________________ ( ર૮૦ ) શ્રી પ્રભાવક ચરિત્ર. કૃત્યની તુલના હોય છે. અહીં બ્રાહ્મણનું જે પ્રધાનત્વ છે, તે દશને વિડંબના રૂપ છે. ' - એ પ્રમાણે ઉહાપેહથી થયેલ સંબંધ તેમણે ગાંગિલ મંત્રીને ન આપ્યો. પછી પ્રભાતે આવેલ ગાંગિલ મંત્રીને રાજાએ પૂછયું કે “બંને વાદીઓને સંબંધ તમે લખી લીધો છે કે નહિ ?" એટલે તેણે જણાવ્યું કે– એમની અપવિત્રતાથી રાજસભાની સ્થિતિ ઉચિત ન લાગી, તેથી મેં સંબંધ લખ્યો નથી.” આથી સમુદ્ર જેમ વડવાનલને ધારણ કરે, તેમ હદયમાં કોપાનલને ધારણ કરતો રાજા કહેવા લાગ્યો કે– એ પ્રમાણે સદસતુ મનુષ્યના વિશેષને જાણનાર એવા તારા માટે જે વ્યય થાય છે, તે અલંકારથી આરોપણ કરેલ પ્રશંસા સમાન છે. પ્રાણ જનોનો ગૌર વર્ણ પણ કાળ જેજ ભાસે છે. પરંતુ આ સંબંધમાં તારે લેશ પણ દોષ નથી, પણ મારું જ અવિચારીપણું છે, પરંતુ તું નાગર–નગરવાસી છતાં દર્શનશાસ્ત્રથી બાહ્યા હોવાથી એક ગ્રામ્યની જેમ અંતર્દષ્ટિ રહિત છે, જેથી ગુણેને દોષ રૂપ કરીને બેસે છે. વળી એ એક તારૂં મહાભાગ્ય કે તે બ્રહ્મચારીએ વાદ કરતાં પણ તને શાપશ્રાપથી ભસ્મીભૂત ન કર્યો. માટે હવે તેને સત્કાર કરીને બંને વાદીઓના વાદ સમયે જય પરાજયનો સંબંધ લખીને મને અત્યારે જ સમર્પણ કર.' એ પ્રમાણે રાજાને આદેશ ગ્રહણ કરીને સ્વામીના સાંત્વન માટે તેણે પિતાના લઘુબંધુને મોકલ્યા. એટલે તેણે પણ તે કામ બજાવીને તેને બેલા. એવામાં રાજાએ વિજયસેન નામના પંડિતને ત્યાં મોકલ્યો, કારણ કે પ્રધાને પતે જવું ઉચિત ન હતું. પછી તેમણે આ પ્રમાણે લેખ લખીને રાજા પાસે મોકલ્યો કે-જે દિગંબર જીતાય, તે એક ચેરની માફક તેને પકડીને તિરસ્કાર 'પૂર્વક નગર થકી બહાર કહાડી મૂકો. અને જે વેતાંબર હારે, તો તેના શાસનને ઉચછેદ કરીને દિગંબર મતનું સ્થાપન કરવું. કારણ કે પછી તે. અહીં શા માટે રહે?” .. . } એ રીતે પક્ષ કરવામાં આવેલ છતાં બન્નત્ત એવા તેમણે તે સંબંધ માન્ય રાખ્યો. પછી સિદ્ધરાજે શ્રીપાલ કવીશ્વરને શિખામણ આપીને અત્યંત વાત્સલ્યથી તેને દેવસૂરિ પાસે મોકલ્યો. એટલે તેણે જઈ, પ્રણામ કરીને ગુરૂ સમક્ષ રાજાને સંદેશ સંભળાવતાં જણાવ્યું કે– સ્વદેશી કે પરદેશી પંડિત બધા મને માનનીય છે, છતાં તે બંધ ! વાદલીલામાં તમારે એવી રીતે બોલવું કે મારા શ્રેયને માટે દેશાંતરીનો પરાજય થાય. તમે વિદ્યમાન હોવાથી જ મારા ધનની આવી દઢ અવસ્થિતિ છે, માટે આપણું સભાને લજા પામવાને વખત ન આવે, એવી રીતે તમારે વાદ કર.” P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust