________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. ( 155 ). એને રાજ્ય લીલા શા માટે?” ત્યારે મેં તેને જવાબ આપે કે–તારા રાજાપર શું શૃંગ( શીંગડા ) છે?” પછી એકદા ચિત્યમાં બેસીને તેમણે વાસ્યાયન શાસ્ત્ર (કામશાસ્ત્ર ) નું વ્યાખ્યાન કર્યું. તે જોતાં આમરાજા જિનેશ્વરને પ્રણામ કરીને ચાલ્યો ગયો, પણ કામશાસ્ત્રના વ્યાખ્યાનને લીધે તે ગુરૂને નમ્યો નહિ. તેણે એ વિકલપ કર્યો કે– આ વિદ્વાન છે, પણ ચારિત્રધારી ગુરૂ નથી.” આ તેને વિકલ્પ જાણવામાં આવતાં શ્રી નન્નસૂરિને ભારે ખેદ થયો કે–અહા ! પ્રગટતી અપકીર્તિથી કલંકિત થયેલ અમારા આ વિદગ્ધપણને ધિક્કાર છે!” ત્યારે શ્રી ગોવિંદસૂરિ તેમને આશ્વાસન આપતાં બોલ્યા કે “હે ભદ્ર! તું ખેદ કેમ પામે છે? આ તો ગુપ્ત આમ રાજાજ છે. બીજો એવો કોઈ ન હોય માટે રસિક કોઈ ધર્મશાસ્ત્ર બનાવી કોઈ નટની સાથે તે શ્રી બમ્પટ્ટિસૂરિ પાસે મોકલો, કે જેથી આમ રાજા આગળ તે નટ અભિનય પૂર્વક બતાવે અને તેમાં અધિક રસનો અનુભવ લઈને તે રાજા પ્રભેદ પામે છે આથી તેમણે તે પ્રમાણે કરી એક ઉત્તમ નટને તે બરાબર શીખવીને તેને આમ રાજાના નગરમાં મોકલ્યા. એટલે નટ ત્યાં જઈને બપ્પભટ્ટસૂરિને મળ્યો. આચાર્ય તેને રાજા આગળ લઈ ગયા. એટલે શ્રી નન્નસૂરિએ રસને માટે સંધિબંધથી બનાવેલ પ્રાકૃતરૂપ પવિત્ર લેક તે શ્રી આદિનાથની કથા વિસ્તારતાં અને નૃત્ય કરતાં કહેવા લાગ્યા– ' " “નાઝુ સુવિટ્ટ સુપરિન્નફ્ટ વિઠ્ઠાવ” મેરૂ સમાન કંચન વરણ શ્રી આદિદેવના શરીરે (પીડપર) જટા શેભી રહો છે.” ત્યારે બપભદિસૂરિ બાલ્યા–“આ અર્ધગાથામાં બે રૂપક હાસ્યના મિષથી બોલવામાં આવ્યા છે.” પછી તે નટ પાછો તે નગરમાં આવ્યો અને નન્નાચાર્ય કવિ આગળ બધું કહી સંભળાવ્યું. એટલે તેમણે વિચાર કર્યો કે–આ કામ કોઈ સામાન્ય નથી.” એમ ધારી હર્ષપૂર્વક સિદ્ધગુટિકાદિકથી પિતાનું રૂપ પરાવર્તન કરી, ગોવિંદસૂરિની સાથે તેમણે કાન્યકુજ ભણી પ્રયાણ કર્યું. પછી અનુક્રમે ત્યાં પહોંચતાં તે બપભટ્ટિસૂરિને અને રાજાને મળ્યાં. ત્યાર બાદ રાજસભામાં નૃત્ય કરતાં તેમણે વીર રસનો વિસ્તાર કર્યો. એટલે તેમાંજ એકતાન થયેલ તથા “માર માર” એવા શબ્દથી ક્રોધવડેસિંહની માફક ગર્જના કરતા રાજાએ છરી ખેંચી લીધી, તેથી અંગરક્ષકોએ એવા પ્રકારના તે નાટકનું નિવારણ કર્યું. ત્યારે રાજા સાવધાન થતાં ગુરૂવચનથી તે પ્રતિબોધ પામ્યો. એવામાં ગોવિંદસૂરિ. કહેવા લાગ્યા કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust