________________ શ્રી સુરાચાર્ય-ચરિત્ર ( 251 ) એક છાલકામાં છુપાવી પિઠીયા પલાણીને તેઓ સત્વર ગુર્જરભૂમિ તરફ ચાલતા થયા. માર્ગમાં મહી નદીના તટપર આવતાં સૂરાચાર્યે તે પુરૂષો મારફતે પિતાનું સવિઘ આગમન ગુરૂને જણાવ્યું. હવે અહીં દિવસના પાછલા પહોરે સુભટે પિતે તે ચિત્યમાં દાખલ થયા. ત્યાં સિંહાસન પર ઉત્તમ વસ્ત્રધારી, અને મદયુકત આકૃતિવાળા એક સ્થલ સાધુને જોઈને તેઓ કહેવા લાગ્યા કે–રાજાની આજ્ઞાથી તમે આ જિનચૈત્યથી બહાર નીકળો. અહીં જે વિલંબ થયે છે, તે આત્મવંચના સમાન છે.” એટલે તરત ઉઠીને તે સાધુ આગળ ચાલ્યા અને તે સ્વારે સાથે રાજાની સમક્ષ આવી મૈન ધરીને ઉભા રહ્યા. તેને જોતાં વિલક્ષ બનેલ રાજાએ સ્વારોને પૂછ્યું કે–આ વૃદ્ધ અને સ્થવ દેહધારી કોને તમે લઈ આવ્યા છે ? શું આ ગુજર વિદ્વાન છે? ખરેખર! તમારી આંખમાં ધૂળ નાખીને તમને કેઈએ અંધ બનાવી દીધા લાગે છે. મને લાગે છે કે તમારા જેવા કે મૂખ નહિ હોય.’ ત્યારે સ્વારો કહેવા લાગ્યા કે—“હે નાથ ! એક જળવાહક દરિદ્ર મુનિને મૂકીને અમે કેઈને જવા દીધેલ નથી.” એમ સાંભળતાં રાજાએ કહ્યું કે –“રૂપનું પરાવર્તન કરીને તમારા દેખતાં તે જીતીને ચાલ્યો ગયો. સજજનોમાં તેના જેવો કોઈ તાત્કાલિક બુદ્ધિમાન નહિ હેય.” પછી રાજાએ તે આવેલ સાધુને જણાવ્યું કે –“તું તારા આવાસમાં ચાલ્યો જા. તને મૂખપણું પણ પુણ્યથી જ પ્રાપ્ત થયું છે કે જેને લીધે અમારાથી તું જીવતો રહ્યો. તેથી મૂર્ખતા પણ એક પ્રકારે લાઘનીય છે. એ પ્રમાણે રાજા એ વિદાય કરતાં તે સાધુ પાછા મઠમાં ચાલ્યા ગયા. કારણ કે મસ્તકના મુંડનમાં અક્ષતથી વધાવવાનું ન હોય. - હવે ભીમરાજાને ખબર પડતાં તેણે પોતાના ભ્રાતા (સૂરાચાર્ય)ને બોલાવવા માટે તેમના મામા સાથે માણસો મોકલ્યા. એટલે પિતાના દેશમાં પ્રગટ થઈને તે ભીમરાજાની રાજધાનીમાં આવ્યા. તે વખતે સંઘ સહિત ગુરૂ મહારાજ તથા ભીમરાજા સર્વ સામગ્રી લઈને તેમની સન્મુખ આવ્યો. કારણકે શુભમાં કે પ્રતિફૂલ હોય ? ત્યાં નજીક આવતાં સર્વ અભિગમપૂર્વક સૂરાચાર્ય એક લજજાયુક્તની જેમ પોતાના ગુરૂના પગે પડયા. એટલે અષ્ટાંગ યોગમાં સાવધાન એવા તે યોગી ગુરૂ બોલ્યા કે –“આજે ગુરૂની આશા સફળ થઈ અને માતાની આશિષ પણ સફળ થઈ. તને જોતાં શ્રીસંઘની પ્રસન્નદષ્ટિ આજે ફલવતી થઈ.” ત્યારે સૂરાચાર્ય કહેવા લાગ્યા કે--તે વખતે એક અવિચારીની જેમ હું માલવ દેશમાં ગયો અને ભેજસભાને જીતીને નિરા બાધ અહીં પાછો આવ્યો છું. વળી આ શિષ્યોએ “ઉપાધ્યાય અને શિક્ષા કરે છે” એમ જે મારું આચરણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust