________________ શ્રી પ્રભાવક ચરિત્ર ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું, છતાં રાજ્યક્રાન્તિને કારણે દેશમાં કંઈક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઇને માલવા સુધીમાં શકોના ટોળાં ફેલાઈ ગયાં હતાં અને આ સર્વ આપત્તિનું મૂલકારણ ગર્દભિલકારા સાધ્વી સરસ્વતીનું અપરહણ હતું, જે ગર્દભિવ કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફર્યાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઈને શકે નહિ લાવ્યા હોત. કાલક જબર્દસ્ત યુગપ્રવર્તક પુરૂષ હતા. તેમણે રાજ્યક્રાન્તિ જ કરાવી હતી એમ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબધું પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનું– યેગની પ્રવૃત્તિ ચલાવી હતી અને પ્રથમાનુયોગ નામથી એક કથા વિષયક આગર સિદ્ધાન્ત ગ્રન્થની રચના કરી હતી અને તે ઉપરાન્ત તેમણે લોકાનુયોગમાં કાલક સંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવી હતી. પરંપરાથી ભાકવા શુદિ 5 ને દિવસે પર્યુષણ પર્વ થતું હતું તે એમણે ચતુર્થીને દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પિતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે “પ્રામાણિક” તરીકે મંજુર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલકનો જૈન સંઘમાં કે પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણું શકશે. કાલકની વિહાર ભૂમી પણ ઘણું વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના ) માં તે સંઘને પિતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, દક્ષિણમાં પ્રતિષ્ઠાનમાં પંચમી થકી ચતુથીમાં સાંવત્સરિક પર્વ કરે છે, પશ્ચિમમાં તે તેઓ છેક ફારસની ખાડી સુધી શકિસ્તાનમાં પહોંચી જાય છે અને એ ઉપરાન્ત સુવર્ણભૂમી સુધી તે પોતાને વિહાર લંબાવે છે. આથી કાલકે જ્યાં સુધી પિતાને વિહાર લંબાવ્યો હતો તે જણાશે. કાલકાચાર્ય કયાં અને કયારે સ્વર્ગવાસી થયા એ જણાયું નથી પણ ઘણે ભાગે તેઓ વીર વિ. સં૪૬૫ ની લગભગમાં પરલોકવાસી થયા હશે, એમ હું માનું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust