________________ શ્રી મહેન્દ્રસિરિ-ચરિત્ર. . (ર૧૭) ત્રણ અહોરાત્ર ત્યાંજ સમાધિપૂર્વક બેસી રહ્યો. ત્યારે ગુરૂએ તેને પૂછ્યું કે હે સુજ્ઞ શિરોમણિ ! તમે અમારી પરીક્ષા કરવા અહીં આવ્યા છે કે બીજું કાંઈ પ્રયજન છે?” ત્યારે બ્રહ્માની જાણે બીજી મૂર્તિ હોય એવો દ્વિજોત્તમ કહેવા લાગ્યું કેમહાત્માઓનું માહામ્ય જોવામાં સુકૃત ઉપાર્જન થાય છે. અમારું કંઈક કામ છે અને તેટલા માટે અમે આવ્યા છીએ, પણ હે ગુણનિધાન! તે રહસ્ય વાતની જેમ બીજાઓને કહેવા ગ્ય નથી.” એટલે ગુરૂમહારાજ એકાંતમાં બેસીને તેને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! જે કહેવા યોગ્ય હોય, તે કહો.” એમ સાંભળતાં તે બ્રાહ્મણ બોલ્યા કે—“મારો પિતા પુણ્યવાન હતું, તે રાજમાન્ય હોવાથી સદા લાખોનું દાન પામતો હતો. તેથી મારા ઘરે નિધાનની શંકા છે. એ બધે તૃષ્ણનો વિલાસ છે. માટે એ બધે વૃત્તાંત જાણી પોપકાર કરવામાં સદા તત્પર એવા તમે મારાપર અનુગ્રહ લાવીને નિધાન બતાવે કે જેથી કુટુંબસહિત આ બ્રાહ્મણ પિતાના સ્વજનો સાથે દાન–ભેગથી વિલાસ કરી શકે. માટે હે ભગવન્! આપ પ્રસન્ન થઈને મને તેવું સ્થાન બતાવો.” છે ત્યારે ગુરૂમહારાજ તેની પાસેથી થનાર ઉત્તમ શિષ્યને લાભ વિચારીને કહેવા લાગ્યા કે-“હે બુદ્ધિનિધાન ! અમે તમારું કામ બરાબર કરી આપીશું. પરંતુ આવી ગુપ્ત વાત અમે તમને કહીએ, તે બદલ તમે અમને કંઈ નહિ આપો?” | વિપ્રે જણાવ્યું–હે સ્વામિન! તેમાંનું હું અધે તમને અવશ્ય આપીશ.” ગુરૂ બોલ્યા–“અમે તમારી વસ્તુમાંથી ઈચ્છાનુસાર અર્ધ લઈશું, માટે આ બાબતમાં સાક્ષીઓ રાખે. કારણ કે આ દ્રવ્યની બાબત છે.” ત્યારે બ્રાહ્મણે કહ્યું “વેદવેદાંગ શાસ્ત્રોની વ્યાખ્યા કરનાર હું અસત્ય કેમ બોલું? તથાપિ આપના વિશ્વાસની ખાતર ભલે સાક્ષીઓ રહે.” પછી ત્યાં રહેલા લોકોને સાક્ષી બનાવીને ગુરૂએ તે માન્ય રાખ્યું. એવામાં અહીં હર્ષિત થયેલ બ્રાહ્મણે ઘરે આવીને તે વાત પોતાના બંને પુત્રને કહી સંભળાવી. પછી શુભ દિવસે તેણે આચાર્યને પોતાના ઘરે બોલાવ્યા, એટલે જ્ઞાનથી તે ભૂમિ જાણ નિશ્ચય કરીને ગુરૂએ જણાવ્યું, ત્યાં ભૂમિ પેદાવીને બ્રાહણે તે ધન મેળવ્યું. તેમાંથી ચાળીશ લાખ સોના મહોરો નીકળી જે સાક્ષાત નજરે જેવા છતાં નિ:સ્પૃહશિરોમણિ ગુરૂ પિતાના ઉપાશ્રયમાં ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust