________________ (278 ) શ્રી પ્રભાવક ચારx. શકે.” એ પ્રમાણે તેણે બધું લક્ષ્ય પૂર્વક સાંભળીને જણાવ્યું કે –“ભલે એમ થાઓ. હું ત્યાં આવીશ.” એમ વાદીએ કહેતાં તરત તેને છીંક આવી, તે તેનું અપશુકન સમજી, ગુરૂ પાસે આવતાં તેણે કહી સંભળાવ્યું. પછી શુભ દિવસે સૂર્ય મેષલગ્ન, ચંદ્રમા સાતમે અને રિપુદ્રોહી રાહુ છઠે લગ્ન સ્થિત રહેતાં શ્રી દેવસૂરિ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. તે વખતે તેમને શુભ શુકન થયાં. એટલે જમણી આંખ ફરકી તથા શિર પણ બહુજ ફરક્યું, આકાશમાં મયૂર આડે ઉતરતાં દષ્ટિગોચર થયું અને તેણે શબ્દ પણ કર્યો. વિદ્ગોને નિવારનાર મૃગલાંઓએ તેમની પ્રદક્ષિણા કરી તથા લેકેએ પૂજિત પ્રતિમાયુકત તીર્થકરને રથ તેમને સન્મુખ મળે. ઈાિદિ નિમિત્તોથી શ્રેષ્ઠતાને પામેલા આચાર્ય મહારાજ વિના વિલંબે પાટણ નગરમાં પહોંચ્યા. એટલે ઉત્કંઠિત થયેલ શ્રી સંઘે તેમનો પ્રવેશ-મહત્સવ કર્યો. પછી શુભ સમયે તેઓ સિદ્ધરાજને મળ્યા. - હવે પેલે ચારણ દિગંબર પાસે જતાં પુનઃ શ્રી દેવસૂરિને સંદેશો ફુટ વચનથી કહેવા લાગ્યા કે-“હે મહાત્મન ! તમે મદ મૂકી ઘો. કારણ કે તે પુરૂષાને મહાસંકટ આપે છે. પૂર્વે રાવણે શલાકાપુરૂષ છતાં મદથી તે ભારે આપત્તિ પામ્ય..” એ પ્રમાણે કહીને વૈતાલિક-ચારણ મન રહેતાં દિગંબર બોલી ઉઠ્યા કે–વેતાંબરે કથાના જ્ઞાતા હોય છે, તેમનું તેજમાત્ર જીવિત છે. એટલે હું કાંઈ તેમની કથાથી ભય પામનાર નથી, હું તો કેવળ વાદથી પ્રસન્ન છું, કે જેથી સ્વપરનું પ્રમાણ જાણવામાં આવે તેથી રાજા પાસે જવાનું છે તેણે જણાવ્યું, તે તે ઉચિત જ થયું. માટે વાદમાં ઉભા રહીને એ પ્રમાણે કરીએ. તો આજે આપણે પણ ત્યાં અવશ્ય જઈએ.” એમ કહીને તે સુખાસન-પાલખી પર આરૂઢ થયા. એ વામાં તેને પુન: છીંક આવી, એટલે તે વિચારવા લાગ્યું કે એ તે લેમને વિકાર શબ્દ છે, મારા જેવાએ તેમાં આસ્થા શી રાખવી? અથવા તો તેથી પણ જીન્હાને કદાચ વધારે શ્રમ વેઠ પડશે, પણ અન્ય કાંઈ પ્રતિઘાત થાય તેમ નથી. જે કે વાદને માટે એ છીંક આપણને અટકાવે છે, તથાપિ આપણે તે જવાનું જ છે.” એમ કહીને તે આગળ ચાલ્યો, ત્યાં કાલરાત્રિના કટાક્ષ સમાન કાળો નાગ આડે ઉતર્યો. એ અપશુકનના સંભ્રમથી તેને પરિવાર વિલંબ કરી રહેતાં બોલ્યા કે- આપણું સ્વામીનું આ કામમાં કુશળ દેખાતું નથી.” ત્યારે દિગંબર વાદી કહેવા લાગ્યો કે–એ સર્પ નથી, પણ શ્રી પાર્શ્વનાથ ના તીર્થાધિષ્ઠાયક ધરણંદ્ર આ કાર્યમાં સહાયતા આપવા માટે મને દર્શન દેવા આવ્યો હતો. ઇત્યાદિ અપશુકનથી પ્રતિઘાત પામતાં પણ અને પિતાના પરિવારથી પણ નિષેધ પામ્યા છતાં વાદી દિગંબર અણહિલપુરમાં આવી પહએ. હવે શ્રી દેવસૂરિએ નગરમાં પ્રવેશ કરતાં થાહડ નાગદેવ તેમની સન્મુખ આવ્યા, તેમણે નમસ્કાર કરીને આચાર્યને વિનંતિ કરી કે હે ભગવન! દિગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust