________________ " કાલકાચાર્ય. \/\52 6 25 રાજા બલમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બે પરસ્પર વિરૂદ્ધ લેખોને સમન્વય એ છે કે લડાઈ જીત્યા પછી તરત તે ઉજેણીની ગાદીએ શક જ બેઠે હતો, પણ તે ત્યાં બહુ ટકો લાગતો નથી. લગભગ 4 વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્ર–ભાનુમિત્રે તેમને ઉજેણીમાંથી કાઢીને પિતાને કબજે કર્યો હતો, આ કારણથી કથાવલીને લેખ પણ અપેક્ષાથી સાચો જ છે. પ્રબન્ધકાર લખે છે કે કાલકાચાર્ય બલમિત્ર, ભાનુમિત્રના આગ્રહથી ભરૂચમાં વર્ષાચેમાસું રહ્યા, પણ પુરોહિતની ખટપટના પરિણામે તેમણે ચોમાસામાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનમાં જઈને ચતુર્થીને દિવસે પણ કરી હતી, પ્રબન્ધન એ લેખ પણ વિચારણીય છે. કેમકે નિશીથચૂણિમાં સ્પષ્ટ લખેલું છે કે તેમણે ઉજેણીમાં માસું કર્યું હતું અને ત્યાંથી જ તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા હતા. બલમિત્ર–ભાનુમિત્ર ભરૂચના રાજા તરીકે જ વિશેષ પ્રસિદ્ધ હતા, કેમકે ઉજેણીને અધિકાર તેમણે પાછળથી મેળવ્યો હતો અને ત્યાં તેઓએ 8 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. જ્યારે ભરૂચમાં તેમણે પર વર્ષ સુધી રાજપદ ભોગવ્યું હતું. આથી તે પ્રાયઃ ઠેઠ સુધી ભરૂચના રાજા તરીકે જ પ્રસિદ્ધ રહ્યા લાગે છે, અને એજ પ્રસિદ્ધિના પરિણામે પ્રકારે કાલકને ભરૂચથી પ્રતિષ્ઠાનની તરફ વિહાર કરાવ્યો લાગે છે. વાસ્તવમાં કાલકે ભરૂચથી નહિ પણ ઉજેણથી પ્રતિષ્ઠાને જઈને સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણ પર્વનું આરાધન કર્યું હતું. અવિનીત શિષ્ય પરિત્યાગવાલી ઘટનાના વર્ણનમાં પણ પ્રસ્તુત પ્રબન્ધકારે એક મોટી ભૂલ કરી છે. તેઓ લખે છે કે “શિષ્યોના અવિનયથી કંટાળીને કલિક તેમને મૂકીને છાના વિશાલા અર્થાત ઉજજેણી તરફ ચાલ્યા ગયા અને ત્યાં પોતાના પ્રશિષ્ય સાગરસૂરિની પાસે રહ્યા કાલકે પોતાના શિષ્યોને ક્યાં ત્યાગ કર્યો તે અહીં જણાવ્યું નથી, પણ તેમને છોડીને તેઓ ઉજેણી ગયા એમ બતાવ્યું છે, જ્યારે ખરી હકીકત એ છે કે કાલકે ઉજજેણીમાં પિતાના શિષ્યોને ત્યાગ કર્યો અને ત્યાંથી એકલા વિહાર કરીને સુવર્ણભૂમીમાં પોતાના પ્રશિષ્ય સાગર ક્ષમણની પાસે તેઓ ગયા હતા; “સ ત્તવમUT સારસ્વમ સુવર્ણભૂમિg” આ ઉતરાધ્યયન નિયુકિતની ગાથામાં તેમજ અન્ય ગ્રન્થોમાં પણ આ હકીકત ઘણી પ્રસિદ્ધ છે; છતાં પ્રભાચન્ટે આ વિષયમાં આવી ભૂલ કેમ કરી હશે તે કહી શકાય તેમ નથી. અન્તમાં પ્રબન્ધકારે કાલકના મુખે સાગર પ્રતિ અષ્ટપુષ્પીના સ્વરૂપને પ્રશ્ન કરાવ્યો છે, પણ પ્રાચીન પુસ્તકમાં આ વિષયને કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી. મૂલ વૃત્તાન્તમાં કાલાન્તરે કેવી રીતે ઉમેરા થાય છે તે આ ઉપરથી જણાશે. કાલકના ગુરૂ અને ગ૭ સંબધી કંઇ પણ વૃત્તાન્ત જાણવામાં આવ્યું નથી તેમજ તેઓ શ્રુતજ્ઞાનના કેવા અભ્યાસી હતા તે પણ નથી જાણતું, પણ તેમણે કરેલ અનુયોગ નિર્માણ ઉપરથી જણાય છે કે તેમની તે કાલીન મૃતધરોમાં ગણતરી અવશ્ય હોવી જોઈએ. કાલકનો સમય સંયમ પ્રધાન હતા. તેમના સમયમાં રેવતીમિત્ર, આર્યમંગૂ અને આર્યસમુદ્ર જેવા અનુયોગધરે વિચરતા હતા. મધ્યહિન્દુસ્થાન અને કેકન વિગેરેમાં જૈન 'श्रीकलाससागरसूरि ज्ञानमन्दिर भीमहातीर जान आराधना केन्द्र on ThuઘR) fs a82002 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust