________________ 28 શ્રી પ્રભાવક ચરિત્ર લિપ્તની તાત્કાલિક બુદ્ધિના વિષયમાં પ્રશંસા સાંભળીને તેમની અનેક પ્રકારે પરીક્ષા કરી, જેમાં સર્વત્ર પાદલિપ્ત પોતાની પ્રતિભાને અપૂર્વ પરિચય બતાવ્યો અને મુરુડના મનમાં સદ્ભાવ ઉત્પન્ન કર્યો. કહે છે કે એકવાર મુસ૩રાજને મસ્તકની પીડા ઉત્પન્ન થઈ, જેની ખબર તેણે પ્રધાનની મારફત પાદલિપ્તને આપી; આથી આચાર્યો પિતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવીને રાજાની વેદના શાન્ત કરી. આ પ્રસંગની સૂત્રિકા ગાથા નિશીથભાષ્યમાં નીચે પ્રમાણે છે "जह जह पएसिणिं जाणुमि पालित्तओ भमाडेइ / तह तह सैसिरवियणा पणस्सइ मुरंडरायस्स // " પાદલિપ્તના આ લોકોત્તર પ્રભાવથી ખેંચાઈને મુસષ્ઠરાજ ઘોડેસ્વાર થઈ નમસ્કાર કરવાને તેમના ઉપાશ્રયે ગયો અને પ્રણામ કરીને ત્યાં બેસી તેમની સાથે ધર્મગાહી કરવા લાગ્યો, દરમિયાન તેણે આચાર્યને પૂછ્યું–મહારાજ, અમે અમારા સેવકોને પગાર આપીયે છીયે છતાં તે મન લગાડીને કામ કરતા નથી, તો આપના આ શિષ્યો વગર પગારે કેવી રીતે આપની આજ્ઞામાં રહેતા હશે ?' આચાયે કહ્યું- “રાજન ! અમારા શિષ્યો આ લોક અને પરલોકમાં પિતાનું હિત કરવાની ઈચ્છાથી અમારી આજ્ઞાનું પાલન કરે છે.” આ ઉપરથી રાજાએ કહ્યું-હું આ વાત માની શકતો નથી, કેમકે લોકપ્રવૃત્તિનું મુખ્ય કારણ “ધન’ છે, જ્યાં ધનપ્રાપ્તિની આશા ન હોય તે કામમાં લોક પ્રવૃત્તિ કરે એમ માની શકાતું નથી. આચાર્યે કહ્યું આ વાતની ખાતરી કરી શકે છે. તે પછી રાજાએ પોતાના પ્રધાનને અને આચાર્યે પિતાના એક નવીન શિષ્યને ગંગા કઈ તરફ ચાલે છે તે તપાસ કરીને કહેવાની આજ્ઞા આપી; અને કોણ કેટલે અંશે આજ્ઞાનું પાલન કરે છે તેની ખાનગીમાં તપાસ રખાવી. જેથી જણાયું કે રાજાને પ્રધાન ત્યાંથી તે જોહુકમ કરીને ગયો, પણ તેણે કશી તપાસ કીધી નહીં અને 3-4 ઘડી પછી આવીને રાજાને " ગંગા પૂર્વ તરફ વહે છે' એ ઉત્તર આપ્યો. પણ આચાર્યને શિષ્ય ગંગાને કાંઠે ગયો, ગંગાને પ્રવાહ જોયો-તપાસ્યો અને લેકોને પૂછીને નિશ્ચય કર્યા બાદ આવીને તેણે ગુરૂને કહ્યું-“ગંગા પૂર્વમુખી વહે છે.' એજ પ્રસંગની સૂચના વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ નીચેની ગાથામાં કરી છે “निवपुच्छिएण भणिओ गुरुणा गंगा कुओ मुही वहइ।. संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं " // પાદલિપ્તને સંધની સાથે શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રાર્થના કરતાં તેમણે શત્રજયની યાત્રા કરી અને ત્યાંથી તેઓ કૃષ્ણરાજે પાલિત માનખેટ ગયા. આ અવસરે પ્રાંશુપુરથી વિહાર કરતા યોનિપ્રાકૃતના જાણકાર આચાર્ય રૂદ્રદેવસૂરિ અને વિલાસ નગરના રાજા પ્રજાપતિના માનીતા નિમિત્તવિદ્યા પ્રવિણ આચાર્ય શ્રમણસિંહસૂરિ પણ માનખેટમાં ગયા હતા. P.P.AC. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust