________________ મી માનતુંગરિ ચરિત્ર ( 177 ) આવતાં મયૂર મનમાં દઢ વિચાર કરવા લાગ્યું કે " કલંકથી મલિન થયેલા પુરૂ ને મિત્રસભા ઉચિત નથી. બાળમિત્રોની એ સભામાં જેઓ નિઃશંક થઈને બેસે છે, તેઓ ભ્રકુટી રૂપ ખડગથી છેદાયેલ પોતાના મસ્તકને કેમ જાણતા નહિ હોય ? વળી વૈરાગ્યથી કદાચ દેહને ત્યાગ કરૂં તે તે પણ સજજનોને ઉચિત નથી. કારણ કે દુઃખ સહન ન કરી શકવાથી તે સ્ત્રીઓની જેમ એક પ્રકારની કાયરતા છે, માટે કલાનિધાન અને પ્રભાવી એવા કઈ પવિત્ર દેવનું આરાધન કરું કે જેના પ્રભાવથી આ દેહ પુન: નવીન (નિરોગી) થાય. કર્મસાક્ષી સૂર્યદેવની આરાધના કરું. કારણ કે એની આરાધના અને વિરાધના બંને સાક્ષાત્ ફલવતી દેખાય છે.” એમ ધારી છ છેડાવાળા એક ૨જજુયંત્રનું અવલંબન લઈને ત્યાં બેઠો અને પિતાની નીચે ખેરના ધગધગતા અંગારાથી એક ખાડો ભર્યો. પછી શાર્દુલ છંદમાં એક એક લોક બોલતાં છુરી લઈને તે પોતાના પગને કાપવા લાગ્યું. એમ પાંચ કાવ્યો બેલી તે કુષ્ટી જેટલામાં પોતાનો બીજો પગ કાપવા જાય છે, તેવામાં સૂર્યે પ્રગટ તેજથી આવીને તેને નવીન દેહધારી બનાવી મૂકે અને અગ્નિને તરત બુઝાવી નાખે. પછી એક કાવ્યો બનાવીને તેણે સૂર્યદેવની સ્તુતિ કરી કે જેમાંનું એક કાવ્ય યાદ કરતાં પણ દેવ સાક્ષાત આવીને હાજર થાય છે. એમ સૂર્યદેવે સંતુષ્ટ થઈને તેનું શરીર નિરોગી બનાવ્યું કે જે કનક સમાન દીપતું અને તરૂણ થઈ ગયું. પછી પ્રભાતે દેહને પ્રગટ બતાવતો તે રાજસભામાં આવ્યું. એટલે હર્ષ રાજાએ તેને પૂછયું કે આ તારૂં શરીર નવીન કેમ થયું તે કહે.” . * ત્યારે મયુર કહેવા લાગ્યો હે દેવ ! મેં સૂર્યદેવની આરાધના કરી. તેથી સંતુષ્ટ થઈને તેણે મને આજે નિરોગી બનાવ્યું. કારણ કે ભક્તિને શું દુષ્કર છે?” તે વખતે બાણના પક્ષના પંડિતને જાણે ઈર્ષ્યા આવી હોય, તેમ તેઓ કંઇક કટાક્ષથી સ્પષ્ટ ક બેલ્યા કે— " यद्यपि हर्षोत्कर्ष विदधति मधुरा गिरो मयूरस्य / बाण विश्रृंभण समये तदपि न परभागभागिन्यः ?" // 1 // જે કે મયૂરની મધુર વાણુ હત્કર્ષ ઉપજાવે છે, તથાપિ બાણના વિકાસ સમયે તે વિશેષ ઉત્કર્ષવાળી લાગતી નથી.” એમ સાંભળતાં રાજા બોલ્યા કે ખરેખર ! ગુણ એક બીજા પર મત્સર ધરાવે છે, એ વાત સત્ય છે. તમે એના પર પણ અદેખાઈ બતાવો છે, તે અમે તમને શું કહીએ? જેણે વેદ્યના ઔષધ વિના સરલ મનથી સૂર્યનું આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust