________________ શ્રી પ્રભાવક ચરિત્ર. આરક્ષિતના સમય સુધી સંયમ પ્રવૃત્તિ નિરપવાદ હતી, સાધુઓમાં વસ્ત્ર–પાત્રને પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતા હતાં, આમ આર્ય રક્ષિતનાં પિતાના સંભાષણે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સેમદેવ બીજા ગાઉથ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ત્ર બદલવાને તે તૈયાર થતા નથી, તે કહે છે “નઃ શર્યા વિમુક્યા સ્વાત્મનસુતાપુરઃ” અર્થાત પિતાના પુત્ર પુત્રિની આગળ નગ્ન કેમ રહેવાય ? વલી શ્રાવકના છોકરાઓ તેમને આ ગૃહસ્થચિત વેષ જોઈ વન્દન નથી કરતા તે ઉપર સેમદેવ કહે છે–“નો ન ચામર્દ ચૂર્થ મા વન્દ્ર સપૂર્વગાડ” અર્થાત “હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કે પણ વન્દન ન કરે' એ ઉપરથી જણાશે કે તે વખતે વસ્ત્ર પરિધાન કારણ પ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોને આદેશ છે. - આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્યરક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડયા હતા એનું એક ઉદાહરણ “માત્રક' રાખવાના આદેશ સંબન્ધી છે. એટલે કે પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આરક્ષિતસૂરિએ સાધુઓને વર્ષાઋતુના 4 માસ માટે પાત્ર ઉપરાંત એક માત્રક (છોટું પાત્ર) રાખવાની આજ્ઞા આપી હતી. જેનું વિસ્તૃત વર્ણન વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકની ચૂર્ણિમાં આપેલું છે. આથી જણાય છે કે આર્યરક્ષિતને . સમય સંયમ પ્રધાન હતા છતાં કઈક સગવડતાને વિચાર પણ તે વખતે થતો હતો. આર્યરક્ષિતને સમય અવનત્યભિમુખ હતા. એનું બીજું ઉદાહરણ સાથ્વિને આલોચના દેવાને અધિકાર રદ થવો તે છે, એટલે કે આર્યરક્ષિતની પૂર્વે સાધુઓ સાધુ: એની પાસે આલોચના લેતા તેમ સાષ્યિો સામ્બિયાની પાસે આલોચના-પ્રાયશ્ચિત લેતી હતી, પણ આર્યરક્ષિતથી સાથ્વિને એ અધિકાર રદ થયો અને સાધુઓની માફક સાધ્વઓને પણ સાધુઓની પાસે આલોચના કરવાનું કહ્યું. - ત્રીજો અને સૌથી હે ફેરફાર આરક્ષિતજીન સમયમાં અનુગ પૃથકત્વનો થયો, વપર્યન્ત ધર્મકથાનુગ, ચરણકરણનુગ, દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગ એ ચારે અનય સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી આરક્ષિતે આ ચારે અનયોગે જુદા કર્યા જે આજ સુધી તેવી જ રીતે જુદા છે. આ બધાં પરાવર્તન જેવાં તેવાં નથી, આ પરાવર્તને જબર્દસ્ત સંગોમાં કરવાં પડયાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી, ખરું જોતાં આર્ય રક્ષિત એક યુગપ્રવર્તક પુરૂષ હતા. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિને ઠાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ આર્ય રક્ષિતના શાસનકાલમાં જ થવા માંડયો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધો જેવું હોય. આર્યરક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા , તરફ તેમજ મધ્યહિન્દુસ્થાનના બીજા દેશમાં પણ વિચર્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust