________________ (ર૭૬) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે આવેલ બંદિરાજ બોલ્યો કે–“હે ચણાચાવનાર વેતાંબર ! એ વાદી તમારી વેતાંબરરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે અને વેતાંબરરૂપ મચ્છરને પરાસ્ત કરવામાં ધગ્ર સમાન છે. વળી વેતાંબરને મશ્કરીથી હસી કહાડવામાં કુમુદચંદ્રપ્રભુ સૂત્રધાર સમાન છે. હવે અહીં અન્ય વચનના આડબરથી શું ? તારે કંઈ કહેવું હોય, તે સ્પષ્ટ જણાવી દે.’ એટલે દેવસૂરિ ગુરૂ કહેવા લાગ્યા કે–અમારા દર્શનમાં વ્રતધારીને અહંકાર લાવવાનું કહેલ નથી તેપણ દિગંબરશિરોમાણ મારા બંધુને એક સંદેશા સંભળાવજે કે-હે સુજ્ઞ ! ગુણમાં વિમુખ રહેવું તે યોગ્ય નથી, કારણ કે જેમ લક્ષમી પંકજમાં વસે છે, તે ગુણ ગ્રહણ કરવામાંજ જ્ઞાનનું ફળ છે. માટે મદને ત્યાગ કરીને પોતાના ગુણોને પ્રશમરસયુક્ત બનાવ. કારણ કે દમ-ઇંદ્રિયદમન અ મુનિઓનું ભૂષણ છે અને તે મદને ક્ષય કરવાથીજ રહી શકે છે.” એમ આચાર્યું કહેતાં તે ચારણે પિતાના વાદી મુનિ પાસે જઈને તે વાત બધી નિવેદન કરી જે સાંભળતાં તે કુમુદચંદ્ર બોલ્યો કે-“પ્રશમશબ્દથી ઉત્તર આપ, એ મૂખ સાધુઓનું લક્ષણ છે. આ ઉત્તેજન તો એવું છે કે એની વિદ્યાકળા ખરી રીતે ચિત્તને પીડવારૂપ જણાય છે.” એમ ધારીને તે પોતાના શિષ્ય મારફતે વેરાનુબંધની ચેષ્ટાથી તે માળે આવેલ વેતાંબર સાધુઓને બહુજ સતાવવા લાગ્યા. એમ ઉપસર્ગ થયા છતાં દેવસૂરિ મેરૂની જેમ નિષ્કપ રહ્યા, ત્યારે તે દિગંબર પોતાની દુષ્ટતાને ઉચિત અવશિષ્ટ કર્મ કરવા લાગ્યું. એટલે એકદા પોતાના ચૈત્ય પાસે થઈને ગોચરી માટે જતી એક વૃદ્ધ સાધ્વીને તે ઉપસર્ગ કરવા તત્પર થયો, ત્યાં સાહસી એવો તે દિગંબર આકાશ-વૃક્ષના પલવ સમાન પલોને એક કુંડામાં ભરીને તેમાં તે સાધ્વીને નચાવવા લાગ્યો. ત્યારે લોકોમાં તેને એવો અવર્ણવાદ થયો કે–“અહો ! આ દુષ્ટ પાપી દિગંબર, વૃદ્ધ સાધ્વીને વિડંબના પમાડે છે.” પછી કેટલાક દયાળુ પુરૂષોએ છેડાવતાં તે સાધ્વી આચાર્ય મહારાજના ઉપાશ્રય આવી અને ગદ્ગદ શબ્દથી તે હકીકત કહેવા લાગી. ત્યારે આચાર્યો તેને પૂછયું કે–તેણે તારૂં શું અપમાન કર્યું ?" એટલે જરા અને શોકથી દબાયેલ સાધ્વીએ તેમની આગળ વ્યક્ત સ્વરે બધે વ્યતિકર કહી સંભળાવ્યો અને પુન: તે કહેવા લાગી કે—મારા ગુરૂએ તમને વૃદ્ધિ પમાડ્યા, ભણાવ્યા અને આચાર્યપદે સ્થાપ્યા, તે ખરેખર ! અમારા જેવાની વિડંબના માટેજ ! બીભત્સદની આ દિગંબરે પિતાના દુષ્ટ જનોના હાથે, રાજમાર્ગે જતાં મને અનાથની જેમ ભારે ઉપદ્રવ પમાડ્યો, તે આ નિષ્ફળ તમારી વિદ્વત્તા અને પ્રભુતાનું ફળ શું? જે હાથમાં રહેલ શસ્ત્રથી શત્રુ ન હોય, તો તેવા શસ્ત્રથી શું? શમ અને સમતારૂપ મહાલતાનું ફળ શુ દઢ પરાભવ હશે ? રાહુ પોતાની ઈચ્છાનુસાર ચંદ્રમાને ગ્રસ્ત કરે છે અને મૂકી દે છે. આજે તમારા પરાક્રમને સમય છે અને વિદ્યાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust