________________ 30 શ્રી પ્રભાવક ચરિત્ર - ઉપર્યુક્ત આયખપટની પાસે પાદલિપ્તસૂરિએ સાતિશય શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો. પાદલિપ્તસૂરિએ “પાદલિપ્તા' ભાષાની રચના કરી હતી જે તેના સંકેતના જાણ વિદ્વાન સિવાય બીજા કેઈથી સમજાતી ન હતી. ' ‘પાદલિપ્તના ગુણથી કૃષ્ણરાજ અને એની સભા ઘણુંજ આકૃષ્ટ થઈ હતી. રાજા આચાર્યને પોતાના નગરથી વિહાર કરવા દેતો ન હતો; છતાં આચાર્ય કેઇ કેાઈવાર તીર્થ યાત્રાને બહાને ત્યાંથી વિહાર કરીને અન્ય સ્થલે પણ જતા હતા. પૂર્વે પાટલિપુત્રના બ્રાહ્મણોને જે બલાત્કારે દીક્ષા આપી હતી, તે કારણથી ભરૂચના બ્રાહ્મણે જૈનોની ઘણી ઈર્ષા કરતા હતા. ભરૂચના સંઘે આ હકીકત હશિયાર માણસોદ્વારા પાદલિપ્તને જણાવી જે ઉપરથી તેમણે કહ્યું કે “હું કાર્તિકી પૂર્ણિમાને દિવસે ત્યાં આવીશ” તે પછી આચાર્ય રાજાને પૂછીને પૂર્ણિમાના પૂર્વાહ સમયમાં જ ગગનમાર્ગે ભરૂચ આવી પહોંચ્યા, પણ આચાર્યની આવી અલૌકિક શક્તિથી ડરીને બ્રાહ્મણે ત્યાંથી નાશી ગયા. પાદલિપ્તના આગમનથી ત્યાંના સંધમાં આનન્દ વ્યાપી ગયો, રાજ પણ ત્યાં આવ્યો અને આચાર્યને દર્શન કરીને બોલ્યો કે–રાજા કૃષ્ણ ભાગ્યવાન છે કે જેનો પૂજ્ય સંગ છોડતા નથી. જ્યારે અમે દર્શનને પણ યોગ્ય નથી એ શું?” એ પછી રાજાએ આચાયને કેટલાક દિવસ સ્થિરતા કરવાની વનતિ કરી પણ આચાર્ય સ્થિરતા કરી શક્યા નહિ. એકવાર પાદલિપ્તસૂરિ તીર્થયાત્રાક્રમથી સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ ) માં વિચરતા વિચરતા ટંકાપુરી (ટંકારા) માં ગયા જ્યાં એમને સિદ્ધ નાગાર્જુનને સમાગમ થયો. નાગાર્જુન “સંગ્રામ' નામક ક્ષત્રિયને પુત્ર હતો. એની માતાનું નામ સુવતા હતું. નાગાર્જુનને બલિપણથી જ રસાયનસિદ્ધિની પ્રક્રિયામાં રસ પડવા લાગ્યો હતો અને એ કારણથી એણે વન, નદી અને પર્વતને પોતાનું ઘર બનાવ્યું હતું, પરિણામે એને સુવર્ણરસની પ્રાપ્તિ થઈ હતી, પણ આકારાગમન માટે અનેક ઉપાય કરવા છતાં એને કંઈપણ સફલતા ન મલી, છેવટે તેણે પાદલિપ્તની સાથે મૈત્રી જોડવાને વિચાર કર્યો. પિતાની પાસેના વેધક રસની ભેટ દઈને પિતાના શિષ્યને પાદલિપ્તની પાસે મેકલ્યો, પાદલિપ્ત પણ પોતાની ભેટ નાગાર્જુનને પહોંચાડી અને આ રીતે એકબીજાનો પરિચય થતાં નાગાર્જુન પાદલિપ્તની પાસે આવીને તેમની સેવામાં રહ્યો. પાદલિપ્તને પાદલેખની સિદ્ધિ હતી, તેઓ ઔષધયોને પગે લેપ કરીને આકાશગમન કરતા હતા, નાગાર્જુનને એજ સિદ્ધિની ઘણી જરૂરત હતી, તે આચાર્યની ખાસ સેવામાં રહ્યો અને લેપવાળા પગ છે અને રસ ગંધ આદિથી લેપની ઔષધિને ઓળખતો. આમ કરતાં તેને આંશિક સફળતા મલી અને આચાર્યની પ્રસન્નતા થતાં તેને સંપૂર્ણ લેપદ્માય પ્રાપ્ત થયો. નાગાજુને પોતાના ગુરૂ પાદલિપ્તના સ્મરણરૂપે શત્રુંજયની તલાટીમાં “પાદલિપ્તપુર” નામનું નગર વસાવ્યું અને શત્રુંજયની ઉપર જિનચૈત્ય કરાવીને તેમાં મહાવીરની પ્રતિમા સ્થાપન કરી, અને તેમાં જ પાદલિપ્તસૂરિની મૂતિ પણ સ્થાપના કરી. પાદલિપ્તસૂરિએ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust