________________ આયરક્ષિત. આર્યરક્ષિત 19 મા યુગપ્રધાન હતા. વલ્લભીયુગપ્રધાન પટ્ટાવલીને અનુસાર એમનું સંપૂર્ણ આયુષ્ય 75 વર્ષનું હતું. જેમાંના 22 વર્ષ ગૃહમાં, ૪જ સામાન્ય પ્રામણ્યમાં અને 13 વર્ષ યુગપ્રધાનત્વપર્યાયમાં વ્યતીત થયા હતા. એમને જન્મ નિર્વાણ સંવત પર૨ (વિ. સં. ૫ર) દીક્ષા નિ. સં. 544 (વિ. સં. 74) માં, યુગપ્રધાનપદ નિ. સં. 584 (વિ. સં. 114) માં અને સ્વર્ગવાસ નિ. સં. 597 (વિ. સં. 127) માં થયો હતો, પણ માથુરી વાચનાને અનુસારે આર્ય રક્ષિતને સ્વર્ગવાસ નિ. સં. 584 માં સિદ્ધ થાય છે. આ મતાન્તર માથુરી અને વાલ્લભી આ બે વાચનાઓ વચ્ચેના 13 વર્ષના મતભેદનું પરિણામ છે. આ મતભેદનું બીજ અને એનું સમાધાન કેવી રીતે થાય છે તે જાણવું હોય તો વીરનિર્વાણ સંવત ઓર જેન કાલગણના” નામનું અમારૂં હિન્દી ભાષાનું પુસ્તક વાંચવું, અહીંઆ ચર્ચા કરીને બહુ વિસ્તાર કરવાનો અવસર નથી. આર્યરક્ષિતે પિતાની પાટ પર પુષ્પમિત્રને બેસાડીને તેને શિક્ષા આપતાં કહેલું કે–હારા મામા, ભાઈ અને પિતાને વિષે હારી જેવું વર્તન રાખવું' બીજી તરફ પિતાના પિતા અને ભાઈ વિગેરેને પણ તેમણે શીખામણ આપેલી. આથી જણાય છે કે આર્યરક્ષિતને સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેમના પિતા સોમદેવ જીવિત હતા. 'નિશીથસૂત્રના પહેલા ઉદ્દેશાની ચૂર્ણિમાં આયંરક્ષિતના પિતાને વદ્ધાવસ્થાના દીક્ષિત લખ્યા છે; શાસ્ત્રના નિયમ પ્રમાણે 60 વર્ષથી ઉપરની અવસ્થાવાલાને “વૃદ્ધ” કહી શકાય. આ બધા વિચાર કરતાં સેમદેવ લગભગ 100 વર્ષથી અધિક જીવ્યા હશે એમ જણાય છે; કારણ કે આર્ય રક્ષિત દીક્ષા લઈ પૂર્વભણીને આવ્યા હશે ત્યાં સુધી તેમની અવસ્થા 32 વર્ષની આસપાસ હશે અને ત્યારે સોમદેવે ૬૦–૬ર વર્ષ ઉપરની અવસ્થામાં દીક્ષા લીધી હોય તે સોમદેવ આરક્ષિતથી 30-32 વર્ષે મહટ ગણાય, આયરક્ષિતે 75 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું ત્યાંસુધી સેમદેવ જીવિત હતા અને અર્થ એજ થાય કે એમદેવ ઓછામાં ઓછું 100 વર્ષથી વધારે આવ્યા હતા. આયરક્ષિતને સ્વર્ગવાસ ક્યાં થયો તે ચરિત્રમાં જણાવ્યું નથી પણ સંભવ પ્રમાણે તેઓ દશપુર નગરમાં જ સ્વર્ગવાસી થયા હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust