________________ ( 258 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. રૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને માટે કર્યો. વળી પંચાશ્રય નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગર વસાવીને તેને રાજ્ય આપ્યું તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચિત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરૂને ભારે આદર સત્કાર કર્યો. તે વખતે શ્રી સંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે– સંપ્રદાયનો ભેદ કહાડી નાખવાથી લઘુતા થવા પામી છે. માટે ચૈત્ય–ગચ્છવાસી યતિઓને સંમત હોય, તે મુનિ અહીં રહી શકે. પણ તેમને સંમત ન હોય તેવા મુનિઓ આ નગરમાં આવીને રહી ને. શકે. તો હે રાજન ! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ. આવી સ્થિતિ છે, માટે હવે તમે આદેશ કરે તે પ્રમાણે કરીએ.” ત્યારે રાજાએ જણાવ્યું કે– પૂર્વ રાજાઓના નિયમને અમે દઢતાથી પાળીએ છીએ, પરંતુ ગુણ જનોની પૂજાનું ઉલ્લંઘન અમે કરવાના નથી. તમારા જેવા સદાચારનિષ્ઠ પુરૂષોની આશિષથી રાજાએ પોતાના રાજ્યને આબાદ બનાવે છે, તેમાં કઈ જાતનો સંશય નથી. તે અમારા ઉપરોધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખો.” એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું. એવામાં પુરોહિત કહેવા લાગ્યું કે –“હે સ્વામિન ! એમના આશ્રયને માટે આપ પોતે નિવાસભૂમિ આપો.” આ વખતે જ્ઞાનદેવ નામે શિવ દર્શનને પૂજ્ય પુરૂષ ત્યાં આવ્યું કે જે ક્રૂર મુદ્રાના બિરૂદને ધારણ કરતો હતો. એટલે રાજાએ અસ્પૃસ્થાનપૂર્વક સત્કાર કરીને તેને પોતાના આસન પર બેસાર્યો. પછી જણાવ્યું કે–“હે પ્રભો ! આજે તમને કંઈક નિવેદન કરવાનું છે, તે એ કે જૈન મુનિઓ અહીં આવેલા છે, તેમને ઉપાશ્રય આપ.” ત્યારે તે શૈવદશની હસતા મુખે કહેવા લાગ્યો કે–નિષ્પા૫ ગુણ જનની તમે અવશ્ય પૂજા કરે. અમારા ઉપદેશનું એજ ફળ છે. બાલભાવનો ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એજ જિન છે. દશમાં ભેદ રાખવે એ મિથ્યામતિનું લક્ષણ છે. નિસ્તુષ ડાંગરની દુકાનોના મધ્ય ભાગમાં રહેલા અને ત્રણ પુરૂષને આશ્રિત એવી ભૂમિ પુરોહિત ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ લે. તેમાં સ્વ–પર પક્ષથી થતા સમસ્ત વિનનું હું નિવારણ કરીશ.” એટલે પુરોહિતે તે વાતને સ્વીકાર કરીને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી વસતિ (ઉપાશ્રય) ની પરંપરા ચાલુ થઈ, કારણ કે મહાપુરૂષોએ જે સ્થાપન કરેલ હોય, તે વૃદ્ધિ પામે છે, તેમાં કંઈ સંશય નથી. ત્યાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર કલાક પ્રમાણુ બુદ્ધિસાગર નામનું નવું વ્યાકરણ રચ્યું. હવે એકદા વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ પુનઃ ધારા નગરીમાં પધાર્યા, કારણ કે તેવા પુરૂષરનું દર્શન પુણ્યવંત જનજ પામી શકે. ત્યાં ત્રણ પુરૂષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust