________________ શ્રી મહેન્દ્રસિરિ–ચરિત્ર. ( 21 ) નિંદનીય એ કુવ્યવહારને હું કદાપિ સ્વીકાર કરનાર નથી. એ કાર્યની સાથે મારે કાંઈ પ્રયોજન નથી, માટે તમને રૂચે તેમ કર.” એ પ્રમાણે પિતાની અવગણના કરીને ધનપાલ ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો. અહીં આંખમાં આંસુ લાવી, મેટા સંકટમાં સર્વદેવ વિપ્ર જેટલામાં નિરાશ થઈ બેઠે છે, તેવામાં બીજે પુત્ર શોભન ત્યાં આવી ચડ્યો. તેણે પણ પિતાને વિષાદનું કારણ પૂછ્યું. એટલે તેણે કારણ જણાવતાં કહ્યું કે—કેઈ કાર્યમાં ધનપાલે અમને નિરાશ કર્યો, તે તું બાળક તે કામ શું બનાવી શકીશ? માટે તું ચાલ્યા જા. પોતાના લક્ષણે અમે પિતાને કમ ભોગવીશું.' એ પ્રમાણે પિતાનું નિરાશા ભરેલું વાક્ય સાંભળતાં શોભન કહેવા લાગ્યો કે –“હે તાત ! આમ આકુળ વ્યાકુળ ન થાઓ. હું તમારે પુત્ર, કાર્ય કરનાર બેઠો છું. ધનપાલ તો રાજમાન્ય, નિશ્ચિત અને કુટુંબનું ભરણ પોષણ કરવાને સમર્થ છે, પણ તેના પ્રસાદથી હું તમારે આદેશ બજાવવા તૈયાર છું. મારે વડીલ બંધુ તો વેદ, શ્રુતિ અને સ્મૃતિમાં પંડિત તેમજ કૃત્યાકૃત્યમાં નિષ્ણાત છે, એટલે તે ગમે તેમ બોલે, પરંતુ હું તો બાલ્યાવસ્થાથી જ સરળ છું, તેથી એમજ સમજું છું કેપિતાને આદેશ બજાવવા ઉપરાંત પુત્રને અન્ય ધર્મ નથી. માટે તેમાં કૃત્ય કે અકૃત્યને હું ગણતો જ નથી. તમે મને કુવામાં નાખો અથવા તે ચાંડાલાને અર્પણ કરશે. તમને રૂચે તેમ કરે.” એ પ્રમાણે સાંભળતાં સર્વદેવે તેને ગાઢ આલિંગન કર્યું અને પછી જણાવ્યું કે–“હે મહામતિ વત્સ! ઋણ થકી છોડાવીને મારો ઉદ્ધાર કર.” એમ કહી તેણે તે ઉત્તમ પુત્રને પૂર્વોક્ત હકીકત બધી સંભળાવી. જે સાંભળતાં શોભન ભારે હર્ષિત થઈને કહેવા લાગ્યો આ કાર્ય તે મને અતિ ઈષ્ટ છે. જૈન મુનિએ તે સત્યના નિધાન અને તપથી ઉજવળ હોય છે, તેમની સંગતિ તે સદ્ભાગ્ય થી જ પામી શકાય. જીવદયા એજ ધર્મ છે અને વળી તે તેમનામાં જ છે. વળી સત્યધર્મનું લક્ષણ જે જ્ઞાન, તેજ આવી શ્રદ્ધા ઉપજાવે છે. “આ કરવાનું છે, આ કરવાનું છે, એવી ચિંતાથી જર્જરિત તથા વિષયના વેગથી વ્યાપ્ત એવા ગૃહવાસમાં કોણ રહે? તેમજ બંધુઓને વલ્લભ એવી ધનલક્ષ્મીથી પુરૂષ બંને પ્રકારે ભય પામે છે. અને ભાગ્યયોગે વસ્તુઓ પ્રાપ્ત થયા છતાં તેમાં તે સદા અસંતુષ્ટ રહે છે. હે તાત ! કન્યાને સંબંધ થતાં મારી પણ એવી જ ગતિ થવાની. તે મને પ્રિય એવા કાર્યમાં નિષેધ કરતાં તમે શા માટે શંકા લાવો છો ? માટે ઉઠે, સ્નાન કરે, દેવાર્શી વિગેરે નિત્યક્રિયા કરીને શાંત થઈ ભેજન કરે; પછી મને ત્યાં લઈ જઈને તે આચાર્યના ઉત્સંગમાં બેસાડો, કે જેથી તેમના ચરણની સેવા કરતાં હું મારા જન્મને પવિત્ર કરું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust