________________ શ્રી પ્રભાવક ચરિત્ર. ઉપર્યુક્ત ધટનાઓ પિકી પ્રસ્તુત પ્રબન્ધમાં માત્ર 5 મી 6 ઠી અને 7 મી આ ત્રણ ઘટનાઓનું વર્ણન આપેલું છે. 3 જી અને 4 થી એ બે ઘટનાઓ પ્રાયઃ અપ્રસિદ્ધ છે અને 2 જી ઘટનાને અતિ દેશમાત્ર કર્યો છે અને 1 લી ઘટના અન્યકાલક સંબધી જાણુને છોડી દીધી લાગે છે. આ બધી ઘટનાઓ પૈકી કઈ ઘટના કયા સમયમાં બની તે સંબન્ધી ઉહાપોહ અમોએ અમારા “વરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના” તથા “આર્યકાલક” નામના નિબન્ધામાં કર્યો છે અને પરિણામે જે સમયની અટકળ કરી છે. તે વાંચકોને અવલોકવા નિમિત્તે નીચે આપીયે છીયે– 1 યલ નિરૂપણ–નિ સં 300 થી 335 સુધીમાં. 2 નિગોદ વ્યાખ્યાન-નિ. સં૦ 336 થી 376 સુધીમાં. 3 નિમિત્ત પઠન–૪૫૩ ની પહેલાં પાંચ-દશ વર્ષ ઉપર. 4 અનુયોગ નિર્માણ 453 ની પૂર્વે. 5 ગÉભિલોચ્છેદ–૫૩ ના વર્ષના અન્ત. 6 ચતુર્થી પર્યુષણું-૪પ૭ અને 465 ની વચમાં. 7 અવિનીત શિષ્યત્યાગ-૫૭ પછી અને 465 ની પહેલાં. આટલું પ્રાસંગિક વિવેચન કરી હવે પ્રસ્તુત પ્રબળ ઉપર આવીયે. કાલકાચાર્ય ધારાવાસનગરના રાજા વીરસિંહના પુત્ર અને ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના મામા હતા અને એમનાં સર્વ કામો ક્ષત્રિયોચિત હતાં; એ બધી વાતોને વિચાર કરતાં એઓ જાતિના ક્ષત્રિય હશે એમાં કંઈ શંકા જેવું નથી. કાલકે જેન આચાર્ય ગુણાકરના ઉપદેશના પરિણામે કુમારાવસ્થામાં જ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, એટલું જ નહિ પણ એમની બહેન સરસ્વતીએ પણ તે જ માર્ગનું અનુસરણ કર્યું હતું કે જેના નિમિત્તે ગÉભિલોચ્છેદવાલી ઘટના બનવા પામી હતી. - પ્રસ્તુત પ્રબન્ધકારે કાલકની મદદે આવેલ 96 શક રાજાઓને શાખિદેશથી આવ્યા બતાવ્યા છે, પણ ખરી રીતે તેઓ ઇરાનથી આવ્યા હતા. નિશીથચૂર્ણિમાં આ શકે પારસફૂલ'ના હતા એમ જણાવ્યું છે, જ્યારે પ્રાકૃત કાલકકથામાં તેઓ “શકૂલ થી આવ્યાનો ઉલ્લેખ છે. પારસકૂલ’ એને અર્થ ફારસની ખાડી પાસેને દેશ એવો જણાય છે, ત્યાંના શકે ઉપરથી તે શકકુલ પણ કહેવાતો હોય; “શાખિદેશ” એ કંઈ દેવાનું વાસ્તવિક નામ નથી, પણ પ્રાકૃત “સાહિ’ શબ્દનું સંસ્કૃત રૂપ છે અને “સાહિ” એ રાજાવાચક “શાહ ને અપભ્રંશ છે. આથી એ સિદ્ધ થાય છે કે જે 96 મંડલિકે કાલકની પ્રેરણુથી હિન્દુસ્થાનમાં આવ્યા હતા, તે જાતિના “ક” અને “શાહ' ઉપાવિધારી ઇરાનના મંડલિકે હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પિતાની સત્તા જમાવી અને તે પછી ઉજેણું ઉપર જઇને ગર્દભવને પદભ્રષ્ટ કરી ત્યાંને કબજે લીધે હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં તેમજ વ્યવહારચુર્ણિ આદિમાં ઉજેણીના સિંહાસન પર સાહિ”ને બેસાડવાને લેખ છે; જ્યારે કથાવલીમાં ઉજજેણના રાજ્યાસન ઉપર લાટના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust