________________ ( 218 ) શ્રી પ્રભાવક ચરિત્ર. - લ્યા ગયા. એટલે શ્રીમાન સર્વદેવ અને મહેંદ્રપ્રભુ વચ્ચે વિપ્ર દ્રવ્ય આપતો અને ગુરૂ લેતા નહિ–એ વાદ લગભગ એક વરસ ચાલ્યો. એકદા પોતે સત્યપ્રતિજ્ઞ હોવાથી બ્રાહ્મણ આચાર્યને કહેવા લાગ્યો કે-જે દ્રવ્ય તમને આપવાનું છે, તે આપ્યા પછી જ હું ઘરમાં પ્રવેશ કરીશ.” એટલે ગુરૂ બેલ્યા-મેં તમને કહ્યું છે કે હું મારી ઈચ્છાનુસાર લઈશ.” ત્યારે બ્રાહ્મણે જણાવ્યું–ભલે, તમે મરજી પ્રમાણે ગ્રહણ કરે.” આચાર્ય બેલ્યા–“તારા બે પુત્રમાંથી એક મને આપ. જે તારી સત્ય પ્રતિજ્ઞા હોય, તો આપ નહિ તે પિતાને ઘરે ચાલ્યો જા.” ' એમ સાંભળતાં વિચારમૂઢ બનેલ વિપ્રે કઈથી કહ્યું–આપીશ.” પછી ચિંતાતુર થઈને તે પોતાના ઘરે ચાલે ગયે. ત્યાં બિછાના વિનાના ખાટલા પર તે નિદ્રાવિના સુઈ ગયો. એવામાં રાજભવનમાંથી આવતાં ધનપાલના તે જોવામાં આવ્યું. એટલે તેણે કહ્યું કે હે તાત ! વચન પ્રમાણે આદેશ ઉઠાવનાર હું પુત્ર વિદ્યમાન છતાં તમને આ વિષાદ કે ? માટે ખેદનું કારણ મને જણાવો.” ત્યારે સર્વદેવ બોલ્યો-“હે વત્સ! સપુત્ર તારા જેવા જ હોય છે કે જેઓ પિતાને આદેશ બજાવવામાં આવી દઢ પ્રતિજ્ઞાવાળા હોય છે. જે પિતાને ત્રણથી મુક્ત કરે, જે નરકથી તેનો ઉદ્ધાર કરી, તેને સદ્ગતિ આપે, વેદમાં તેને જ પુત્ર કહેવામાં આવેલ છે. શ્રુતિ, સમૃતિ અને પુરાણોના અભ્યાસનું તથા કુળનું તમારે એજ ફળ છે કે સંકટમાંથી અમારે ઉદ્ધાર કર. માટે હે વત્સ! તું સાવધાન થઈને સાંભળ–અહીં જૈનર્ષિ શ્રી મહેંદ્રાચાર્ય છે કે જેમણે મને આટલું દ્રવ્ય બતાવ્યું. એટલે તેમની ઈચ્છા પ્રમાણે મારા ઘરમાંનું અર્ધ તેમને આપવુંએવી મેં પ્રતિજ્ઞા કરી છે. તેથી તે બે પુત્રમાંથી એક પુત્રની માંગણી કરે છે, તે હવે મારે શું કરવું? એ સંકટ થકી હે વત્સ ! હવે તું મને છોડાવ. એટલે મારા નિમિત્તે તું તેમને શિષ્ય થા.” ત્યારે બુદ્ધિનિધાન ધનપાલ કે પાયમાન થઈને કહેવા લાગ્યો– હે તાત ! તમે જેવું કહે છે, તેવું ઉચિત વચન અન્ય કેઈ ન બોલે. આપણે સંકાય સ્થાનમાં રહેનારા બધા વણેમાં ઉત્તમ, ચાર વેદના જ્ઞાતા અને સદા સંગ પારાયણને ધારણ કરનારા છીએ, વળી શ્રી મુંજરાજાએ પુત્ર તરીકે સ્વીકારેલ એવા શ્રી ભોજરાજાને હું બાળમિત્ર તથા ભૂમિદેવ કહેવાઉં. તો પતિત શૂદ્રોની નિંદિત પ્રતિજ્ઞાની ખાતર, પુત્ર થઈને હું પિતાના પૂર્વજોને નરકમાં કેમ નાખું ? એક તમને ત્રણથી છોડાવતાં સર્વ પૂર્વજોને અધોગતિમાં નાખવા પડે. સજજન પુરૂષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust