________________ બી બમ્પબહિસ્કાર-રાત્રિ. - એવામાં ખાનગી ચર પુરૂદ્વારાએ રાજાની એ સ્થિતિ જાણવામાં આવતા શ્રી બપ્પભદિ આચાર્ય ચિંતવવા લાગ્યા કે–અશ્વ જે આડે માળે જાય, તે તેમાં અસવારને દોષ છે. આમ રાજા જે કુમાગે ઉતરે, તે સમસ્ત પ્રધાનમંડળમાં એ કલંક અવશ્ય પ્રગટરીતે મનેજ લાગે. માટે ગમે તે ઉપાયથી એને શિક્ષા આપવી.” એમ ધારી અવલોકનના મિષે કામ વ્યાધિના આષધનું સ્મરણ કરતા આચાર્ય બહારના મકાનમાં ગયા ત્યાં પટ્ટશાળાના નવા પટ્ટપર ખડીવતી તેમણે બેધદાયક એવી મતલબના અતિ કાવ્યો લખ્યાં કે–“હે જળ ! તારામાં શીતલ ગણ છે. સ્વાભાવિક સ્વછતા છે. તારી પવિત્રતા માટે તે કહેવું જ શું ? કારણ કે તારા સંગથી બીજા પવિત્ર થાય છે, તેમજ આ કરતાં શું વધારે પ્રશંસ નીય હોઈ શકે? કે તું પ્રાણીઓના જીવનરૂપ છે. તેમ છતાં તું નીચ માગે ગમન કરે, તે તેને અટકાવવાને કોણ સમર્થ થઈ શકે ? વળી હે હાર! તું સદ્દવૃત્ત (ગોળાકાર) સદ્દગુણ (દરા) યુકત, મહાકીંમતી અને માનનીય, તેમજ રમણીય રમણના કઠિન સ્તનતટપર શોભા પામનાર છતાં દુષ્ટાના કઠિન કંઠમાં લગ્ન થઈ ભંગ :પામનાર તું અહો ! તારૂં ગુણિપણું હારી ગયે. કુમાર્ગે ઉત્પન્ન થયેલ, અસદશ, તથા ફળ, ફૂલ અને પત્ર રહિત એવી લતા પર ગમન કરતાં હે ભ્રમર ! તને લજજા આવતી નથી? પૃથ્વીને ઉપભેગ કરનાર છતાં માતંગીમાં આસકત થનાર અને ધર્મને ઉપહાસ કરાવનાર હે ભદ્ર! ગજ સ્નાનની જેમ વસુધાને તું શા માટે અભડાવે (મલિન કરે) છે? જેનાથી લોકમાં લઘુતા પમાય, અને જેનાથી પોતાના કુળક્રમનો લેપ થાય, એવું દુષ્ટ કામ? કંઠ પ્રાણ આવ્યા છતાં ન કરવું. જીવિત જળબિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળ તરંગ સમાન ચપળ છે તથા પ્રેમ સ્વમ સમાન છે, માટે છે ભદ્ર! તને યોગ્ય લાગે, તેમ કર.” એ પ્રમાણે લખીને બમ્પસદ્ધિ ગુરૂ આનંદ પૂર્વક પોતાના સ્થાને ચાલ્યા ગયા. એવામાં બીજે દિવસે રાજા પણ તે મકાન જેવાને આવ્યા અને હૃદયને ભેદનાર તે વાક્ય જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ દગ્ધપાનથી ધતુરાની મૂછની જેમ તેને શ્રમ નાશ પામ્યું. એટલે પોતાના મુખકમળને શ્યામ કરતા આમરાજા ભારે પશ્ચાત્તાપ માં પડીને ચિંતવવા લાગ્યો કે–અહો ! મિત્ર વિના આ પ્રમાણે મને બોધ કોણ આપે? તે હવે અત્યારે સર્વ પ્રાણીઓને દોષના કારણ રૂપ તથા સંતાપકારી અને અપેક્ષણીય એવું મારૂં મુખ હું ગુરૂને શી રીતે બતાવું? માટે અગ્નિથીજ હવે મારી શુદ્ધિ થવાની. કારણ કે કલંકથી મલિન થયેલ આ મારૂં જીવિત હવે ત્યાગ કરવા લાયક છે.” એમ ધારી ત્યાં જ તેણે ચિતા તૈયાર કરવા માટે પોતાના સેવકોને આદેશ કર્યો. એટલે ઇચ્છા ન હોવા છતાં બલાત્કારથી તેમણે રાજાના હુકમને અમલ કર્યો. આ બધું જાણવામાં આવતાં રાજલોકોએ આવીને આચાર્ય પાસે કરૂણુ સ્વરે પોકાર કર્યો. જેથી આચાર્ય ત્યાં આવીને.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust