________________ શ્રી બપભદિ સુરિચરિત્ર. ( 135 ). મારા મિત્રની સોળમી કળાને પણ લાયક નથી.” પછી રાજાએ એવી પટહ ઘોષણા કરાવી કે—જે મારા અભિપ્રાય પ્રમાણે આ સમસ્યા પૂરે તેને હું એક લાખ સોનામહોરો આપું.” એવામાં પિતાનું સર્વસ્વ નાશ થતાં એક જુગારીએ આ ધનનો ઉપાય સાંભળીને એ અધર લેક પોતે લઈ લીધો, અને કયાંકથી શ્રી બમ્પટ્ટિના સમાચાર મેળવીને તે ગડદેશની લક્ષણાવતી નગરીમાં આવ્યું, ત્યાં બપભઢિ પ્રભુને નમન કરીને તેણે કાઈ કહીં સંભળાવ્યું, જેથી વિના પ્રયાસે તેમણે તેને ઉત્તરાર્ધ કહી બતાવ્યો કારણ કે સરસ્વતીને પ્રસાદ, જગતના કલેશરૂપ સાગરને નાશ કરવામાં અગત્યઋષિ સમાન છે. તે સમસ્યાને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે - “સહિત હિ ચં, guપુર્ણ થા” કૃષ્ણસના મુખની જેમ તે બધું સારી રીતે ગ્રહણ કરવું.. ત્યારથી સૂરિએ તે રાજાને નાગાવલોક એવું નામ આપ્યું, એટલે આમ રાજા એ નામથી પણ ખ્યાતિ પામ્ય.. પછી તે જુગારી સમસ્યાને ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવ્યો અને તે પ્રદપૂર્વક નિવેદન કરીને તેણે રાજાને આશ્ચર્યમગ્ન બનાવી દીધા. ત્યારે રાજાએ. તેને પૂછયું કે--આ સમસ્યા કોણે પૂરી?” તે બે -“હે સ્વામિન! બમ્પટ્ટિ ગુરૂએ મને કહીં” આથી રાજાએ તેને ઉચિત દાન આપ્યું.. એકદા વિરહને વિચારવા માટે રાજા બહાર ઉદ્યાનમાં ગયો, ત્યાં વટવૃક્ષની નીચે એક મૃત મુસાફર તેના જેવામાં આવ્યું. વળી ત્યાં શાખાપર જળબિંદુઓને ઝરતું એક જળપાત્ર લટકતું હતું. એટલે તેણે આ. પ્રમાણે ગાથાને પૂર્વાર્ધ લખી કહાડો– “ત મહ નિમિત્તે જિયા ચોર સુબિં " . તે વખતે હું બહાર નીકળતાં પ્રિયજન ( પાત્રે ) આંસુ લાવીને રવા માંડયું.” એટલે પૂર્વની જેમ આ સમસ્યા પણ રાજાના મનને ગમે તેવી રીતે કોઈ વિદ્વાને પૂરી ન કરી. સૂર્ય વિના વિશ્વ પ્રકાશક કૅણ હોઈ શકે? એમ જ્યારે આ સમસ્યા પણ કોઈના લક્ષ્યમાં ન આવી, ત્યારે તે જુગારી પુન: શ્રી બમ્પટ્ટિ મહારાજ પાસે ગયા અને તેણે તે તેમને કહી સંભળાવી. એટલે સુજ્ઞ શિરોમણિ આચાર્યું અનાયાસે તે પૂરી કરી. એ ઉત્તરાર્ધ લઈને રાજા પાસે આવી તેણે નિવેદન કરતાં જણાવ્યું કે– ના “વર્તિનવતુ ધેિ તે અન્ન સમ” . ITI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust