________________ ( 156 ) શ્રી પ્રભાવક ચરિત્ર હે રાજન! તે યુક્ત કર્યું કેમ કહેવાય? કારણકે સર્વ શાસ્ત્રરસ કોઈથી અનુભવી શકાતો નથી. તેથી નન્નસુરિએ વાસ્યાયનનું વ્યાખ્યાન કરતાં જ્યારે તારા જેવા બુદ્ધિશાળી વિદ્વાનને વિક૯૫ થાય તો અન્ય કોને વિકલ્પ ન થાય?” આથી રાજાને લક્ષ્યમાં આવતાં તેણે તે બંને સુજ્ઞશિરોમણિ આચાર્યોને ખમાવ્યા, અને કહ્યું કે–“મારા મિત્રે જે વચન કહ્યું હતું, તે ખરેખર સત્યજ છે. સંયમ, શીલ, વર્તન અને વિતાવડે તેમના ગુરૂજાતા મને પૂજ્ય છે. એ મારી ભ્રાંતિને માટે આપ ક્ષમા કરો.” . ત્યારે ગોવિંદસૂરિ બોલ્યા કે—“હે ભૂપાલ! તું અમારું ચરિત્ર જુએ તેથી તપ કલંકિત ન થાય. કારણ કે તે દોષ બતાવનારા પુરૂષ કલ્યાણ નિમિત્ત થાઓ કે જેમના પ્રભાવથી અપવાદથકી ભય પામતા અને વિશેષથી પોતાનું કલ્યાણ સાધવામાં એક નિષ્ઠાવાળા ગુણવંત જનો ગુણ મેળવવા તત્પર થાય. વળી જે ચારિત્રથી નિર્મળ છે, તે પંચાનનસિંહ સમાન છે, પણ વિષય કષાયથી જે પરાજિત છે, તેમની રેખા જગતમાં ભુંસાવાની છે. વળી જે પિતાના મનમાં કામશલ્યને ધારણ કરે છે તથા વિષયરૂપ પિશાચ અને બલવાન ઇંદ્રિયોથી પરાભવ પામેલા છે, તેમની રેખા જગતમાં મલિન થવાની છે. તેમજ તે બાળક છતાં સિંહ સમાન છે કે જે પિતાની શક્તિ ઉજવળ કીર્તિ અને નિર્મળ ચારિત્રથી પિતાના કુળરૂપ ગગનમાં ચંદ્રમા સમાન શેભે છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના મિત્ર ગુરૂને કહેવા લાગે કે –“હું ધન્ય છું કે જેના ગુરૂનું કુળ આવું છે.” પછી રાજાએ તેમને કેટલાક દિવસ ત્યાં રાખ્યા. ત્યારબાદ શ્રી બમ્પટ્ટિસૂરિની અનુમતિ લઈને તે બંને ધુરંધર આચાર્યો સ્વસ્થાને ગયા. અહીં ધર્મવ્યાખ્યાન અને પ્રશ્નોત્તરાદિક કરતાં તે બંને મિત્રોને કેટલોક કાળ આનંદથી વ્યતીત થયો. એક દિવસે ત્યાં કર્ણપ્રિય સંગીતથી ગંધર્વ દેવને જીતનાર ગવૈયાઓનું એક ટેળું આવ્યું. તેમાં સાક્ષાત્ કિન્નરી સમાન એક માતંગી (ચંડાલણી) હતી, તેણે સંગતરસ અને રૂપાદિકથી રાજાને રંજિત કર્યો. એટલે રાગરૂપ શત્રુએ તે પ્રતિપક્ષી રાજાની ચિત્તવૃત્તિરૂપ નગરીમાં પરાભવ પમાડે. જાણે ભય પામી હોય તેમ ત્યાં રહેતી ઇંદ્રિયે બહાર નીકળી ગઈ. તેથી તેમની જાણે પ્રેરણા થઈ હાય તેમ રાજાએ બહાર આવાસ દીધે. અર્થાત્ તે માતંગી પાછળ ઘેલા બનીને રાજા બહાર ભમતે બેલવા લાગ્યો કે–અહે ! પૂર્ણ ચંદ્ર સમાન એનું મુખ અમૃત તુલ્ય એની અધરલતા, મણિની પંકિત સમાન એના દાંત, કાંતિ તો જાણે સાક્ષાત્ લક્ષ્મી, ગજ સમાન એની ગતિ, પારિજાત તુલ્ય પરિમલ, કામધેનુ સમાન વાણી, કટાક્ષ તો જાણે સાક્ષાત્ કાલકૂટ (વિષ) તે હે ચંદ્ર મુખી ! દેવતાએ શું ક્ષીરસાગરનું તારે માટે મંથન કર્યું ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust