________________ ( 20 ) શ્રી પ્રભાવક ચરિત્ર... પુત્રના મુખથી અનુકૂળ વચન સાંભળતાં વિપ્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. પછી તેણે ઉઠતાં ઉઠતાં પુત્રને આલિંગન આપીને તેના મસ્તકે ચુંબન કર્યું. ત્યાર બાદ સર્વક્રિયા અને ભજન કરી શોભનદેવની સાથે તે વિપ્ર આચાર્ય મહારાજના ઉપાશ્રયે ગયો. ત્યાં પોતાના પ્રિય પુત્રને તેમના ઉત્સગે આપણું કરતાં તેણે જણાવ્યું કે –“જે તમને ગમે, તે આ પુત્ર છે.” પછી આચાર્યો વિપ્રની અનુમતિથી પ્રમાદ પૂર્વક તેજ દિવસે શુભ ગ્રહયુક્ત શુભ લગ્ન તે શોભનને દીક્ષા આપી, અને શાસનની હીલ થવાના ભયથી પ્રભાતે વિહાર કર્યો. એમ હળવે હળવે વિચરતાં અને ભૂપીઠને પાવન કરતાં તેઓ અણહિલ્લપુરમાં આવી પહોંચ્યાં. હવે અહીં ધનપાલે એણે નિધાનના દ્રવ્યને બદલે પુત્રનો વિક્રય કર્યો, એ અનુચિત કર્મ કર્યું ? એમ લોકમાં જાહેર કરીને પોતાના પિતા સર્વદેવને અલગ કર્યા. વળી તેણે વિચાર કર્યો કે તે સાધુઓ દીક્ષાધારી શુદ્ધો છે, તેથી મુખ જેવા લાયક નથી. કયાંકથી આવી ચડેલા એ શમના મિષથી સ્ત્રી બાળકો વિગેરેને છેતરે છે, માટે તેમને દેશમાંથી દૂર કરવા જોઈએ. એમનું પાખંડ પણ અદ્દભુત છે.” એમ ધારી રાજાની આજ્ઞા લઈને રેષથી તેણે સાધુઓનો નિષેધ કર્યો. એમ ભેજરાજાની આજ્ઞાથી તે વખતે માલવદેશમાં વેતાંબર સાધુઓ વિચરી શક્યા નહિ. એટલે ધારાનગરીના શ્રી સંઘે ગુર્જરદેશમાં રહેલા શ્રીમહેંદ્રસૂરિને એ બધા યથાસ્ત હકીકત નિવેદન કરી. એવામાં ગુજરાતમાં રહેતાં ગુરૂમહારાજે શોભનમુનિને અભ્યાસ કરાવીને વાચનાચાર્ય બનાવ્યા, કે જે ગુણોમાં ઇદ્રને પણ લાધનીય થઈ પડ્યા. તેમણે શ્રી અવંતિના સંઘની વિજ્ઞપ્તિ સાંભળતાં ગુરૂ મહારાજને જણાવ્યું કે –“હું મારા બંધુને પ્રતિબંધ પમાડવા સત્વર જઈશ. કારણકે સંઘમાં મારા નિમિત્તે આ કલેશ આવી પડયો છે, માટે ત્યાં તેનો પ્રતીકાર સાધવાને હુંજ સમર્થ છું.” એટલે આચાર્ય મહારાજે ગીતાર્થ મુનિઓ સાથે શોભનમુનિને ત્યાં મોકલ્યા. અદ્દભુત પ્રઢતાને પામેલા તે ધારાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં અવસર થતાં તેમણે ગેચરી માટે સાધુઓને ચિરકાળના પરિચિત શ્રીધનપાલના ઘેર મોકલ્યા, એટલે બે મુનિ ત્યાં ગયા. તે વખતે સુજ્ઞશિરોમણિ ધનપાલ શરીરે સારી રીતે તેલ ચોળીને સ્નાન કરવા બેઠો હતો, ત્યાં ધર્મલાભ કહીને બંને મુનિ શાંત ચિત્તે ઉભા રહ્યા. એવામાં ધનપાલની સ્ત્રીએ જવાબ આપ્યો કે “અહીં કંઈ નથી ! ત્યારે ધનપાલ બેલ્યા “એમને કંઈક તે આપ. કારણ કે યાચકો ઘરથકી ખાલી હાથે જાય, એ મહા અધર્મ છે.” એટલે સ્ત્રીએ દશ્વ અન્ન આપતાં તેમણે ગ્રહણ કર્યું. પછી તે દહીં આપવા લાગી ત્યારે તેમણે પૂછ્યું કે–એ કેટલા દિવસનું છે?” ત્યાં સ્ત્રો બેલી–“શું દહીંમાં પૂરા હોય છે કે તમે નવા દયાળુ જાગ્યા છે? આ ત્રણ દિવસનું છે. તમે લેતા હો તે , નહિ તો જલદી અહીંથી ચાલ્યા જાઓ.’ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust