________________ 2 આર્યરક્ષિત. %i આ યંરક્ષિત માલવાન્તર્ગત દશપુર (મંદર)ના રાજા ઉદાયનના પ્રાસગી પુર હિત સેમદેવના પુત્ર હતા. એ 22 વર્ષની વયમાં પાટલીપુત્ર (પટના)માં બ્રાહ્મણ ધર્મના શાસ્ત્રોને અભ્યાસ કરીને ઘરે આવ્યા હતા. એમના આગમનથી આખું નગર ખુશી થયું પણ એમની માતા રૂદ્રમા કે જે જૈનધર્મની ઉપાસિકા હતી એ બહુ ખુશી થઈ નહિ. આનું કારણ આર્ય રક્ષિતે જાણ્યું અને તે બીજે જ દિવસે તોસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જૈન પૂર્વશ્રતને અભ્યાસ કરવા ગયા, જૈન દીક્ષા સિવાય જૈન સૂત્રનું અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્યરક્ષિતે જૈન દીક્ષા ગ્રહણ કરી અને શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો, ગુરૂ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે બધું ભણીને તે પછી તેઓ આગળ ભણવા સારૂ વજીસ્વામી પાસે ઉજજયની ગયા. ત્યાં પ્રથમ વજીના વિદ્યાગુરૂ ભદ્રગુપ્તસૂરિને ઉપાશ્રયે જઇને તેમના અનશનની આરાધના કરાવી અને તે પછી વજીસ્વામી પાસે જઈને સાડાનવ પૂર્વને અભ્યાસ કર્યો. તે દરમિઆન તેમને છેટો ભાઈ કેશુરક્ષિત પણ ત્યાં આવ્યો અને તેને પણ આર્યરક્ષિતે જૈન દીક્ષા આપીને પિતાની પાસે રાખ્યો એ પછી કાલાન્તરે તેઓ વજસ્વામીની આજ્ઞા લઈને દશપુર ગયા અને ત્યાં પોતાના માતા પિતા અને અન્ય કુટુંબી જનોને પણું જૈનધર્મમાં દીક્ષિત કર્યા. પરેહિત સોમદેવને આશ્રયદાતા “ઉદાયન” કેણ હતો તે જાણી શકાયું નથી. શોધક વિદ્વાનોએ એ વિષયની શોધ કરવી જોઈએ. આર્યરક્ષિતની માતા જૈનધર્મની પરમ ઉપાસિકા હતી એ ઉપરથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પિતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા. આમંરક્ષિતે કુમારાવસ્થામાં માતા પિતાની આજ્ઞા સિવાય દીક્ષા લીધી તે બાબતમાં પ્રભાવક ચરિત્રકારે કંઇ પણ ટીકા કરી નથી, પણ અન્ય ગ્રન્થકારો આ સંબંધમાં લખે છે કે આર્યરક્ષિતની દીક્ષા તે મહાવીરના શાસનમાં પહેલી શિષ્ય નિષ્ફટા (ચોરી) છે. આજ કાલ જેઓ કહે છે કે 16 વર્ષથી નીચેની વયવાલાને દીક્ષામાં આનાની જરૂર છે, ઉપરનાને નહિ, તેઓ વિચારે કે 22 વર્ષની અવસ્થામાં વગર રજાએ થયેલી આર્યરક્ષિતની દીક્ષાને શિષ્યરી કેમ કહી હશે? આરક્ષિત કે એમના ગુરૂની ગણ, કુલ કે શાખાને કયાં પણ નિર્દેશ થયે જણાતો નથી પણ એટલું તે નિશ્ચિત છે કે તેઓ આર્યસહસ્તીની પરમ્પરાના સ્થવિર હતા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust