________________ વજીસ્વામી." વાસ્વામીએ કઈ પ્રજો, પ્રકરણની રચના કરી હતી કે નહિ તે જાણવામાં આવ્યું નથી; પણ તેમણે આચારાંગસૂત્રના મહાપરિફાખ્યયનમાંથી આકાશગામિની વિદ્યાને ઉદાર , કર્યાને ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે. એ સિવાય વજીસ્વામીના સંબન્ધમાં મહત્વનો ઉલ્લેખ મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં મલે છે; જેનો સાર એ છે કે પૂર્વે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ ( પંચ નમસ્કાર ) પૃથક સૂત્ર હતું એની ઉપર ઘણું નિર્યુકિતઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂણિયો હતી, પણ કાલદોષથી તેને હાસ થતો ગયો, એ પછી મહદ્ધિ * પ્રાપ્ત પદાનુસારી શકિતવાલા દ્વાદશાંગ ધારી વજસ્વામી થયા જેમણે આ પંચમંગલ પણ ' શ્રુતસ્કન્ધને મૂલ સૂત્રોમાં લખ્યું. આ ઉપરથી જણાય છે કે નમસ્કારસૂત્ર પૂર્વે સ્વતન્ન : સૂત્ર હતું; પણ વજીસ્વામીએ સૂત્રોના આરંભમાં ગોઠવ્યા પછી આજ પર્યન્ત તે સૂતા : આરંભ મંગળતરીકે સૂત્રોની સાથે જ જોડાએલ છે. વજસ્વામીએ બીજા દુલિંક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઇને અનશનપૂર્વક , દેહત્યાગ કર્યો હતો. દેહત્યાગ પછી છે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી... હતી અને તે કારણથી જ તે પર્વતનું નામ “રયાવર્ત પર્વત” પડયું હતું. રથાવત પર્વત જૈનેનું એક પ્રસિદ્ધ તીર્થ હતું, આ પર્વત સંભવતઃ દક્ષિણ માલવામાં વિદિશા ( બેલસા ) ની પાસે હતો. આચારાંગ નિયુકિતમાં પણ આનો તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જે વજસ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તે આનો અર્થ એટલોજ થાય કે - વત્તાં આવો ઉલ્લેખ કરનારી આચારાંગ નિર્યુકિતની રચના વજ સ્વામી પછી થઈ છે, અને જે આચારાંગ નિર્યુક્તિને શ્રુતકેવલી ભદ્રબાહુ કર્વક માનવામાં આવે તો " રાવર્ત ' એ નામ " વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ પણ તે પૂર્વનું છે એમ માનવું જોઈએ વાસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં ચરિત્રકારે કંઈ પણ ઉલ્લેખ કર્યો - નથી, પણ યુગપ્રધાન પટ્ટાવલિયામાં એ બધી વાતનો ખુલાસો કરેલો છે. વજ પ્રથમ ઉદયના 18 મા યુગપ્રધાન હતા, એમનું કુલ આયુષ્ય 88 વર્ષનું હતું, જેમાંના 8 વર્ષગૃહપર્યાયમાં, 44 વર્ષ સામાન્ય પ્રામાણ્ય પર્યાયમાં અને 36 વર્ષ યુગ પ્રધાનત્વ પર્યાયમાં વ્યતીત થયાં હતા. નિર્વાણ સંવત 496 (વિક્રમ સં. 26 માં વજનો જન્મ, નિ, સં૫૦૪ (વિ. સં. 34). માં દીક્ષા, નિ, સં. 548 ( વિ. સં. 78 ) માં યુગપ્રધાનપદ અને નિ. સં૦ 584 ( વિ. સં. 114) માં અંતિમ દશપૂર્વધરને સ્વર્ગવાસ થયો હતો. વજના પ્રબંધના પરિશિષ્ટરૂપે વજસેન અને જે હકીકત નાગેન્દ્રાદિ ચાર શિષ્યોની આમાં લખી છે તે જરા, વિચારણીય છે; કારણકે ક૯૫ સ્થવિરાવલીમાં વસેનના 4 શિષ્યો લખ્યા છે ખરા પણ તેમનાં નામ 1 આર્યનાઈલ, 2 આર્યપૈમિલ, 3. આર્યજયો અને 4 થે આર્યતાપસ.. એ પ્રમાણે લખ્યાં છે. આમાંનું નાઇલ નામ તે કદાચ નાગેન્દ્રનું પૂર્વ રૂપ માની લઈએ પણ ; બાકીનાં ત્રણ નામનો મેળ મલતો નથી. વળી નાઈલાદિ 4 થી ૪તે તે નામની શાખાઓ , નીકલ્યાની સૂચના કલ્પ સ્થવિરાવલી કરે છે, જયારે પ્રભાવક ચરિત્રકાર આ નાગેન્દ્રાદિ શિષ્યોને ? નામથી ગમછો પ્રસિદ્ધ થયાનું જણાવે છે. અને વધારેમાં લખે છે કે આ ચારે આચાર્યોની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust