________________ (25) થી પ્રભાવક ચરિત્ર આપની પાસે કહ્યું ન હોત અને આ બાળકે ગર્વથી જે તેવી પ્રતિજ્ઞા કરી ન હોત તે આપને હાથ મારા શિરે છે, તેનું પ્રમાણ કયાંથી મળત ?" એમ સાંભળતાં રક્તદ્રહની જેમ સ્થિર અને આચાર તથા ચારિત્રથી સુંદર એવા દ્રોણ ગુરૂ કહેવા લાગ્યા કે “કાયર જનોને દુષ્કર આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે ? અને આમ જનમાં ઉત્તમ એવા તારા વિના તેનો નિર્વાહ પણ કોણ કરી શકે? શાસનદેવીને ઉદ્દેશીને અમે ગચ્છ અને સંઘ સહિત, તારૂં મુખ જેવા પર્યત આંબિલ તપનું આચરણ કર્યું છે.” એમ ગદ્ગદ્ વચનથી કહીને ગુરૂમહારાજે સૂરાચાર્યને ગાઢ આલિંગન કર્યું. તે વખતે ભીમરાજાએ પણ આદરપૂર્વક જણાવ્યું કે–વિદ્વાન, વિનયી, કુશળ, તેજસ્વી અને દઢ વિર્યવાન તથા તાત્કાલિક બુદ્ધિશાળી તમારા વિના અન્ય કઈ જોવામાં આવતું નથી. તેવા પ્રકારના વિદ્વાનોને સંઘરી રાખનાર એવા ભેજરાજાને છેતરીને તમે જે નિરાબાધ નીકળી આવ્યા, તેથી તમે મારા યશમાં પણ વધારે કર્યો છે. વળી હું તમને એક સંદેહ પૂછું છું કે–તે રાજા પુત્ર સહિત છે કે નહિ ?" એટલે સૂરાચાર્ય મેઘધ્વનિથી બોલ્યા–હે નરેદ્ર ! મારી રસના તારા વિના બીજા કોઈની પ્રશંસા કરતી નથી. વળી મેં કેતુકથી કહેલ કાવ્યનો ભાવાર્થ તું સાંભળ–શિલા વિધાતા તે છિદ્રમાં વધી, તેમાં ધનુર્ધરોનો પરાક્રમ કે ? કપટથી કરેલ ધનુષ્યક્રીડા જાણવામાં આવતાં મેં કહ્યું–એ મૂકી દે. વળી પથરને ભેદવાના વ્યસનને ઉદ્દેશીને મેં જણાવ્યું કે–તમારા પૂર્વજ આબુ પર્વત છે, તેને ભેદ થતાં પૃથ્વી પણ ધારાથી ધ્વસ્ત થતાં પાતાળમાં જાય, એમ બોલતાં મેં શિખામણ આપી છે. કારણકે સંત જનોએ શત્રુને પણ હિતશિક્ષા આપવી જોઇએ.’ એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રોમાંચિત થયેલ ભીમરાજા કહેવા લાગ્યું કે–“મારા બંધુએ ભેજરાજાને જીતી લેતાં હવે તેના જય માટે મને શી ચિંતા છે?” પછી ગજરાજ ઉપર પોતાની પાસે શ્રેષ્ઠ આસન પર બેસારીને રાજાએ સૂરાચાર્યને પ્રવેશ–મહોત્સવ કર્યો. પછી તે મહામતિ સૂરાચાર્યો દેશાંતરમાં જતાં લાગેલ અતિચાર ગુરૂ પાસે નિવેદન કરીને પરૂપ પ્રાયશ્ચિત લઈ તે શુદ્ધ થયા. વળી એ કવીશ્વરે શ્રીયુગાદિનાથ તથા શ્રી નેમિનાથના ચરિત્રથી અદ્ભુત એવું દ્વિસંધાન નામે કાવ્ય બનાવ્યું. તેમજ પૂર્વે જે શિષ્યો પિતાની પાસે અભ્યાસ કરતા હતા, તેમને એ આચાર્ય બરાબર વાદદ્ર બનાવ્યા. વળી શ્રીદ્રોણુસૂરિ પરલેકે જતાં અક્ષત ચારિત્રથી પવિત્ર એવા ધૃતનિધાન શ્રી સૂરાચાર્ય, શાસનની પ્રભાવનાથી શ્રીસંઘને ઉન્નત બનાવી, અનેક શિષ્ય સંપાદન કરી, જિનશાસનની ઉન્નતિ કરતાં એગ્ય શિષ્યને સૂરિપદ આપી અને તેને ગ૭નો ભાર શેંપી પોતે પાંત્રીસ દિવસનું અનશન કર્યું. પ્રાંતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust