________________ શ્રી અભયદેવસૂરિ–ચરિત્ર ( 255 ) એવામાં “રયાની જેમ મારી પાસેથી લોકો ઉપકારી બને છે અને નિષ્ફરની જેમ મને તે કંઈ આપતા નથી. વળી બ્રાહ્મણો પણ મારી મારફતે દેવતાઓને આહુતિ આપીને તૃપ્ત કરે છે, પરંતુ મને તો તેમનું દાસત્વજ એક ફળ મળે છે.” એમ જાણે કોપાયમાન થયેલ હોય તેમ તેમના પ્રતીકારને સ્વીકાર કરીને અગ્નિએ એક જ દિવસમાં તે નગરીને ભસ્મીભૂત કરી દીધી. એટલે બીજે દિવસે સર્વસ્વનો નાશ થવાથી ખેદ પામેલ લક્ષમીપતિ પેલા લેખના દાહથી વિશેષ ચિંતાતુર થઈ ગાલે હાથ દઈને બેસી રહ્યો. એવામાં અવસર થતાં તે બ્રાહ્મણે તેના ઘરે ભિક્ષા માટે આવ્યા અને તે બધું બળી ગયેલ જોઈ, વિષાદ પામતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે યજમાન ! તારા પર આવી પડેલ કષ્ટથી અમને ભારે ખેદ થાય છે, પરંતુ સર્વ દુઃખ કરતાં અધિક એવી ક્ષુધાથી અમે વ્યાકુળ છીએ, તેથી શું કરીએ ? વળી તમે આવા શેકથી સવહીન જેવા કેમ બની ગયા છે? કારણ કે તમારા જેવા ધીર પુરૂષે સંકટમાં પણ સત્ત્વને મૂકતા નથી.” એ પ્રમાણે તેમનું વચન સાંભળતાં શ્રેષ્ઠી કહેવા લાગ્યા કે –“હે ભૂદેવો ! સાંભળે–લેખના નાશથી જેવું મને દુઃખ થાય છે, તેવું દુ:ખ ધન, અન્ન કે વસ્ત્રાદિકના બળી જવાથી થતું નથી કારણ કે અધમી જનમાં એથી ધર્મને હાનિ પહોંચાડનાર કલહ થવાનો સંભવ છે, પણ શું કરીએ ? " આથી તે વિપ્રે બોલ્યા-અમે ભિક્ષાચર અન્ય કંઈ ઉપકાર કરવાને સમર્થ નથી, પરંતુ તે લેખ અમે તને કહી બતાવીએ.” એટલે ભારે હર્ષ પામતાં શ્રેષ્ઠીએ તેમને પોતાની સામે એક સારા આસન પર બેસાર્યા. કારણ કે લેકે સ્વાર્થ પૂરનારને અવશ્ય માન આપે છે. પછી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, માસ અને અંક (રકમ) સહિત વર્ણ જાતિના નામ અને મૂલ દ્રવ્યની સંખ્યા તથા વ્યાજ સહિત તે લેખ બુદ્ધિબળથી પોતાના નામની જેમ ખડીથી લખી બતાવ્યું, જે પત્રો પર લખી લઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યા કે—અહો! મારી દયા લાવીને આ મારા કઈ ગોત્રદેવે આવ્યા છે શું ? કે જેમણે સ્કૂલના વિના બરાબર અનુક્રમથી પત્રની અપેક્ષા ન રાખતાં પોતાના બુદ્ધિબળથી સમસ્ત લેખ મને કહી સંભળાવ્યો.” પછી હિતને જાણનાર શ્રેષ્ઠીઓ ભેજન વસ્ત્રાદિ અને બહુ માનથી તેમને અત્યંત સત્કાર કરીને તેમને પિતાના ઘરના ચિત્રરૂપ બનાવ્યા. પછી ત્યાં રહેતાં તેમને શાંત અને જિતેદ્રિય સમજીને તે વ્યવહારી વિચારવા લાગ્યા કે—જે એ મારા ગુરૂના શિષ્ય હેય, તો શ્રીસંઘના ભૂષણરૂપ બને.” હવે સપાદલક્ષ નામે દેશમાં કુચ્ચપુર નામે નગર છે કે જે કુશાસ્ત્રને મસીનો કુચડો દેવાને સમર્થ છે. ત્યાં અલ્લે રાજાને પુત્ર, અન્વયયુકત નામધારી ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં પ્રશમલક્ષ્મીથી ગુણોને વૃદ્ધિ પમા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust