________________ શ્રી પ્રભાવક ચરિત્ર વજીના જન્મ વૈશ્ય કુલમાં થયો હતો અને તે કુલનાં મનુષ્યો પરમ્પરાથી જૈન ધર્મના અનુયાયી હતાં; કારણ કે એમના બાપ અને મામાએ એમને જન્મ થયા પૂર્વેજ જૈન દીક્ષા ગ્રહણ કરેલી હતી. વાસ્વામીને પૂર્વજન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો અને તે જ કારણે તેમણે બાલપણામાં દીક્ષા ગ્રહણ કરી હતી. વજીસ્વામીના ગુરૂ આર્યસિંહગિરિ આર્યસુહસ્તિની પરમ્પરાના કટિક ગણના આચાર્ય હતા. કલ્પસ્થવિરાવલીમાં એમના મુખ્ય 4 શિષ્યોમાં વજીનો નંબર આર્ય સમિતના પહેલાં લખેલો છે; પરંતુ ચરિત્ર ગ્રન્થમાં આર્યસમિતને નમ્બર વજીની પહેલાં મલે છે, આ પાઠાન્તરનું કારણ એ જણાય છે કે વજીસ્વામી પાછલથી યુગપ્રધાન બન્યા હેવાથી કલ્પસૂત્રમાં તેમને નામોલ્લેખ આર્યસમિતની પૂર્વે કર્યો છે. વજને સમય સંયમપ્રધાન હતો. દુષ્કાલના સમયમાં વિદ્યાપિણ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું વજીસ્વામીના શિષ્યોએ પસંદ કર્યું હતું; એ જણાવે છે કે તે કાલમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુએ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાને મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબન્ધ સામે સંયમિશિરોમણિ વજીસ્વામી જેવા જૈન ચેત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કસે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઈચ્છા પૂર્ણ કરે છે, એ બધું બતાવે છે કે તે કાલમાં ચૈત્યપૂજાનું કાર્ય એક મહાન ધર્મનું અંગ મનાવા લાગી ચુક્યું હતું અને જે ઉંડુ ઉતરીને જોઇયે તે વજની આ પ્રવૃત્તિનું આલંબન લઈને જ પાછલના આચાર્યો ધીમે ધીમે ચિત્ય સંબધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવસ્યક નિર્યુકિત-ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ચૈત્યવાસિયો વજીના આ દષ્ટાતથી સંયમધારિયોને પણ દ્રવ્ય પૂજા કરવાને ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય ક્તવ્યોને બચાવ કરતા હતા. વરવામીના સમય સુધી સાધુઓ પ્રાયઃ વનમાં રહેતા અને ગૃહસ્થના પરિચયથી દૂર રહેતા હતા. એ વજીસ્વામીના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરાઉપરી બધે બાર દુકાલી પડવાથી દેશની ખાસ કરીને ઉત્તર હિન્દુસ્થાનની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વલી હતી. જૈન સંધની દશા પણ બધું સારી ન હતી. દુષ્કાળની અસરથી શ્રુતની પઠન પાઠન પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી; ખરું જોતા સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજીસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવો, મગધ મધ્યહિન્દુસ્થાન અને વરાડ હતું. એ ઉપરાન્ત એકવાર દુષ્કાલના સમયમાં સંઘની સાથે તેઓ પુરી ( જગન્નાથપુરી ) સુધી પણુ ગયા હતા. વાસ્વામીની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુત પાઠન હતું, એમના શિષ્યો ઉપરાન્ત પ્રસિદ્ધ અનુયોગધર આર્ય રક્ષિતે એમની જ પાસે પૂર્વકૃતનો અભ્યાસ કર્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust