________________ શ્રી પાદલિપ્તસૂરિ 31 મહાવીરની મૂર્તિ આગલ સ્તુતિરૂપે “ગાહાજીઅલેણ” ઈત્યાદિ સ્તોત્ર બનાવ્યું જેમાં તેમણે ગુપ્તરીતે સુવર્ણસિદ્ધિને આમ્નાય ગોપો પણ આધુનિક મનુષ્યો તે સમજી શકતા નથી. પાદલિપ્ત ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે નેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, જે સાંભળીને નાગાજુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશાર્હમણપ, ઉગ્રસેનને મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચઉરી આદિ સર્વ દો કૌતુકાળે બનાવરાવ્યાં જે હજી પણ ત્યાં જોવામાં આવે છે. એજ સમયમાં પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં ચક્રવર્તી સરખો સાતવાહન રાજા રાજ્ય કરતે હત, ભરૂચમાં આ વખતે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રનું રાજ્ય હતું. સાતવાહને બલમિત્ર ઉપર ચઢાઈ કરી, બાર વર્ષ સુધી લડાઈ થઈ છતાં નગર મહું નહિ, ત્યારે સાતવાહનને મંત્રી-જે પાદલિપ્તસૂરિને શિષ્ય હત–ભાગવતને વેષ કરીને નગરમાં ગયો અને લડાઈ ચાલે ત્યાંસુધી ધાર્મિક સ્થાન કરાવવા અને સમરાવવાને બલમિત્રને ઉપદેશ કર્યો. રાજાએ તેના ઉપદેશ પ્રમાણે ચાલીને પ્રજાને ખાલી કરી નાખ્યો. પરિણામે સાતવાહને કિલો ગ્રહણ કર્યો અને રાજાને દષ્ઠ કરીને પિતાના દેશમાં ગયે. એક અવસરે સાતવાહનની સભામાં 4 શાસ્ત્રસંક્ષેપ કવિ આવ્યા અને તે ચારે જણે મળીને એક લોકમાં ચાર શાસ્ત્રોને સાર રાજાને સંભળાવ્યો તે આ પ્રમાણે– ની મોજ મચક, પિત્તઃ કાછિનાં રચા | __ वृहस्पतिरविश्वासः, पाञ्चालः स्त्रीषु मार्दवम् // " અર્થાત–આત્રેય પંડિતે કહ્યું–પાચન થયા પછી ભોજન કરવું તે વૈદ્યકનો સાર છે. કપિલ કહે–પ્રાણિયોની દયા કરવી તે ધર્મશાસ્ત્રનો સાર છે. બૃહસ્પતિ કહે -કેઈને વિશ્વાસ ન કરવો તે રાજનીતિ શાસ્ત્રને સાર છે. અને પાંચાલ વિદ્વાન કહે–સ્ત્રીયોને વિષે કામલપણું રાખવું તે કામશાસ્ત્રનો સાર છે.' - પડિતોના આ વક્તવ્યની રાજાએ પ્રશંસા કરીને તેમને દાન આપ્યું, પણ રાજના પરિવારે પણ્ડિતાની પ્રશંસા ન કરી, પડિતોએ આ વિષે રાજાને પૂછયું; રાજાએ ભોગવતી ગણિકાને પણ્ડિતની સ્તુતિ કરવા કહ્યું, પણ તેણીએ કહ્યું કે હું પાદલિપ્તસૂરિ સિવાય બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આમ કહીને તેણીએ પાદલિપ્તના ગુણોની સ્તુતિ કરી. એ સાંભળી રાજાના સંધિવિગ્રહિક શંકરે ઇર્ષા કરીને કહ્યું કે આકાશમાં ઉડવું એમાં કંઈ મહત્વ નથી. એ કામ તે પોપટ વિગેરે પક્ષિયો પણ કરે છે; પણ જે મરીને જીવતા થાય તેમનું અમે. પાંડિત્ય કબુલ કરીયે, આ સાંભલી ભગવતીએ કહ્યું–આ વાત પણ તે મહાત્મામાં સંભવિત છે. - સાતવાહને એ પછી કૃષ્ણને પૂછીને પાદલિપ્તને માનખેટથી પ્રતિષ્ઠાન લાવ્યા, અને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. બ્રહસ્પતિ પંડિતે પાદલિપ્તની પરીક્ષા માટે ગરમ કરેલ ઘીથી ભરીને કોલું તેમની પાસે મોકલ્યું; પાદલિપ્ત તે ઘીમાં સુઈ થંભાવીને પાછું મે કહ્યું જે જોઇને બહસ્પતિ ખિન્ન થયા. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust