________________ શ્રી પ્રભાવક ચરિત્ર. મૂતિયો હજી સુધી સોપારકમાં પૂજાઈ રહી છે. આ ઉપરથી એટલું તો જણાય છે કે નાગેન્દ્ર આદિની હકીકત સૂત્ર સ્થવિરાવલિયામાં ન હોવા છતાં છે બહુપુરાણ, એથી યાતે કલ્પ સ્થવિરાવલીવાલાં નાઇલાદિ નામો નાગેન્દ્ર આદિનાં જ નામાન્તરે હોય અને નહિ નાગેન્દ્રાદિ નાઇલાદિથી ભિન્ન વ્યક્તિઓ હશે અને દીક્ષા પર્યાયમાં સહુથી છટા હોવાથી તેમનાં નામે કલ્પસ્થવિરાવલીમાં નહિ લખાયાં હોય; ગમે તેમ હોય પણ નાગેન્દ્રાદિની સત્તા ઐતિહાસિક હેવામાં તો શંકા જેવું નથી, પણ એમનાથી ગચ્છો નિકલવા સંબંધી હકીકત બરાબર જણાતી નથી, એમનાથી ગચ્છો તો નહિ પણ કુલો પ્રસિદ્ધ થયાં હતા એમ કહીયે તો વાંધા જેવું નથી. વિક્રમના અગ્યારમા સૈકા સુધી એ નામના કુલે જૈન શ્રમણ સંધમાં પ્રચલિત હતાં, પણ તે પછી તે કુલેએ ગચ્છ' નું નામ ધારણ કર્યું હતું. દેવદ્ધિગણિક્ષમાશ્રમણે નન્દીસ્થવિરાવલીમાં “નાઇલ કુલવંશ " નો ઉલ્લેખ કર્યો છે. આચારાદિના પ્રસિદ્ધ ટીકાકાર શીલાચાર્ય પિતાને નિવૃતિ કુલીન જણાવે છે અને ઉપમિતિ ભવપ્રપંચા કથાકાર સિદ્ધષિ પણ ઉકત કથાની પ્રશસ્તિમાં પિતાના પ્રગસ સૂરાચાર્યને નિવૃત્તિલોદભૂત” લખે છે. પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર પિતાના ગ્રંમાં પિતાના ગુરૂ જિનદત્તસૂરિને “વિદ્યાધર કુલતિલક” લખે છે એટલું જ નહિ પણ વિક્રમ સંવત 1064 માં શત્રુંજય ઉપર એક માસનું અનશન કરીને સ્વર્ગે જનાર “સંગમ” નામના સિદ્ધ મુનિને પ્રાચીન પુણ્ડરીકના લેખમાં " વિદ્યાધર કુલનભસ્તલ મૃગાંક ' લખ્યા છે. વિક્રમની અગ્યારમી સદીમાં શાંતિરિ, બારમી સદીમાં અભયદેવસૂરિ અને તે પહેલાં પછીના બીજા અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રન્થમાં ચંદ્રકુલના ઉલ્લેખ કર્યા છે. ઉપરના ઉલ્લેખને વિચાર કરતાં જણાશે કે અગ્યારમા સૈકા સુધી તે નાગેન્દ્ર, નિવૃતિ, વિદ્યાધર અને ચન્દ્ર નામના કુલે જ પ્રસિદ્ધ હતાં તથા તે પછી ધીરેધીરે એ કુલ ગ૭ના નામથી પ્રસિદ્ધ થયાં હતાં, એજ કારણ છે કે પ્રભાચંદ્રસૂરિ ઉક્ત નામના ગ પ્રસિદ્ધ થયાનું જણાવે છે. પ્રબન્ધની સમાપ્તિમાં પ્રખ્યકાર પિતાને ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે અને પોતે શ્રી રામ અને લક્ષ્મીના પુત્ર છે એમ જણાવે છે. તે પછી ગ્રન્થના નામને અને એના સંશોધક પ્રદ્યુમ્નસૂરિને ઉલ્લેખ કરે છે અને એજ હકીકત પ્રત્યેક પ્રબન્ધના અન્તમાં પણ જણાવી છે. માત્ર પ્રબંધનું નામ અને સંખ્યા બદલે છે; એ ઉપરાન્ત તેઓ પ્રત્યેક તો નહિ પણ એકાન્તરિત પ્રબન્ધની સમાપ્તિ પછી આ ગ્રન્થમાં સંશોધક પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરે છે. આ પ્રબંધને અન્ત પણ પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ છે અને તેમાં અષ્ટાપદ, વિમલગિરિ, (શત્રુંજય) તારણ (તારંગા) અપાપા (પાવા) સ્તંભન (થાંભણ) ઉજ્જયંત, (ગિરનાર) ચારૂરૂપ (ચારૂપ) અર્બદ (આબુ) આ આઠ તીર્થોની શ્લેષમાં ઉપમા આપીને તેમનું વર્ણન કર્યું છે. આ ઉપરથી તે સમયમાં પ્રસિદ્ધ તીર્થોને ખ્યાલ આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust