________________ . . . . . . મ કા શ્રી સિદ્ધર્ષિ રિચરિત્ર. ( 15 ) પ્રતિજ્ઞા લીધી છે, તો સત્યપ્રતિજ્ઞા કણ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે? માટે મને ત્યાં મોકલો.’ છે એટલે–અહો આ સત્યપ્રતિજ્ઞાપણું તે બહુજ સુંદર કહેવાય”-–એમ માનતા બૌદ્ધોએ સિદ્ધષિને તેમના ગુરૂ પાસે મોકલ્યા. એટલે ત્યાં જતાં ઉપાશ્રયમાં પોતાના ગુરૂને સિંહાસન બેઠેલા જોઈને તે બોલ્યા- તમે ઉર્ધ્વસ્થાને શોભે છો” એમ કહી તે માન રહ્યા.” ત્યારે ગર્ગસ્વામી ચિતવવા લાગ્યા કે - તે દુનિમિત્તનું આ પરિણામ આવ્યું. કારણ કે જૈનવાણી કદાપિ અન્યથા થતી નથી. અમારાપર વિષમ ગ્રહ બેઠે, કે આ મહાવિદ્વાન સુશિષ્ય પરશાસ્ત્રથી વંચિત થયે, માટે હવે કોઈ ઉપાયથી જે એ સમજે, તો સમજાવું, અને બોધ પામે, તે અમારો ભાગ્યોદય થયે. આ કરતાં વધારે શું?” એ પ્રમાણે વિચારી, ત્યાંથી ઉઠતાં ગુરૂએ તેમને આસન પર બેસારી ચૈત્યવંદન સૂત્રની લલિતવિસ્તરા નામે વૃત્તિ આપતાં જણાવ્યું કે–અમે ચૈત્યવંદન કરીને આવીએ, ત્યાં સુધી તમે આ ગ્રંથનું અવલોકન કરજે.” એમ કહીને ગુરૂ બહાર ચાલ્યા ગયા. હવે તે ગ્રંથને જોતાં મહામતિ સિદ્ધષિ ચિંતવવા લાગ્યા કે–“અહો ! મેં આ અવિચાર્યું અકાર્ય શું આરંભ્ય ? વગર વિચાર્યું કામ કરનાર મારા જેવો બીજે કોણ મૂખ હોય કે સ્વાર્થથી ભ્રષ્ટ કરનારા પરના વચનથી જે કાચને બદલે મણિ હારી બેસે ? મારા ઉપકારી તો તે એક શ્રીમાન હરિભદ્રસૂરિ કે જેમણે મારા માટે જ આ ગ્રંથ બનાવ્યું. મને ધર્મનો બોધ આપનાશ શ્રીહરિભદ્રસૂરિજ મારા સાચા ગુરૂ છે. તેથી આ પ્રસંગે ભાવથી હું તેમને જ મારા હૃદયમાં સ્થાપન કરું છું. મને અનામત (ભવિષ્યમાં થનાર) જાણીને જેમણે મારા માટે ચૈત્યવંદ, નની લલિતવિસ્તરા વૃત્તિ બનાવી. વળી કુવાસરૂપ વિષને દૂર કરીને જેમણે મારા પર દયા લાવી અચિંત્યવીર્યથી મારા હૃદયમાં સુવાસનારૂપ અમૃત રેડયું, તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર થાઓ. વળી હું શિષ્યાભાસ-કુશિષ્ય શું કરવાનું છું, તે જાણીને મારા ગુરૂએ આ નિમિત્તે ઉપકાર કરવા માટે મને અહીં બોલાવ્યો, માટે તેમના ચરણની રજથી સદા હું મારા મસ્તકને પવિત્ર કરીશ; અને મારો દોષ કહી સંભળાવીશ. કારણ કે ગુરૂ તો લોકોત્તર પુરૂષ છે. આ ગ્રંથથી, મને લાગેલ બદ્ધમતની ભ્રાંતિ દૂર થઈ છે. શસ્ત્રઘાતથી જેમ કેદ્રવ–કેદરામાં થયેલ મીણને ભ્રમ દૂર થાય, તેમ મારો ભ્રમ ટળી ગયો છે.” . એ પ્રમાણે સિદ્ધષિ વિચાર કરે છે, તેવામાં ગુરૂ બાહ્યભૂમિ થકી ત્યાં આવ્યા અને તેમને તે પુસ્તકમાં સંલગ્ન જોઈને ગુરૂ પ્રમોદ પામ્યા. પછી ગુરૂનોનીસ્સીહિ શ૦૮ને મહાઘોષ સાંભળતાં તે એકદમ ઉભા થયા અને તેમના ચરણ-કમળમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust