________________ ( 18 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. કરતાં, તેણે ભક્તિથી સંતુષ્ટ થઈને એને નવું શરીર આપ્યું. એમ જેની વચનરચનાથી સવિતા પિતે પરમ સંતોષ પામે. આહારાદિકની મલિનતાથી ભરેલા આપણે મનુષ્ય શું માત્ર છીએ?” ત્યારે બાકવિ કહેવા લાગ્યો કે –“હે સ્વામિન ! આ તમે પક્ષપાત જેવું શું બેલો છે ? જ્યાં દેવનો પ્રભાવજ પ્રગટ હોય, ત્યાં એની પ્રશંસા કરવી શા કામની?” આથી શ્રી હર્ષ રાજાએ જણાવ્યું કે જે શક્તિ હોય તો એવા પ્રકારના આશ્ચર્યાતિશય અન્ય કોઈ બતાવે, એટલે તેની પ્રશંસા કરવામાં કેણુ પક્ષ કરે તેમ છે?” એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં બાણુ ભારે સાહસ બતાવતા કહેવા લાગ્યો કે—મારા હાથ પગ છેદીને તમે મને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી આવો, કે જેથી હું ત્યાંથી ઉઠીને આવતાં તમારા થકી ભારેમાં ભારે પ્રશંસા અને સન્માન પામું.” એવામાં મયૂર બેલ્યો કે હે દેવ! ગમે તેમ છે, તે પણ મારા પર અને નુકંપા લાવીને તમે એને એવી સ્થિતિમાં લાવશે નહિ, કારણ કે મારી પુત્રીને દુઃખ થશે. એટલું જ નહિ પણ એ વ્યંગ (શરીરે હીન) ની તેને ભારે મુશ્રુષા કરવી પડશે. વળી હે પ્રભે! મને પણ જન્મભર ભારે કષ્ટ થઈ પડશે.” એમ સાંભળતાં રાજા, મયૂરપર અદ્દભુત ભક્તિ ધરાવતાં અને બાણપર ક્રોધ લાવતાં કહેવા લાગ્યું કે –“હે પંડિત ! મારે એ મોટું આશ્ચર્ય જેવાનું છે, માટે વચનશક્તિ ધરાવનાર બાણના કહેવા પ્રમાણે તો કરવાનું જ છે. પછી જે એને નવા હાથ પગ આવશે, તે એને ભારે યશ ફેલાશે અને જો તેમ ન થાય, તો વિશેષ વચન રચનાથી મણિની ભજના કરવી પડશે, કારણ કે રાજસભામાં પિતાની ઈચ્છા પ્રમાણે યદ્રા તઢા બેલનારને માટે અવકાશ નથી. અથવા તો તું સૂર્યને આરાધીને એ પંડિતને પણ નાગને નિર્વિષ કરવાની જેમ સ્વસ્થ બનાવીને મદરહિત કરજે.' એમ કહીને રાજાએ તે પ્રમાણે કર્યું. એટલે બાકવિ, અત્યંત શ્રવણીય તથા ઉત્કટ શબ્દાક્ષરથી અદભુત એવા કાવ્યો બનાવતાં તે ચંડીદેવીની સ્તુતિ કરવા લાગ્યું. તેમાં પ્રથમ લેકનો સાતમો અક્ષર બોલતાં દેવી સાક્ષાત્ આવીને કહેવા લાગી કે-“હે ભદ્ર! વર માગ. . . . .. * * * એટલે બાણકવિ બે -“મને હાથ પગ આપ.” એમ બોલતાં જ તેના અંગોપાંગ સંપૂર્ણ થતાં તે સાક્ષાત દેવસમાન દેદીપ્યમાન ભાસવા લાગ્યો. પછી તે મહોત્સવપૂર્વક રાજભવનમાં આવ્યું. ત્યાં રાજાએ બાણુ અને મયૂર બંનેને આદર સત્કાર કર્યો, અને બંનેને સન્માનપૂર્વક રાખ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust