________________ શ્રી પ્રભાવક ચરિત્ર." પિતાનું શિર નમાવીને ચુંબન કર્યું–રજ દૂર કરી. પછી સિદ્ધર્ષિ કહેવા લાગ્યા કે –“હે ભગવન્! મારા પર આપને શા નિમિત્તે મેહ છે? મારા જેવા અધમ શિષ્ય પાછળથી શું ચે કરાવવાના હતા? જેમ ચલિત દાંત સ્વાદમાં વિના કરનાર, લેચન વિગેરે શરીરના વિકાસને દૂષિત કરી ચાંદા-વિગેરેની વેદના ઉપજાવે છે, તેમ પુણ્યહીન કુશિષ્યો આત્મવિકાસને અટકાવી, તેમની પુંઠ થાપડવાની વેદનાને અનુભવતાં તે કેવળ ગુરૂના દ્રોહી હોય છે. હે પ્રભો ! મળવાના બાને મને કેવળ બાધ આપવા માટે તમે અહીં બેલાવ્યો, તથા શ્રી હરિભદ્રસૂરિને ગ્રંથ મારા હાથમાં આપે. હવે કુશાસ્ત્ર સંબંધી મારો ભ્રમ ભાંગી ગયો છે, માટે આપને વિનંતી કરું છું કે–આ આપના કુશિષ્યની પીઠ પર આપને પાવન હાથ સ્થાપન કરે. તેમજ દેવ, ગુરૂની અવજ્ઞાથી લાગેલા મહાપાપનું આજે પ્રાયશ્ચિત્ત આપો કે જેથી આપની કૃપાથી મારી દુર્ગતિને ઉછેદ થાય.’ ત્યારે આનંદાશ્રુથી પિતાના ઉત્તરીય વસ્ત્રને ભીંજાવતા તથા કરૂણાના નિધાન એવા ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે “હે વત્સ! ખેદ ન કર. મદિરામસ્ત જનોની જેમ અભ્યાસ કરેલ કુતર્કના મદથી વ્યાકુળ બનેલા લેકથી કેણ પરાભવ પામતા નથી, હું ધારું છું કે તું છેતરા નથી. કારણ કે મારા વચનને તું ભૂલી ન ગયો. મદથી વિકળ થયેલ તારા વિના અન્ય કોણ પૂર્વે સાંભળેલ યાદ કરે? તું બીજા વેષથી ત્યાં ગયે, તે તે તેમને વિશ્વાસ પમાડવા માટે હોઈ શકે પણ તેથી તારા મનમાં ભારે ભ્રાંતિ થવા પામી છે, એમ હું માનતો નથી. વળી વ્યાખ્યાનકારની પ્રજ્ઞાથી પ્રખ્યાત તથા શાસ્ત્રાર્થના રહસ્યને જાણનાર અને મારા ચિત્તને આનંદ પમાડનાર તારા જેવો શિષ્ય આ મહાન ગચ્છમાં કેણ છે ?" એ પ્રમાણે સિદ્ધર્ષિને આનંદ પમાડી, પ્રાયશ્ચિત્ત આપીને ગુરૂ મહારાજે તેમને પોતાના પદ પર સ્થાપન કર્યો, અને પોતે નિઃસંગ થઈ તે નગરની ભૂમિને ત્યાગ કરી, પૂર્વ ઋષિઓએ આચરેલ એવા તપને માટે તેઓ અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ વાર ઉપસર્ગ સહન કરવાની બુદ્ધિથી કાયોત્સર્ગો રહેતા, કેઈ વાર નિશ્ચળ દષ્ટિથી પ્રતિમાને અભ્યાસ કરતા, કેઈ વાર પારણામાં માત્ર વ્રત નિવહની ખાતર કિલષ્ટ આહાર લેતા, અને કોઈ વાર મા ખમણ વિગેરે તપસ્યાથી તે કમ ખપાવવા લાગ્યા. એ પ્રમાણે દુષ્કર ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન આદરીને તે સુજ્ઞ ગર્ગષિ મહારાજ સ્વર્ગે ગયા. : : : : હવે અહીં વ્યાખ્યાનકાર સિદ્ધર્ષિ સૂરિ પાંડિત્યથી સર્વત્ર પ્રખ્યાત થયા અને પોતાને પંડિત માનનાર પરશાસનને તે જય કરવા લાગ્યા. સૂર્યની જેમ સમસ્ત શાસનને ઉદ્યોત કરતા તે વિશેષ પરાક્રમ–તેજથી જગતને શાંતિ પમાડવા લાગ્યા. અસંખ્ય તીર્થયાત્રાદિ મહોત્સવમાં મહાઉત્સાહ ધરાવનાર એવા ધાર્મિક P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust