________________ 1. પ્રબન્ધપર્યાલોચન, લેખક–સુનિ કલ્યાણવિજય. 5 છે K1 વજીસ્વામી. આ == = = = ભાવક ચરિત્રમાં સર્વ પ્રથમ પ્રબન્ધ વજીસ્વામી છે. આચાર્ય હેમચન્દ્રસૂરિએ પિતાના પરિશિષ્ટ પર્વમાં વજીસ્વામી સુધીના પ્રસિદ્ધ વિરેનાં ચરિત્ર વર્ણવ્યાં છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિએ વજીસ્વામીથી આરંભીને તે પછીના પ્રસિદ્ધ પ્રભાવકના પ્રબળે લખ્યા છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે જ્યારે હેમચન્દ્ર વચરિત્ર લખી દીધું હતું તે પછી પ્રભાચબ્દ અહીં ફરી વજીને પ્રબન્ધ શા માટે લખ્યો ? એના ઉત્તરમાં એમ કહી શકાય કે આચાર્ય હેમચન્દ્ર વજચરિત્ર ઘણું વિસ્તૃત લખ્યું છે અને તે સિવાય આયરક્ષિતનું ચરિત્ર પણ તેની સાથે વર્ણવ્યું છે જ્યારે અહીં કેવલ વચરિત્ર અને તે પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યું છે અને આર્યરક્ષિતને પ્રબન્ધ જુદો લખે છે. ભગવાન સ્વામીને જન્મ આજથી 1962 વર્ષ પૂર્વે માલવ દેશાન્તર્ગત તુમ્બવન સંનિવેશમાં થયો હતો. પ્રભાવચરિત્રમાં એમની 3 વર્ષની અવસ્થામાં દીક્ષા થવાનું લખ્યું છે, એનો અર્થ એ છે કે ત્રણ વર્ષની અવસ્થામાં આચાર્યો તેને પિતાના ક્ષલક (ભાવિશિષ્ય) તરીકે સ્વીકારીને તેવા પ્રકારને વેષ આપ્યો હશે કે જેથી તેને આહારપાણી આપવામાં હરકત ન થાય. ટીકાગ્રન્થોમાં પણ આવાજ તાત્પર્યાનો ઉલ્લેખ છે કે " ત્રણ વર્ષની અવસ્થામાં વજીને દીક્ષા આપી હતી પણ તેને તે વખતે સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા અને જ્યારે તે આઠ વર્ષના થયા ત્યારે સાધુઓએ તેને પિતાના સંધાડામાં ભેળવી લીધા હતા” યુગપ્રધાન પટ્ટાવલિયોમાં વજીસ્વામીને ગાઈથ્ય પર્યાય 8 વર્ષને લખ્યો છે તે બરોબર જ છે. કારણકે જ્યારથી વજીસ્વામી આઠ વર્ષના થઈ સાધુઓની સાથે વિચરવા લાગ્યા ત્યારથી જ તેમને દીક્ષા પર્યાય ગણવામાં આવે છે. વજીસ્વામીના પિતા ધનગિરિ શ્રેષિપુત્ર હતા. એથી આ વાત સ્વતઃ સિદ્ધ છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust