________________ (146) * .-- શ્રી પ્રભાવક ચરિત્ર.. એ પછી રાજાએ તે રમણીને પૂછયું કે–“ ત્યાં તે શું કર્યું?” ત્યારે તે કહેવા લાગી કે -" કટાક્ષક્ષેપ, અને સ્તનાદિકપર તેમને હસ્તસ્પર્શ કરાવ્યો છતાં તે વિકાર ન પામ્યા.” તે વખતે પોતાની પ્રજ્ઞાના અનુસાર વર્ણન ન કરતાં તે પુનઃ બોલી કે- ગજવરની ઉપમાને ધારણ કરતા તથા અનુપમ સત્વશાળી એવા નિર્વિકારી ગુરૂરાજ, હે નાથ ! કઈરીતે ભેગાસક્ત થાય તેમ નથી.” એ પ્રમાણે રાજા વિગેરેના મુખે સત્ય ગુણના કીર્તનથી તથા બ્રહાચર્યના અદ્દભુત પ્રભાવથી શ્રી બપ્પભદ્દિગુરૂ વિજયવંત થઈને રહેવા લાગ્યા. એકદા રાજમાર્ગે ચાલતાં ગઢની બહાર પિતાના ઘરના પાછળના ભાગમાં પંચાગુલ પ્રમાણુ એરંડાના મોટા પાંદડાવતી પોતાના વિશાળ સ્તનને ઢાંકનાર એવી એક ખેડૂતની સ્ત્રી રાજાનાં જોવામાં આવી. પોતાના ધણના હાથમાં વાડના છિદ્રમાંથી ભાત આપી, દાતરડું ભૂલી જવાથી તે ઘરભણી પાછી વળી, તેના બિંબાકાર સ્તન અને તેના ઉપર રહેલા પત્ર જોઈ રાજાને કેતુક થવાથી એક મોટા એરંડાપર પિતાની ચપળદષ્ટિ નાખતાં તેણે અર્ધ ગાથા બનાવી અને પ્રભાતે રાજસભામાં આવતાં તેણે તે સમસ્યા ગુરૂની આગળ આ પ્રમાણે સંભળાવી– રવિવર નિજાય તે તો સારું તi” એટલે-વાડના છિદ્રમાંથી નીકળતાં એરંડાના પત્રો તરૂણી પર શોભતા હતા.” એટલે ગુરૂ તરતજ ઉત્તરાર્ધ બેલ્યા* * “દુરથ રે હૃત્તિયવહુ મિત્તઝા વસ” અર્થાત-એ ઘરમાં ખેડુતની સ્ત્રી બિંબસ્તની રહેતી હશે.” એ પ્રમાણે પોતાના જોયા પ્રમાણે સમસ્યા પૂરનાર ગુરૂની સ્તુતિ કરતાં રાજાએ જણાવ્યું કે-“આ કળિકાળમાં ગુરૂ વિના કેઈ સિદ્ધ સારસ્વત નથી.” વળી એકદા સાંજે હાથમાં દીવો લઈ ડેકને વાંકી કરતી કઈ પ્રેષિતભર્તુકા (જેને પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી) પોતાના વાસગ્રહ ભણું જતી રાજાના જોવામાં આવી. એટલે તેણે ગાથાનો ઉત્તરાર્ધ બનાવી પ્રભાતે ગુરૂ પાસે કહી સંભળાવ્યું ત્યારે ગુરૂએ તેને પૂર્વાર્ધ તરત પૂરો કર્યો. આ - " पियसंभरणपलुद्धतं अंसुधारा निवायभीया। - વિજ્ઞ વંવવા કહે નાથાણ ? એટલે-પ્રિયતમ યાદ આવવાથી ખેદને લીધે આંસુની ધારા પડવાના ભયથી માર્ગે ચાલતાં રમણી, દીપક બુઝાઈ ન જાય, તેથી વાંકી ડોક કરીને ચાલે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust