________________ શ્રી બપ્પભદિસૂરિ–ચરિત્ર. (145) જે અભેદ્ય છે. બીજા બધા પુરૂષે વૃતના પિંડ સમાન છે કે જે અગ્નિના કુંડ સમાન રમણુઓ પાસે ઓગળી જાય છે, પરંતુ આ તે કઈ જુદા જ પ્રકારના છે. વિધાતા અને યમ એની આગળ શું માત્ર છે? એ તો એના કિંકર જેવા છે. તીવ્ર બ્રહ્મવ્રતને ધરનાર એવા એનાથી તો કર્મ પણ ભય પામે, શૃંગારરસમાં એણે વિરસતા ધારણ કરી અને મારા કામને પણ એણે ભગ્ન કર્યો. કારણ કે મારા જેવી રમણને જે તિરસ્કાર કરે, તે દૈવને જીતી શકે.” એમ વિચાર કરતી તે મુનિદ્રોહનો આગ્રહ તજી દઇને નિંદ્રાધીન થઈ. કારણ કે દુનીયાને દુઃખ આવતાં કંઈક વિશ્રાંતિ આપવાથી નિદ્રા ઉપકારિણું ગણાય છે. પછી પ્રભાતે આચાર્ય જાગ્રત થયા અને પર્યકાસને બેઠા, ત્યારે તે રમણું પ્રણામ કરીને બોલી—“હું આપને વિકૃતિ પમાડવામાં સમર્થ થઈ શકી નહિ. પૂર્વે કામાદિ શત્રુને જીતનારા વીતરાગ હતા, પરંતુ આ તમારા વૃત્તાંતથી એ શાસ્ત્રોક્ત વાત બરાબર સત્ય સમજી શકાય તેમ છે, માટે હું આપને વિનંતિ કરૂં છું કે-આપ પ્રસન્ન થઈને મારી પીઠ પર સ્વહસ્ત સ્થાપન કરે. તમારા શ્રાપથી તે ઇંદ્ર પણ નાશ પામે, તે અન્યની શી વાત કરવી?” ત્યારે ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે આ તે અજ્ઞાનવચન છે. અમે રોષ કે તેષના આચારથી અલગ છીએ. અજ્ઞજને શ્રાપ વિગેરેમાં પ્રવૃત્ત થાય છે.” એ પ્રમાણે સાંભળતાં તે વારાંગના રાજા પાસે આવી અને ગુરૂના ગુણથી ક્ષણવારમાં વિકૃત દશા પામેલ એવી તે કહેવા લાગી કે-“હે નાથ! જે પોતાના બાહદંડથી મહાસાગર તરી શકે, જે પોતાના મસ્તકવતી શીઘ્ર પર્વતને ભેદી શકે, જે ઈચ્છાનુસાર અગ્નિ સામે બાથ ભીડે અને જે સુતેલા સિંહને જગાડે, તે આ તમારા વેતાંબર ગુરૂને વિકાર પમાડી શકે. અર્થાત્ તે કઈ રીતે વિકાર પામે તેમ નથી.” એ પ્રમાણે સાંભળતાં હર્ષથી રાજાનું શરીર રોમાંચિત થયું. પિતાના ગુરૂના ભારે સત્ત્વથી શ્રેષ્ટ થતો રાજા કહેવા લાગ્યો કે તેમના વાક્યને માટે હું લુંછણારૂપ બની જાઉ, અવિકારી દષ્ટિને માટે અવતારણરૂપ બનું અને મિત્રતાથી મનહર હૃદયને માટે હું બલિરૂપ થઈ જાઉં. આ પૃથ્વી, પર્વત, દેશ, અને મારું આ નગર ભાગ્યશાળી છે કે જ્યાં બપ્પભદિગુરૂ બિરાજમાન છે. પિોતે કામાતુર થવાથી પોતાના ક્ષેત્ર (ભૂમિ) થી ભ્રષ્ટ કરાવનાર કામને વિચાર કરતાં પરક્ષેત્રમાં ગયેલા પશુ હાથીઓ લુપતાને તજી દે છે, તેથી જે ગુરૂ તેમને સર્વથા હસી કહાડે છે. માટે મારા ગુરૂનું ગજવર એવું નામ થાઓ એટલે આગમના બળથી ભૂત, ભાવિ અને વર્તમાનને જાણતા એવા તેમના ગજવર અને બ્રહ્મચારી એ બે બિરૂદ થયા.” --------- - --- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust