________________ શ્રી પાદલિપ્ત સૂરિ..! !. એ પછી આર્યખપટ અને એમના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રનું વૃત્તાન્ત લખ્યું છે. આયંખપટ કાલકાચાર્યના ભાણેજ બલમિત્રભાનુમિત્રના સમયમાં ભરૂચમાં થયા હતા; એમણે બૌદ્ધોને વાદમાં જીતીને અશ્વાવબોધ તીર્થને કબજે કર્યો હતો. ગુડશસ્ત્રપુરના સંઘની પ્રાર્થનાથી એમણે ત્યાં જઈ વ્યન્તરને વશ કર્યો હતો અને ત્યાંના રાજાને જૈનધર્મને અનયાયી બનાવ્યો હતો. એજ સમયમાં પાટલીપુત્ર નગરમાં મિથાદષ્ટિ “દહડ' નામને રાજા રાજ્ય કરતો હતો, તે રાજાએ સર્વ દર્શનિયોને તેમને આચાર-વ્યવહાર છોડવાની આજ્ઞા કરી અને કહ્યું કે જે હારી આજ્ઞાનો ભંગ કરશે તેને પ્રાણુન્તદણ્ડ કરવામાં આવશે, આ ધમાલ દરમિયાન રાજાએ, જૈન સાધુઓને બ્રાહ્મણોને પ્રણામ કરવાનો આદેશ કર્યો હતો. આથી ત્યાંનો જૈન શ્રમણગણ ખળભળી ઉઠયો, અને આ મૂર્ખતાપૂર્ણ રાજાજ્ઞાન પ્રતીકાર કરવા માટે તેણે બે ગીતાર્થ સાધુઓ ભરૂચ ઉપાધ્યાય મહેન્દ્રને બેલાવવા મોકલ્યા. ઉપાધ્યાય પાટલીપુત્ર પહોંચીને રાજાને મળ્યા અને બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે દિન નકકી કર્યો. ઠરાવેલ દિવસે સર્વ બ્રાહ્મણો જૈન સાધુઓ પાસે પ્રણામ કરાવવા સભામાં એકત્ર થયા, નિશ્ચિત સમય ઉપર મહેન્દ્રોપાધ્યાય સભામાં ગયા અને કહ્યું, પ્રથમ પૂર્વ મુખવાળાઓને નમીયે કે પશ્ચિમાભિમુખવાળાઓને ? આમ કહીને તેણે કણેરની સોટી તેમના સામે અને પાછળ ફેરવી, અને સર્વ બ્રાહ્મણો નિશ્રેષ્ઠ અને નિર્જીવપ્રાય: થઈ ગયા, તે દેખીને રાજાનું મુખ ઝાંખું પડી ગયું. તેમના સંબધીઓ રેવા-કકળવા લાગ્યા. લોકોએ રાજાની અનીતિની નિન્દા કરવા માંડી અને રાજા તે જ વખતે મહેન્દ્રના પગમાં પડ્યો, પણ મહેન્દ્ર તેને દાદ દીધી નહિ. અને કહ્યું આ જૈન યક્ષોએ કોપ કર્યો છે, પણ રાજાએ મહેન્દ્રનો કેડે ન છોડ્યો અને કહ્યું- હે દયાવાન ! મહારા ઉપર દયા કરીને આ બ્રાહ્મણોને સાજા કરે.' મહે કહ્યું- હું દેવતાઓને શાન કરીશ' અને તેણે કહ્યું–જે જૈન યક્ષ અથવા યક્ષિણીઓએ કોપ કર્યો હોય તે શાન્ત થાઓ; રાજાના અજ્ઞાનથી બ્રાહ્મણોએ આ અપરાધ કર્યો છે.' એ જ સમયે આકાશથી દેવી વાણી પ્રકટી કે “જૈન દીક્ષા ગ્રહણ કરે તે જ બ્રાહ્મણોને છુટકારે છે અન્યથા નહિ. ' આ પછી અભિષેક કરીને બ્રાહ્મણોને બોલતા કરીને તે વિષે પૂછ્યું, તેઓએ કહ્યું–“દીક્ષા લેવી કબુલ છે, અમને પ્રાણદાન આપે.' એ પછી મહેન્દ્ર બીજી કણેરલતા તેમના ઉપર ફેરવી અને તેઓ સર્વ સચેત થઈને ઉઠયા અને મહેન્દ્ર મહત્સવ પૂર્વક પિતાના ઉપાશ્રયે આવ્યા. પાટલિપુત્રના શ્રાવક સંઘે બ્રાહ્મણોની દીક્ષા નિમિત્તો ઉત્સવ કરવા માંડયો પણ એ વિષે આયખપટ પ્રભુ જાણે' આમ કહીને મહેન્દ્ર તે રોકાવ્યો અને બ્રાહ્મણોને સાથે લઈને તે આર્ય ખપાટ પાસે ભરૂચ ગયા અને ત્યાં આર્ય ખપટરિની પાસે પાટલિપુત્રના બાહ્મણોને દીક્ષા આપીને જૈન શ્રમણ બનાવ્યા. આર્ય ખપટની પાટે સિદ્ધ ઉપાધ્યાય મહેન્દ્ર બેઠા. આ પ્રભાવક આચાર્યની પરમ્પરામાં હજી પણ અશ્વાવબોધતીર્થ (ભરૂચ) માં પ્રભાવક આચાર્યો વર્તમાન છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust