________________ ( 256 ) શ્રી પ્રભાવક ચરિત્ર. ડનાર તથા સંસારથી પાર ઉતારનાર એવા શ્રી વિદ્ધમાન નામે આચાર્ય હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ચેનો ત્યાગ કર્યો હતો. એકદા વિહાર કરતા વચનરૂપ ધારાથી ભવ્યજનોને નવ જીવન આપતા મેઘ સમાન એવા તે આચાર્ય ધારાનગરીમાં પધાર્યા. તેમને પધારેલ સાંભળતાં શ્રદ્ધારૂપ લક્ષ્મીના સ્વામી એ લક્ષ્મીપતિ શેઠ પ્રધુમ્ન અને શાબની સાથે લક્ષમીપતિ (કૃષ્ણ)ની જેમ તે બંને બ્રાહ્મણને લઈને ગુરૂમહારાજને વંદન કરવા ગયો. ત્યાં સર્વ અભિગમપૂર્વક આચાર્યને પ્રણામ કરી શ્રેષ્ઠી ઉચિત સ્થાને બેઠે અને તે બંને વિપ્ર પણ અંજલિ જેડીને ત્યાં બેઠા. એવામાં શ્રેષ્ઠ લક્ષણયુકત તેમની આકૃતિને જોઈને ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે - એમની અસાધારણ આકૃતિ સ્વ–પરને જીતનારી છે.” ત્યાં જાણે પૂર્વભવના સંબંધી હોય તેમ અનિમેષ લોચનથી તે બંને ગુરૂના મુખને જોઈ રહ્યા. આથી ગુરૂ મહારાજે તેમને વ્રત ચોગ્ય સમજી લીધા. પછી ગુરૂએ તેમને દીક્ષા આપી અને તપના નિધાન એવા તેમને યોગના વહનપૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો. સિદ્ધાંતના અભ્યાસથી તેમને યંગ્ય જાણુને ગુરૂએ તેમને સૂરિપદપર સ્થાપન કર્યો. કારણ કે મધુકર સુગંધિ કમળને જ અનુસરે છે. તેઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરૂ મહારાજે તેમને વિહારને માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે-શ્રીપત્તન (પાટણ) માં ચૈત્યવાસી આચાર્યો સુવિહિત સાધુઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ કરે છે. શકિત અને બુદ્ધિથી તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કોઈ પ્રાજ્ઞ નથી.’ એટલે– આપની આજ્ઞા અમને પ્રમાણ છે. એમ કહીને તેમણે ગુજર. ભૂમિ તરફ વિહાર કર્યો, અને હળવે હળવે આનંદપૂર્વક તેઓ પાટણમાં પહોંચ્યા. ત્યાં સારા ગીતાર્થના પરિવાર સહિત તેઓ ઘરે ઘરે ભમવા લાગ્યા પણ શુદ્ધ ઉપાશ્રય ન મળે, એવામાં પોતાના ગુરૂનું વચન તેમને યાદ આવ્યું. : - હવે ત્યાં શ્રીમાન દુર્લભરાજ નામે રાજા હતો કે જે નીતિ અને પરાક્રમના શિક્ષણથી બહસ્પતિનો પણ ઉપાધ્યાય થાય તેવો હતે. ત્યાં મેવર દેવ નામે પુરોહિત હતો. સૂર્ય સુતની જેમ તે બંને આચાર્યો તેના ઘરે ગયા. ત્યાં તેના ઘરના દ્વાર પર પિતૃ–દેવતા સંબંધી બ્રાહ્મતીર્થને સત્યપણે જાણે સ્થાપન કરતા હોય તેમ તેમણે સંકેતપૂર્વક વેદને ઉચ્ચાર કર્યો એટલે દેવતાના અવસરે સારણની શુદ્ધિપૂર્વક ચાર વેદના રહસ્યને પ્રગટ કરતા તે પુરોહિતના સાંભળવામાં આવ્યા. આથી તેમના ધ્વનિના ધ્યાનમાં જાણે સ્તંભાઈ ગયેલ હોય તેમ એકાગ્ર મનથી તેણે સમગ્ર ઇદ્રિના બળને પિતાના બંને કર્ણમાં સ્થાપન કરી દીધું. પછી તે વિચારશીલ પુરોહિતે ભકિતપૂર્વક તેમને બેલાવવા માટે પોતાના બંધુને મોકલ્યો; કારણ કે તેમના વચનામૃતથી તે ભારે સંતુષ્ટ થયો હતો. એવામાં તે બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust