________________ ( 136 ) શ્રી પ્રભાવક ચરિત્ર.. એટલે–આજે જળપાત્રના બિંદુઓને પિતાનું ઘર યાદ આવ્યું છે.' - - એવામાં અન્ય કોઈ વિદ્વાન પથિકે ત્યાં તે બધું જોઈને યથામતિ જણાવ્યું કે –“પાત્રના જળબિંદુઓએ પથિકનું હૃદય નિરૂદ્ધ કર્યું.” - !)' ત્યારે શ્રી બમ્પટ્ટિ પુનઃ બોલ્યા કે––પ્રિયજનને તે યાદ આવવાથી તે મુદ્રા મૂકીને રેવે છે.” ' એ પ્રમાણે સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યો કે–આવી રસપુષ્ટિ માર મિત્ર મુનીશ્વર વિના અન્ય કઈ ગુંથી ન શકે.” પછી તેણે મુનીશ્વરને બોલાવવા માટે પોતાના પ્રધાન પુરૂષોને ઉપાલંભગર્ભિત સંદેશ સંભળાવીને મોકલ્યા, એટલે અજ્ઞ જનેને અપ્રાપ્ય એવા આચાર્ય મહારાજ પાસે આવી કુશલ પ્રશ્નપૂર્વક તે રાજાને સંદેશે કહેવા લાગ્યા કે-“વૃક્ષ છાયાના કારણે પોતાના શિર પર પત્રો (પાંદડાં)ને ધારણ કરે છે, છતાં પ્રચંડ પવનના યોગે તે ભૂમિ પર પડી જાય છે, તેમાં વૃક્ષ બિચારું શું કરે ? તરૂણ યુવતિના કપોલ ભાગપર રહેલ લોચન ગંગા કે સરસ્વતીને યાદ કરતાં નથી, સ્તનના આસ્વાદમાં પડેલ મુક્તામણિ મુક્તિ (છીંપ) નું સ્મરણ કરતા નથી, અને મુગટમાં જડાયેલ રત્ન પોતાની રેહણાચલની જન્મભૂમિને યાદ કરતું નથી, તેથી એમ લાગે છે કે પોતપોતાના સુખમાં મગ્ન રહેલ જગત્ સ્નેહ વિનાનું છે. વળી જેની જંઘા અને ચરણ ધુળથી મલીન છે. તથા જેના મસ્તક અને મુખની શોભા પ્લાન છે, એ ભિક્ષુક કદાચ ગુણનિધાન હોય, તથાપિ તે પંથે પડેલ પથિક ગરીબ કહેવાય.” એ પ્રમાણે સાંભળતાં બમ્પટ્ટિ ગુરૂ તેમની આગળ સ્થિર વચનથી કહેવા લાગ્યા કે “મિત્રાઈ કે દુશમનાવટમાં પણ મનની સાથે મન જોડી રાખવું. હવે તમે આર્ય આમરાજાને તમે અમારે આ સંદેશે બરાબર નિવેદન કરે કે ચંદન ભલે જડ (ળ) થી ઉછળતા રત્નાકરમાં ફરી વળે, તો પણ તે શ્રીખંડજ કહેવાશે. તેમ બમ્પટ્ટિને વિધિઓ શું કરી શકવાના હતા? સજજન કે ચંદન નરેંદ્ર ભવનમાં જતાં તે અવશ્ય નૈરવને પામે છે, કારણકે અનેક ગુણેથી અલંકૃત તે શા માટે માનનીય ન થાય ? જેમ રાજહંસે મહાસરોવર વિના સુખ ન પામે, તેમ રાજહંસ વિના તે મહાસરોવરો પણ શોભા ન પામી શકે. દરેક સરોવર હંસોને કહાડી મૂકે, છતાં તે બીજે કયાં જતાં પણ શ્યામ થઈ જવાના નથી, તે હંસ જ્યાં જશે ત્યાં અવશ્ય શોભારૂપજ થશે. બીજે કયાં જવાથી તે બગલા થઈ જાય તેમ નથી. માટે હંસોએ મૂકી દીધેલ મહાસરોવર ભલે તેમને પુનઃ ધારણ કરે, વળી ચંદનવૃક્ષને ઉખેડીને ભલે કદાચ નદી તાણું જાય અને તે મલયાચલથી ભ્રષ્ટ થાય, છતાં તે જ્યાં જશે ત્યાં કીમતીજ ગણાશે. કમલાકરથી રહિત થાય છતાં મધુકરે તે મકરંદનો જ ઉપગ લેવાના, અને મધુકર વિના તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust