિવસ જળ-તૃણ મૂકીને વાદ્યો વગડાવ્યા. તેના પક્ષમાં ત્રણ કેશવ સભ્ય થઈને રહ્યા, તેમજ બીજા પણ નૂતનદર્શની બધા તેના પક્ષમાં ગયા. તે વખતે થાહડે જયલક્ષમીના શૃંગારરૂપ ત્યાં રાજદ્વાર પર લટકતું પત્ર ફાડી નાખ્યું, એટલે સિદ્ધરાજે શ્રીપાલના મુખથી બધો વૃત્તાંત જાણીને તેણે શ્વેતાંબર અને દિગંબરને ત્યાં બોલાવ્યા, અને સભાની વ્યવસ્થા કરીને સત્વર પિતાના દૂતને મોકલ્યા તેમજ તેમને સંવાદ ઉતારી લેવા માટે ગાંગિલ મંત્રીને તેણે આદેશ કર્યો, પછી મંત્રીએ લક્ષમીના વ્યય માટે શ્રી દેવસૂરિને બેલાવ્યા. - એવામાં કઈ બ્રાહ્મણ આવીને કંઈક જાત્યનુભવથી પિતાની વિશિષ્ટતા બતાવવાની ખાતર કહેવા લાગ્યા:દંતસમૂહના પરિચયથી પોતાની સ્થલ સ્તુતિ તથા ભિક્ષાપિંડની ભક્ષણવિધિમાં પવિત્રતા સાંભળીને અહો ! શરીરશુદ્ધિને વિષયમાં જળ તો જેમને સાક્ષી રૂપ છે, તે વેતાંબરે પણ કૌતુકથી ઇશ્વર સમક્ષ જ૫ત્સવ–વાદ શા માટે ઈચ્છતા હશે ?" ત્યારે દેવસૂરિ મ્યુર્તિ લાવીને બોલ્યા કે—ધીવર ( મચ્છીમાર ) મીમાંસા અને આસક્તિયુક્ત હોય છે, તેથી શૌચાચારની વિચારણા તમને ઉચિત છે. પરંતુ કહ્યું છે કે–વિચાર કરો કે અહો ! જઠરના મધ્ય ભાગમાં રહ્યા છતાં અલ્પ મળ જે જળથી દૂર થઈ શક્તા નથી, તે અરૂપી આત્મામાં રહેલ પાતક રૂપ કાદવ તે જળથી શી રીતે દૂર થઈ શકે? અર્થાત ન થઈ શકે.” એવામાં માણિજ્ય નામે શિષ્ય બે કે-આ બ્રાહ્મણને શો દોષ છે? વિવેકમાં બહસ્પતિ સમાન અહીં સિદ્ધરાજ ઉપાલંભ પાત્ર છે. તેમાં સંસ્કાર અને સત્રપાલનમાં હદની સ્થિતિ ચાર પ્રકારની છે અને અન્ય અન્ય રૂપથી શરીર, મન, વચન અને કાયા રૂપ છે. કર્તવ્યશાળી પુરૂને સદા અકૃત્ય અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . ,