________________ શ્રી સૂરાચાર્ય-ચરિત્ર (253) ત્રણ યોગને રેધતાં આત્મારૂપ આરામમાં એકતાન થયેલ તે શ્રીભીમ ભૂપાલના બંધુ શ્રીસૂરાચાર્ય ઉત્તમ ગતિને પામ્યા. એ પ્રમાણે વાદ વિદ્યાના વિદથી વાદીઓના વાદને પરાસ્ત કરનાર શ્રી સૂરાચાર્યનું પરિચિત ચરિત્ર કંઈક ગુરૂમુખથકી અને કંઈક અન્ય જનથી જાણીને મેં રહ્યું છે, તે જિનવચનમાં સ્થિરતા કરાવનાર અમિત કલ્યાણને આપો તથા ભવ્યાત્માઓને વિદ્યાના ઉદ્યમ માટે અજ્ઞાનરૂપ સમુદ્રમાં સેતુતુલ્ય થાઓ. શ્રીચંદ્રપ્રભ સૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે હંસ સમાન, તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પિતાના મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્માચાર્યો શધેલ, શ્રીપૂર્વાચાર્યોના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રીસૂરાચાર્યના ચરિત્રરૂપ આ અઢારમું:શિખર થયું. ઈતિ શ્રી સૂરાચાર્ય-પ્રબંધ. CAUCH મહેપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિતऐन्द्र स्तुति चतुर्विशतिका. (સ્વપજ્ઞ વિવરણુતા ) સંપાદક મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ. આ ગ્રંથમાં ચોવીશ જિનેશ્વરોની સ્તુતિઓ વિવરણ સહિત સંસ્કૃત ભાષામાં શ્રીમાન યશોવિજયજી મહારાજ કૃત આવેલ છે. કાવ્યો સુંદર અને ટીકા શાસ્ત્રીય ગંભીર વિચારોથી ભરપૂર છે. અભ્યાસીઓને પઠન પાઠન કરવા યોગ્ય આ કાવ્ય અને વિવરણ શુદ્ધ કરવા તેમજ અસલપ્રતમાંથી તુટી ગયેલા પાઠોને ઉપાધ્યાયજીના શબ્દોમાં જ સાંધવા મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સ્તુતિપાત્ર પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથમાં આ ચોવીસી સાથે પરમતિ પચ્ચીશી. પરમાત્મા પચ્ચીસી, વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય અને શ્રી શત્રુંજય મંડન શ્રીરૂષભદેવ સ્તવન (સંસ્કૃતમાં ) વગેરે કાવ્યો પ્રકટ કરી સંસ્કૃત સાહિત્યની અભિવૃદ્ધિ કરી છે. સાધુસાધ્વી મહારાજ અને જ્ઞાન ભંડારોને ખાસ ઉપયોગ માટે આર્થિક સહાય આપનાર બંધુની ઈચ્છાને માન આપી તેમણે આપેલી રકમ બાદ કરી વધારાની ખર્ચ પુરતી માત્ર કિંમત છ આના પોસ્ટેજ ખર્ચ બે આના સાથે માત્ર નામની કિંમત રાખેલી છે. ઉંચા એન્ટ્રીક પેપર ઉપર સુંદર વિવિધ શાસ્ત્રી ટાઈપમાં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી ઉંચી જાતના કપડાનું પાકું બાઈડીંગ કરાવેલ છે. લખે - શ્રી જૈન આત્માનંદ સભા = = = = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust