________________ (17) શ્રમથવા –વં. જિનશાસનના અલંકારરૂપ, વિદ્વાનોને ચમત્કાર પમાડનાર તથા સર્વના મુગટ સમાન એવા શ્રી અભયદેવસૂરિ તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. અષ્ટાંગયોગને આદરતાં પોતાના અંગને ઉદ્ધાર કરી શ્રુતના નવ અંગને પ્રકાશિત કરનાર એવા તે સૂરિ આત્મ લક્ષ્મીના હેતુરૂપ થાઓ. માતપિતાની આગળ પ્રગટપણે બોલતાં જેમ બાલક પ્રમાદ પમાડે છે, તેમ ભારે હર્ષ પ્રગટાવવા માટે હું તે આચાર્યના ચરિત્રને કહીશ. " સારી આકૃતિ અને રસથી મનહર એ શ્રીમાલવ નામે દેશ છે કે જે જબૂદ્વીપરૂપ સહકારના ફળ સમાન અને શ્રેષ્ઠ વર્ણોથી વિરાજિત છે. ત્યાં તર: વારના બળથી ઉન્નતિને પામનાર, રાજલક્ષ્મીના મૂલરૂપ તથા દુષ્ટ જનોના નિગ્રહથી શોભતી એવી ધારા નામે નગરી છે. ત્યાં પૃથ્વીનું પાલન કરનાર ભોજ નામે રાજા હતો કે જેની ભુજાઓ વિશ્વના ઉદ્ધારને માટે જાણે શેષનાગની બીજી બે મૂર્તિ હોય તેવી શોભતી હતી. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે મહાધનિક એક વ્યવહારી હતો કે જેની લક્ષમીથી પરાભવ પામેલ કુબેર કૈલાસ પર્વતને આશ્રય લઈને રહ્યો. 3 : એકદા મધ્યદેશના નિવાસી, વેદવિદ્યાના વિશારદોને પોતાના પ્રજ્ઞાબળથી - પરાસ્ત કરનાર, ચોદ વિદ્યાના અભ્યાસી, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણમાં પ્રવીણ તથા વનના ઉદ્યમથી દેશાંતર જેવાને માટે નીકળેલા એવા શ્રીધર અને શ્રીપતિ નામે બ્રાહ્મણ ત્યાં આવી ચડયા અને ફરતાં ફરતાં તે લક્ષ્મીપતિના ઘરે આવ્યા, તેમની આકૃતિથી આકર્ષાઈને વ્યવહારીએ ભકિતથી તેમને ભિક્ષા આપી. હવે તેના ગૃહની સન્મુખ ભીંતપર વીશ લક્ષ ટકાનો લેખ લખાતો હતો, તે પ્રતિદિન પિલા બ્રાહ્મણ જોતા હતા. એમ નિરંતર જેવાથી પ્રજ્ઞાના બળને લીધે જાણે અભ્યાસ કરેલ હોય તેમ તેમને કંઈક સારી રીતે તે યાદ રહી ગયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust