________________ શ્રી માનતુંગસૂરિ ચરિત્ર. ( 179) પછી પૂર્વના ક્રોધને લીધે તે બંને વિવાદ કરતાં કઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે રાજા કહેવા લાગ્યું કે-આ બંનેને નિર્ણય અહીં થવાનો નથી. માટે મૂલ મૂર્તિએ રહેલ જ્યાં સરસ્વતી દેવી છે, ત્યાં બંને કાશમીરમાં આવેલ નિવૃત્ત નગરમાં જાય, એ દેવીજ એમને જય પરાજય પ્રગટ કરશે. કારણ કે કો સુજ્ઞ પુરૂષ પોતાના માથે દોષ લે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથે મારા આંગણે બાળી નાખવા, એ તમારા બંને વચ્ચે શરત છે.’ એ પ્રમાણે કરવા માટે તે બંને કબલ થયા અને પંડિત તથા રાજપુરૂ સાથે તેઓ સન્માનથી કાશ્મીર ભણું ચાલી નીકળ્યા. માર્ગમાં અખડિત પ્રયાણ કરતાં અલ્પકાળમાંજ સરસ્વતી અને બ્રહ્માથી પવિત્ર થયેલ તે નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તે બંને દુષ્કર તપ કરીને દેવીની આરાધના કરવા લાગ્યા, ત્યારે દેવી સંતુષ્ટ થઈ. પછી તેમની પરીક્ષા કરવા માટે દેવીએ તેમને દૂર દૂર રાખીને એક સમસ્યાપદ પૂછ્યું, એટલે બાકવિએ તરતજ તે પૂર્ણ કર્યું અને મયૂરે પણ તેજ પ્રમાણે અક્ષર પંક્તિ પૂરી કરી. તેમાં શીધ્ર અને વિલંબના ભેદથી અમુક સમયનું માન રાખવામાં આવ્યું હતું. એટલે શીઘ્રતાથી બાણ જય પામ્યું; અને મયૂર વિલંબ કરવાથી પરાજિત થયા. દેવીએ આ પ્રમાણે સમસ્યા પૂછી હતી. . . . . શતચંદ્ર નમતા " પછી તે બંને પંડિતોએ આ પ્રમાણે પૂર્ણ કરી “ટામોરવાયાત-નિશ્ચતતા दृष्टं चारपूरमल्लेन शतचंद्रं नभस्तलम्" // 1 // . કૃષ્ણના કરાઘાતથી આકુળ વ્યાકુળ થયેલ ચાણુરમલે આકાશતલમાં સેંકડો ચંદ્રો જોયા.” એ પ્રમાણે પોતાના વાદનો નિર્ણય પામતાં તે બંને કવિ પ્રધાન સાથે પાછા પોતાના નગરમાં આવ્યા અને રાજાની સમક્ષ આવીને બેઠા. ત્યાં મયૂરે પિતાના ગ્રંથ-પુસ્તકે ખેદપૂર્વક લાવીને બાળી મૂક્યા અને તે ભસ્મીભૂત થઈ ગયાં. એટલે ભસ્મ પણ જ્યાં સુધી ઉડી, ત્યાં સુધી તે શ્રી સૂર્યસંબંધી સો પુસ્તકેમાં સાક્ષાત સુર્યના કિરણેથી પ્રગટ અક્ષરો દેખાતા હતા, આથી રાજાએ બહુ માનથી મયૂરને પ્રભાવ પ્રકાશિત કર્યો, અને તે બંનેને રાજા સમાન માનદષ્ટિથી જોવા લાગ્યા. *. * એવામાં એકદા રાજાએ પોતાના અમાત્યને કહ્યું કે –“અહો ! દુનીયામાં બ્રાહ્મણેજ પ્રત્યક્ષ અતિશય દેખાય છે, કોઈ દર્શનમાં કયાં આ પ્રભાવ છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust