________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર (17) એ પ્રમાણે વિવિધ કાવ્યગોષ્ઠીથી આનંદ પામતાં શ્રી અ૫ભક્ટિ ગુરૂ અને રાજાએ કેટલાક કાળ સુખે વ્યતીત કર્યો. એવામાં એક વખતે સુજ્ઞ ધર્મરાજાએ દુષ્કૃતના વિરોધી એવા શ્રીમાન આમ રાજાને પોતાને દૂત કલ્યા, એટલે આમ રાજાની સભામાં આવી રાજાને પ્રણામ કરીને ઉચિત આસને બેસતાં આશ્ચર્ય પૂર્વક સભ્યો જેના મુખને જોઈ રહ્યા છે એવા દ્વતે રાજાને વિનંતિ કરી કે–“હે પ્રભે! તમારા ચાતુર્યથી મારા સ્વામી ભારે સંતુષ્ટ થયા છે અને તેણે આશ્ચર્ય સાથે એમ સ્પષ્ટ કહેવરાવ્યું છે કે તમારા પંડિત-વર્ગમાં મુગટ સમાન શ્રીબપભસૂરિએ પિતાની સત્યાસત્ય વાણીના વ્યાખ્યાનથી અમને છેતરી લીધા, જેથી અસાધારણ બુદ્ધિશાળી આમ રાજા મારે ઘરે આવ્યાં છતાં અને આતિથ્યને યોગ્ય છતાં હું તેને આદર સત્કાર કરી શકો નહિ. એ અમને ભારે પશ્ચાત્તાપ થાય છે. હૃદયને વિકાસ પમાડનાર એ પાંડિત્ય અને વચનાતીત એ સાહસ એ ચમત્કારથી અમે ભારે સંતુષ્ટ થયા. માટે હે આમ ! અહા ! કંઈક કહે. અમારા રાજ્યમાં વદ્દનકુંજર નામે બદ્ધ વિદ્વાન છે. તે મહાવાદી, દઢ પ્રતિજ્ઞાવાળો અને સેંકડો જિનવાદીઓથી પ્રખ્યાત છે. તે તમારા સીમાડાની સરહદ પર આવીને વાત કરશે અને અમે કેતુકથી સભ્ય સાથે ત્યાં આવીશું. તમારામાં જે કંઈ વાદ કરવામાં વિચક્ષણ હેય, તે પણ મેઘની જેમ ઉન્નત થઈને વિદ્વાનોની સાથે ત્યાં આવે. એ બંનેનું વાયુદ્ધજ થવા દેવું અને જેને વાદી છતાય, તે પોતે પરાજિત થયે એમ સમજી લેવું. જ્યાં ઘણું સુભટેનો નાશ થાય તેવું યુદ્ધ શા માટે કરવું જોઈએ? જે એ બોદ્ધાચાર્ય મહાવાદી છતાય, તે તેના બીજા વાદીઓ પણ છતાયા સમજવા અને તે જીતાતાં અમને પણ તમે અનાયાસે જીતી લીધા એમ સમજવું. કારણકે ધૃતપિંડમાં જેમ સનેહ (ચીકાશ) તેમ જળમાં હિમને નિશ્ચય થાય છે.” એ પ્રમાણે દૂતના મુખથી સાંભળતાં આમ રાજા તેને કહેવા લાગ્યું કે“ધર્મરાજા શુ કદાપિ અનુચિત બોલે ? પરંતુ આ અવસરે કંઈપણ ઉપાલંભ આપવો તે સજજન પુરૂષોને યોગ્ય નથી; કારણકે પ્રસંગ દુર્લભ કહેલ છે. તે વખતે એ વિદ્વાન મિત્રને બોલાવવાના મિષે હું ત્યાં મળવા આવ્યું હતું, અને તે અમે સ્પષ્ટ જણાવી દીધું તેમાં બીજ રાજ અને દોરા એ બે સંસ્કૃત વાક્યોથી બીજે રાજા અને બે રાજા, એમ બંધુની રીતથી જણાવી દીધું. વળી કણેરનું પત્ર બતાવતાં બપ્પભદિ ગુરૂએ અરિપાત્ર એમ સંસ્કૃતથી તે કહી બતાવ્યું. એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં તું સ્પષ્ટ સમજી શક્યો નહિ. ત્રીજા વચનમાં પણ ગુઢતા ન હતી કારણકે તે પણ પ્રગટ રીતે કહેવામાં આવ્યું પણ અજ્ઞાનતાથી પુલ્લિંગ, નપું. સકલિંગનો ભેદ ન રહ્યો, આથી તારો સ્વામી તથા ત્યાં બેઠેલા વિશિષ્ટ પુરૂષો બધા જાણવામાં આવી ગયા, તેમ છતાં હજી તારા રાજાની મને જીતવાની ઇચ્છા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust