________________ ( 194). શ્રી પ્રભાવક ચરિત્ર છે. સ્વપરના જે તગ્રંથો ( ન્યાયશાસ્ત્રો) છે, તેને તો મેં અભ્યાસ કરી લીધે, પણ બોદ્ધના પ્રમાણશાસ્ત્રો તો તેમના દેશમાં ગયા વિના શીખી શકાય તેમ નથી.” એમ ધારી બોદ્ધના દેશમાં જવાને આતુર બનેલા શ્રી સિદ્ધર્ષિએ વિનીત વચનથી ગુરૂની અનુમતિ લેતાં નિવેદન કર્યું કે–“હે ભગવન્! મને અનુજ્ઞા આપો તો હૈદ્ધશાસ્ત્રનો અભ્યાસ કરવા જાઉં. ' એટલે શ્રતવિધિથી નિમિત્ત જોઈને ગુરૂ તે પ્રાથમિક અભ્યાસી શિષ્યને વાત્સલ્ય પૂર્વક કહેવા લાગ્યા કે—“ વત્સ ! અભ્યાસ કરવામાં અસંતોષ રાખવો એ જે કે સારું છે, તથાપિ તને કંઈક હિતવચન કહું છું બુદ્ધિનો નાશ કરનાર શાસ્ત્રમાં પ્રાણીઓનું સત્ત્વ કે ઈ ચાલતું નથી, તેથી તેમના હેત્વાભાસથી જે તારૂં ચિત્ત કદાચ ભ્રમિત થાય અને તેમના આગમના આદરથી તું જૈન સિદ્ધાંતથી વિમુખ થઈ જાય, તો ઉપાર્જન કરેલ પુણ્યને તું અવશ્ય નાશ કરી બેસીશ, એમ નિમિત્તથી હું સમજી શકું છું, માટે એ વિચારને તું માંડી વાળ. તેમ છતાં ત્યાં જવાને માટે તારે ઉત્સાહ અટકતો ન હોય, અને ત્યાં જતાં કદાચ તું ખેલના પામે, તો પણ મારા વચનને માન આપી એક વખત તારે અહીં આવી જવું, અને વ્રતના અંગ રૂ૫ રજોહરણ અમને આપી દેવું.” એમ કહીને આચાર્ય મૌન રહ્યા. એવામાં મનમાં ખેદ પામી, કાન પર હાથ રાખીને સિદ્ધર્ષિ બોલ્યા કે પાપ શાંત થાઓ અને અમંગલ નાશ પામે. એ અકૃતજ્ઞ કેણ હેય? જેણે અમેદ પૂર્વક મારી જ્ઞાનચક્ષુ ઉઘાડી, તે ધગ્ર સમાન પર-વચનથી કેણ તેમની પ્રતિકૂલ આચરે ? વળી હે નાથ ! તમે મને છેવટનું વચન પાળવા માટે કેમ કહ્યું?, કયે કુલીન પિતાના ગુરૂના ચરણ-કમળનો ત્યાગ કરે ? કદાચ ધતૂરાના બ્રમની જેમ મન વ્યાક્ષિત થઈ જાય, તથાપિ આપનો આદેશ તો હું અવશ્ય પાળવાને જ. ' એમ કહી ગુરૂને પ્રણામ કરીને સિદ્ધર્ષિ અવ્યક્ત વેષને સ્વીકારી પોતાની ઈચ્છાનુસાર મહાબોધ નામના બાદ્ધ નગરમાં ગયા, ત્યાં પોતાની કુશાગ્ર બુદ્ધિથી તેમણે વિદ્વાનોને દુર્બોધ શાસ્ત્રોને પણ અલ્પ પ્રયાસે અભ્યાસ કરી લીધું. જેથી બદ્ધોને ભારે આશ્ચર્ય થઈ પડયું. પરંતુ તે સિદ્ધર્ષિને પિતાના મતમાં લેવા માટે તેમને ભારે મુશ્કેલ હતું. કારણ કે અંધકારમાં ઉદ્યોત કરનાર, રત્નને પામીને મધ્યસ્થપણનેજ આશ્રય કરે, તેમ તે મધ્યસ્થ રહ્યા. પરંતુ મત્સ્યને ધીવર (મચ્છીમાર ) ની જેમ તેઓ તેવા પ્રકારના, ઉત્સાહ વધારનાર અને ગૃદ્ધિ પમાડનાર વચનપ્રપંચથી સિદ્ધષિને લલચાવવા લાગ્યા, એટલે તેમના આચાર વિચારમાં રસ પડવાથી તેમની મનોવૃત્તિ હળવે હળવે ભ્રમિત થવા લાગી. એમ શ્રાદ્ધમતમાં આસક્ત થતાં અને તેને માર્ગ પર તેમનો અભાવ થઈ ગયો, જેથી તેમણે બાદ્ધની દીક્ષા લઈ લીધી. પછી એક વખતે મેં તેમને ગુરૂપદે સ્થાપતાં તે કહેવા લાગ્યા–એક વાર મારે પૂર્વગુરૂના અવશ્ય દર્શન કરવા” એમ મેં તેમની પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust