________________ શ્રી દેવરિ–ચરિત્ર. : ( 75 ) સિદ્ધરાજ રાજાએ તે નગરને ઘેરે ઘાલ્યો, પણ ત્યાં શ્રી દેવસૂરિ હજી બિરાજમાન છે, એમ સમજીને તે પાછો ફર્યો અને ચિતવવા લાગ્યો કે--મારા તે મિત્ર અહીં નગરમાં વિદ્યમાન છે, માટે દુર્ગ લઈ ન શકાય.” પછી તેણે આચાર્ય મહારાજને રાજાએ ભક્તિ પૂર્વક પાટણમાં બોલાવ્યા, ત્યાં વર્ષાકાળમાં તેમને રાખીને પોતે આલ્હાદન રાજા પર ચડાઈ કરી અને સિદ્ધરાજે સત્વર દુર્ગ કજે કરી લાવે. પછી એકદા ઉત્કંઠિત થયેલ કર્ણાવતીના શ્રીસંઘે ચાતુર્માસને માટે ભક્તિ પૂર્વક શ્રીદેવસૂરિને બોલાવ્યા, એટલે શ્રી સંઘના આદેશને માન આપીને આચાર્ય ત્યાં પધાર્યા અને સિદ્ધ-ઉપાશ્રયમાં આવીને તેમણે ત્યાં રહેવાનો નિશ્ચય કર્યો. તેઓ અરિષ્ટનેમિના પ્રાસાદમાં વ્યાખ્યાન ચલાવતા અને તે સાંભળતા ઘણા અજ્ઞ જને પ્રતિબોધ પામ્યા. આ - હવે કર્ણાટકના રાજા અને શ્રી સિદ્ધસેનની માતાના પિતા શ્રી જયકેશિ રાજાને ગુરૂ દક્ષિણ દેશમાં વસનાર, અનેક વાદીઓને જીતનાર, વાદિપત્રકની પદ્ધતિને ડાબે પગે વહન કરનાર, ગર્વરૂપ પર્વત પર આરૂઢ થયેલ, તે જૈન છતાં જૈન મતને દ્વેષી, દપરૂપી સપના કરંડીયા સમાન, વાદીઓમાં ચક્રવતી, વર્ષાકાળને વ્યતીત કરવા શ્રીવાસુપૂજ્ય સ્વામીના ચૈત્યમાં રહેલ, શ્રીદેવસૂરિના ધર્મવ્યાખ્યાનની ઈર્ષ્યા લાવનાર એવો કુમુદચંદ્ર નામે દિગંબર હતું. તેણે પિતાના વચનથી ચારણને વાચાલ બનાવી ને સમતાવંતમાં અગ્રેસર એવા શ્રીદેવસૂરિ પાસે મોકલ્યા. તેમાં મુખ્ય ચારણ સૂરિને ક્રોધમાં લાવવા માટે દિગંબરની સ્તુતિના કાવ્યો બોલવા લાગ્યું. વળી તેણે સ્તુતિ કરતાં જણાવ્યું કે—શાસ્ત્ર અને વિદ્યાના સ્થાનરૂપ તથા જેમની અસાધારણ અને શાસ્ત્રારગામિની મતિ જોતાં વીણા-૫સ્તકને ધારણ કરનારી તથા વેદપ્રવીણ સરસ્વતી પણ વિસ્મય પામે છે, માટે બ્રહ્મવ્રતમાં રહી તેમની ઉપાસનામાં આસ્તિક બનીને વેતાંબરો પરમ આનંદ મગ્ન કેમ થતા નથી ? વળી તે તો વેતાંબરોને જાગ્રત કરવા એટલે સુધી કહે છે કે—હવેતાંબરે! તમે મિથ્યા આડંબર અને વચનરચનાથી મુગ્ધ જનેને અતિવિષમ સંસારરૂપ ખાડામાં શામાટે નાખો છો ? જે તવાતવની વિચારણામાં લેશ પણ તમારી ઈચ્છા હોય, તે રાતદિવસ કુમુદચંદ્રના ચરણયુગલનું સત્ય રીતે સેવન કરે.” એવામાં દર્શનને પ્રતિકૂલ વાણું સાંભળતાં રોષને ધારણ કરનાર, શ્રીદેવસૂરિને માણિક્ય નામે એક પ્રધાન શિષ્ય કહેવા લાગ્યો કે–સિંહના કંઠપર રહેલા કેસરાને પિતાના પગથી કોણ સ્પર્શ કરે? તીક્ષણ ભાલાવતી પોતાના નેત્રને ખંજવાળવા કેણ ઈછે? શેષનાગના શિરપર રહેલા મણિને લેવાની કેણુ હિમ્મત કરે? કે જે વંદ્ય વેતાંબર દર્શનની આવી નિંદા કરે છે?” એટલે શિખ્યામાં માણિક્ય સમાન એવા માણિક્ય શિષ્યને શ્રી દેવસૂરિ કહેવા લાગ્યા કે-“હે વત્સ કર્કશ બોલનાર એ દુર્જનપર ક્રોધ કરવાને અવકાશ નથી.’ . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust